7 ઓક્ટોબર, 2023 ના રોજ, ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે અચાનક હુમલો કરીને ઇઝરાઇલમાં સેંકડો લોકોની હત્યા કરી નાંખી હતી. આતંકવાદીઓએ આ દરમિયાન અમાનુષી બર્બરતા દાખવી અને સામાન્ય લોકોની હત્યાની ઉજવણી પણ કરી. આવા જ એક હમાસના આતંકવાદીનો ઓડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના ઘરે ફોન કરીને તેના અબ્બુને જાણ કરી હતી કે તેણે પોતાના હાથે 10 યહૂદીઓને મારી નાખ્યા છે. તેના જવાબમાં તેના અબ્બાએ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયે આ ફોન કોલનું રેકોર્ડિંગ X પર શેર કર્યું છે. ફોન કરનારની ઓળખ મહેમૂદ તરીકે થઈ છે. આ આતંકીએ 7 ઓક્ટોબરના રોજ દક્ષિણ ઇઝરાયલમાં નરસંહાર મચાવ્યો હતો.
આ હત્યાકાંડ બાદ ઈસ્લામિક આતંકી પોતાના અબ્બુને ફોન કરીને કહે છે કે, “હું તમને કિબુત્ઝ (જ્યાં હુમલો થયો હતો)થી ફોન કરી રહ્યો છું. તમે વોટ્સએપ ખોલો અને જે લોકોની હત્યા કરવામાં આવી હતી તેમને જુઓ. જુઓ, મેં મારા હાથે કેટલા લોકોને મારી નાખ્યા. તમારા દીકરાએ યહૂદીઓને મારી નાખ્યા.”
“Dad I’m calling you from the phone of a Jew! I just killed her and her husband, with my own hands I killed 10!”
— Israel Foreign Ministry (@IsraelMFA) October 24, 2023
This is the chilling conversation between a Hamas terrorist and his father in which he boasts about killing 10 civilians during the #HamasMassacre.
These are the… pic.twitter.com/yZ1DRg2Q5d
તે ઉમેરે છે, “હું તમને એક મૃત યહૂદીના ફોનથી ફોન કરી રહ્યો છું. મેં તેને અને તેના પતિને મારી નાખ્યા. મેં મારા હાથે 10 યહૂદીઓને મારી નાખ્યા. વોટ્સએપ ખોલો અને જુઓ કે મેં કેટલા લોકોને મારી નાખ્યા છે.”
અલ્લાહુ અકબરના નારા લગાવીને અબ્બુ દીકરાને શાબાશી આપી
હમાસના આ આતંકવાદીનો ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને લાગે છે કે આ હત્યાકાંડથી આતંકીનો અબ્બુ પણ ખુશ છે. દીકરાની વાતના જવાબમાં તે વારંવાર ‘અલ્લાહુ અકબર’ નારાનું પુનરાવર્તન કરે છે. તે ફોન કોલ દરમિયાન પુત્રની સલામતી વિશે પણ વાત કરે છે. નોંધપાત્ર વાત એ છે કે, 7 ઓક્ટોબરના રોજ દક્ષિણ ઇઝરાયેલના કિબુત્ઝ વિસ્તારમાં હમાસના આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને લોકોની હત્યા કરી હતી.
Just released body-cam footage from the October 7th massacre, where you can see Hamas terrorists dressed up as IDF officers, trying to stop cars, and then murdering the Israelis inside.
— Arsen Ostrovsky (@Ostrov_A) October 23, 2023
This is pure, cold-blooded, executions! pic.twitter.com/ktgvUT1ydF
હમાસના આ હુમલામાં લગભગ 1400 ઇઝરાયલીઓ માર્યા ગયા હતા અને 3000થી વધુ લોકો ઘાયલ થયા છે. હમાસના આતંકવાદીઓના કેટલાક ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં તેઓ હત્યા બાદ ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
હમાસ એક મઝહબી તંજીમ (સંગઠન), તેનું લક્ષ્ય યહૂદીઓને ખતમ કરવાનું છે
હમાસના આતંકીઓની બર્બરતાની નવી-નવી વાતો રોજ બહાર આવી રહી છે. ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસના સ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે હમાસની યોજનાઓને દુનિયાની સામે ખુલ્લી રીતે રાખી છે.
“હમાસ કોઈ રાજકીય સંગઠન નથી. તે એક મઝહબી સંગઠન છે. તેણે કહ્યું છે કે તેના અબ્બા યહૂદીઓને ખતમ કરવા માંગે છે અને દુનિયાભરમાં શરિયા કાનૂન લાગુ કરવા માંગે છે. મોસાબે કહ્યું છે કે આજનું મીડિયા હમાસની વાસ્તવિકતા જણાવતાં ડરે છે. હમાસ ઇઝરાયલ સાથે ધાર્મિક યુદ્ધ લડી રહ્યું છે. હમાસે આ યુદ્ધ શરૂ કર્યું છે અને જ્યારે પણ તેમને પૈસાની જરૂર પડે છે, ત્યારે તેઓ ઇઝરાઇલ પર હુમલો કરે છે.
મોસાબે કહ્યું કે ઇઝરાયલે બૈરુત અને દોહામાં બેઠેલા હમાસના આતંકી નેતાઓના માથા સાપની જેમ કચળી દેવા જોઈએ, કારણ કે તેઓ ISISથી પણ વધુ ખતરનાક છે. મોસાબ તેના અબ્બાની જેહાદી વિચારધારા સાથે સંબંધ ધરાવતો નથી અને તેણે ઇઝરાયલ માટે જાસૂસ તરીકે કામ કર્યું છે.