Tuesday, May 14, 2024
More
    હોમપેજદેશઇતિહાસમાં જ્યાં કોઈના અંતિમસંસ્કાર નહોતા થયા, ભરતે તે સ્થળે કરી હતી રાજા...

    ઇતિહાસમાં જ્યાં કોઈના અંતિમસંસ્કાર નહોતા થયા, ભરતે તે સ્થળે કરી હતી રાજા દશરથની અંત્યેષ્ટિ: પૂજારીએ કહ્યું- મોદી-યોગીએ કર્યો કાયાપલટ

    પિતાના મૃત્યુ દરમિયાન રામ અને લક્ષ્મણ અને માતા સીતા વનવાસ વિતાવી રહ્યા હતા, જ્યારે ભરત અને શત્રુઘ્ન તેમના મોસાળમાં હતા. પિતાના અવસાનના સમાચાર સાંભળીને ભરત અને શત્રુઘ્ન અયોધ્યા આવ્યા હતા. એ વખતે રાજાના રૂપે કાર્યભાર સાંભળી રહેલા ભરતે પોતાના મંત્રીમંડળની એક બેઠક બોલાવી. તેમણે પોતાના પિતાના અંતિમ સંસ્કાર માટે એવું સ્થળ શોધવા માટે કહ્યું જ્યાં ઇતિહાસમાં બીજા કોઈનો પણ અંતિમ સંસ્કાર ન કરવામાં આવ્યો હોય.

    - Advertisement -

    અયોધ્યામાં નિર્માણાધીન રામજન્મભૂમિના ગર્ભગૃહમાં 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામલલ્લાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ રહેશે. ઑપઇન્ડિયાની ટીમ ડિસેમ્બર 2023ના છેલ્લા અઠવાડિયાથી અયોધ્યામાં છે. અમારા ગ્રાઉન્ડ રિપોર્ટમાં અમે માત્ર અનામી બલિદાનો વિશે જ નહીં, પરંતુ વિસરાઈ ગયેલા તે સ્થાનો વિશે પણ જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે કોઈને કોઈ રીતે ભગવાન રામ સાથે સંબંધિત છે. આ સ્થાનોમાંથી એક છે રાજા દશરથ સમાધિ સ્થળ.

    આ સ્થળે જ વનવાસ પર ગયેલા ભગવાન રામના વિયોગમાં પ્રાણ ત્યાગનાર તેમના પિતા દશરથના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શનિવાર (30 ડિસેમ્બર 2023)ના રોજ ઑપઇન્ડિયાની ટીમે રાજા દશરથ સમાધિ સ્થળ અને તેના આસપાસના ક્ષેત્રોની મુલાકાત લીધી હતી.

    રાજા દશરથ સમાધિ સ્થળ અયોધ્યા-આઝમગઢ માર્ગ પર પુરા બજાર વિસ્તારમાં સ્થિત છે. અયોધ્યાથી આ સ્થળનું અંતર લગભગ 12 કિલોમીટર છે. પુરાણોમાં આ સ્થળનું નામ બિલવાહી ઘાટ જણાવવામાં આવ્યું છે. મુખ્ય રાજમાર્ગની અંદર લગભગ દોઢ કિલોમીટર અંદર, ઉત્તર દિશામાં આ સ્થળ ગીચ અને મિશ્ર વસ્તીમાં આવેલું છે. આ મંદિર બાદ માઝા ક્ષેત્રની શરૂઆત થાય છે. નદીના નીર વધીને જે રેતાળ વિસ્તાર સુધી આવે છે તેને માઝા ક્ષેત્ર કહેવામાં આવે છે. આ વિસ્તાર સરયૂ નદીને અડીને આવેલો છે.

    - Advertisement -
    રાજા દશરથ સમાધિ સ્થળ પ્રવેશદ્વાર

    જ્યાં મુકવામાં આવ્યો હતો મહારાજ દશરથનો પાર્થિવ દેહ, ત્યાં બનાવવામાં આવ્યું છે સ્મારક

    ઑપઇન્ડિયાની ટીમને ધ્યાને આવ્યું કે ભગવા રંગથી રંગીને આ સ્થળની બાઉન્ડ્રી બનાવવામાં આવી છે. અહીં એક મંદિર છે જેની અંદર વિધિ-વિધાન મુજબ પૂજા કરવામાં આવે છે. ઉંચાઈ પર ચડતા સ્મારક જેવો એક ચબુતરો છે. મંદિરના પૂજારી અને ઉત્તરાધિકારી સંદીપ દાસે જણાવ્યું હતું કે, જ્યાં સ્મારક આવેલું છે ત્યાં રાજા દશરથનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો અને મુખાગ્ની આપવામાં આવી હતી. સંદીપ દાસે ઑપઇન્ડિયાને એમ પણ કહ્યું હતું કે, તે સમયે સરયૂ નદીનો મુખ્ય પ્રવાહ મંદિરની બાજુમાંથી જ પસાર થયો હતો. જો કે સમય જતાં તે સહેજ ઉત્તર તરફ વહેવા લાગી. અત્યારે પણ વરસાદની ઋતુમાં મંદિરની બાજુમાં સરયૂ નદી વહે છે.

    રાજા દશરથનું સમાધિ સ્થળ

    સ્મારકની આસપાસ અનેક પ્રાચીન અસ્ત્ર-શસ્ત્ર રાખવામાં આવ્યા છે. સંદીપ દાસનો દાવો છે કે તે હથિયારોને સદીઓથી કાટ લાગ્યો નથી. આ સ્મારકની ઉપર પ્રતિકાત્મક રીતે રામ, ભરત, લક્ષ્મણ,દ્વારા કરવામાં આવેલા પિંડદાન મુકવામાં આવ્યા છે. તેના પર જ એક શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. પૂજારીના જણાવ્યા અનુસાર રામ જ નહીં, તેમના પૂર્વજો પણ મહાદેવના ભક્ત હતા. સંદીપ દાસના જણાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર દરમિયાન રાજા દશરથના પાર્થિવ દેહનું માથું ઉત્તર દિશામાં નદી તરફ અને પગ દક્ષિણ તરફ હતા. પગની દિશામાં રાજા દશરથના ચારેય પુત્રોની ચરણ પાદુકાઓ પ્રતીકાત્મક રીતે બનાવવામાં આવી છે.

    આ સ્થળ પર પહેલા નહોતો થયો કોઈનો દાહ સંસ્કાર

    રાજા દશરથની અંતિમવિધિ ત્યાં જ કેમ કરવામાં આવી? અમે પૂજારી સંદીપ દાસને આ સવાલ પૂછ્યો ત્યારે તેમણે તેની કથા કહી હતી. તેમણે જણાવ્યું કે પિતાના મૃત્યુ દરમિયાન રામ અને લક્ષ્મણ અને માતા સીતા વનવાસ વિતાવી રહ્યા હતા, જ્યારે ભરત અને શત્રુઘ્ન તેમના મોસાળમાં હતા. પિતાના અવસાનના સમાચાર સાંભળીને ભરત અને શત્રુઘ્ન અયોધ્યા આવ્યા હતા. એ વખતે રાજાના રૂપે કાર્યભાર સાંભળી રહેલા ભરતે પોતાના મંત્રીમંડળની એક બેઠક બોલાવી. તેમણે પોતાના પિતાના અંતિમ સંસ્કાર માટે એવું સ્થળ શોધવા માટે કહ્યું જ્યાં ઇતિહાસમાં બીજા કોઈનો પણ અંતિમ સંસ્કાર ન કરવામાં આવ્યો હોય.

    પૂજારી સંદીપ દાસના જણાવ્યા અનુસાર રાજા ભરત અને તેમના મંત્રીમંડળને આવી જગ્યા શોધવામાં ઘણો સમય લાગ્યો હતો. આ દરમિયાન રાજા દશરથના પાર્થિવ દેહને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. આખરે લાંબી શોધખોળ બાદ આ સ્થળ બિલવાહી ઘાટ પર મળી આવ્યું હતું જ્યાં પહેલા ઇતિહાસમાં કોઇના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ન હતા. આજે જ્યાં રાજા દશરથ સમાધિ સ્થળ છે, તે એ જ સ્થળ છે જ્યાં ઇતિહાસ અને વર્તમાનમાં માત્ર રાજા દશરથના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સંદીપ દાસે એવો પણ દાવો કર્યો છે કે વનવાસ ભોગવ્યા બાદ અને લંકા પર વિજય મેળવ્યા બાદ ભગવાન રામ પણ પોતાના પિતાના અંત્યેષ્ટિ સ્થળે આવ્યા હતા અને તેમણે ત્યાં વૈદિક વિધિ-વિધાન અનુસાર જરૂરી ઉત્તરક્રિયાઓ અને અનુષ્ઠાનો કર્યા હતા.

    આ મંદિરમાં છે ભગવાન રામની વંશાવલી

    ઑપઇન્ડિયાની ટીમે જ્યારે મંદિરની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે આ પરિસરમાં શનિ દેવનું પણ એક મંદિર છે. મંદિરની દિવાલોમાં રામચરિતમાનસ અને રામાયણની સાથે વિવિધ દેવી-દેવતાઓની ચાલીસા દર્શાવતી તકતીઓ લાગેલી છે. આ તકતીઓમાં ભગવાન રામની વંશાવલી પણ જોવા મળી હતી. આ વંશ ભગવાન બ્રહ્માથી શરૂ થાય છે અને રામ સાથે સમાપ્ત થાય છે. ભગવાન રામની વંશાવલીમાં ક્રમશઃ દશરથ, અજ, રઘુ, દિર્ઘવાહુ, ખષ્ટ્રવાડ, વિશ્વાસ, વિશ્વસહ, લિવિલ, દશરથ, મૂલક, અશ્મક, સૌદાસ, સુદાસ, સર્વકામ, ઋતુપર્ણ, આયુતાયુ, સિધુદીપ, અંબરીશ, નાભાગ, શ્રુતિ, સુહોત્ર, ભગીરથ, દિલીપ, અંશુમાન, અસમંજસ, સગર, બાહુ, વૃક, રુરુક, વિજય, ચાચુ, હરિતા, રોહિતાશ્વ, હરિતા, ત્રિવ્રત, રોહિતાશ્વ, ત્રિધનુની, ત્રિધનવ, સુમન, હરતપ્રણા, હયાશ, હયાશ, પ્રશદસ્વ, અરુક, અનસુમન, અસ્માનુમ, સાગર, બહુ, વૃક, રુક, વિજય, ચચ્ચુ, હરિતા, રોહિતાશ્વ, હરિશ્ચંદ્ર, સત્યવ્રત, ત્ર્યારુણી, ત્રિધન્વા, સુમન, હરતસ્ય, હયશ્વ, પૃષદશ્વ, અનરષ્ય, ત્રસદદસ્યુ, પુરુકુત્સ્સ્ય, અમિત, નિકુમ્ભ, હર્યશ્વ, દદ્ધાશ્વ, કુલયાશ્વ, વૃહદશ્વ, શાશ્વત, યુવનાશ્વ, ચાંદ્ર, વિષ્ટરાશ્વ, પૃથુ, અનેનાઃ, કુકુત્સ્થ, વિકુક્ષિ, ઇક્ષ્વાકુ, વૈવસ્વત, વિવસ્વાન, કશ્યપ મરીચિ અને ભગવાન બ્રહ્માના નામ છે.

    ભગવાન રામની વંશાવલી

    આ તકતી અનુસાર સૂર્યવંશનો આરંભ શરૂના ક્રમ નંબર (પેઢી સંખ્યા) 5 પર રહેલા રાજા વૈવસ્વતના સમયમાં થયો હતો. બીજી તરફ સૂચી મુજબ રઘુકુળની શરૂઆત ક્રમ સંખ્યા 60 પર રહેલા રાજા રઘુના કાળથી થયો હ્તોઈ. રાજા રઘુને સૂર્યવંશના સહુથી પ્રતાપી રજા માનવામાં આવે છે. તેમના પ્રતાપનો ઉલ્લેખ અનેક ગ્રંથોમાં અનેકવાર કરવામાં આવ્યો છે. આ નામના આધારે જ ‘રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ન જાઈ’ ચોપાઈ લખવામાં આવી હતી.

    જે કામ યોગી સરકારે કર્યું, તે પહેલા ક્યારેય નથી થયું

    મંદિરના પૂજારી સંદીપ દાસે અમને જણાવ્યું હતું કે તેમની અનેક પેઢીઓ રાજા દશરથના સમાધિ સ્થળની જાળવણી અને પૂજા કરી રહી છે. તેમણે આ સ્થળને પવિત્ર અને પૌરાણિક ગણાવતાં અગાઉની સરકારો દ્વારા તેની ઉપેક્ષાનો આરોપ લગાવ્યો હતો. સંદીપ દાસનું કહેવું છે કે મોદી અને યોગી સરકારે દશરથ સમાધિ માટે જે કામ કર્યું હતું તે કામ કરવાનું પણ કોઈએ વિચાર્યું નહોતું. અગાઉ મંદિરમાં વીજળી અને પાણીની પૂરતી સમસ્યા હતી એટલું જ નહીં, પણ આવવા અને જવા માટેનો રસ્તો પણ દુર્ગમ હતો.

    હવે આ મંદિર પરિસરમાં નાની ધર્મશાળા વગેરે બનાવવામાં આવી છે. આ જગ્યા માંગલિક આયોજનો સાથે-સાથે ધાર્મિક સભાઓ અને વિકલ્પ ન હોવા પર યાત્રીઓને રોકાવવા માટે કામ આવે છે. હાલ રાજા દશરથ સમાધિ સ્થળ સુધી જવાનો જે રસ્તો છે તેને ટૂંક સમયમાં જ પહોળો કરવામાં આવશે. સંદીપનું કહેવું છે કે વર્તમાન સરકાર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવશે અને તેને ભવ્ય રૂપ આપશે. આ વાતચીત દરમિયાન સંદીપ દાસે મંદિર પરિસરમાંથી જ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીને આશીર્વાદ પણ આપ્યા.

    ઉલ્લેખનીય છે કે ઑપઇન્ડિયાની ટીમ ડિસેમ્બર 2023ના અંતિમ અઠવાડિયાથી અયોધ્યામાં છે. અહીંથી અમે તમને રામજન્મભૂમિ આંદોલનના જ્ઞાત-અજ્ઞાત બલિદાનીઓ, વિસરાઈ ગયેલી ઘટનાઓ સાથે જ અયોધ્યાના ઘણા વણસાંભળ્યા પરંતુ પવિત્ર સ્થળો વિશે પણ વિગતવાર જણાવીશું. છેલ્લા 2 અહેવાલોમાં અમે વાચકોને રામજન્મભૂમિ મુક્તિ ચળવળના વિસરાઈ ગયેલા બલિદાનીઓના પરિવાર સાથે પરિચય કરાવ્યો છે. આ કડીમાં આગામી લેખ ટૂંક સમયમાં જ પ્રકાશિત કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં