બ્રિટનમાં ત્રણ બાળકીઓની હત્યા બાદ અનેક શહેરો હિંસાથી સળગી રહ્યાં છે. સ્થાનિક સમય અનુસાર, શનિવારની રાત્રે (3 ઓગસ્ટ) કેટલાક ઉપદ્રવીઓએ ઘણા શહેરોમાં દુકાનોને આગ લગાવી દીધી હતી. આ ઘટનાને 13 વર્ષમાં દેશમાં થયેલી સૌથી મોટી હિંસા ગણવામાં આવી રહી છે. વાસ્તવમાં હિંસાની આ આગ ત્યારે ફાટી નીકળી, જ્યારે ઉત્તર-પશ્ચિમ ઈંગ્લેન્ડમાં ત્રણ બાળકીઓની છરાના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના ઘણા વિડીયો પણ સામે આવ્યા હતા.
સોમવાર (29 જુલાઈ, 2024)ના રોજ બ્રિટનના સાઉથપોર્ટમાં ટેલર સ્વિફ્ટ-થીમ આધારિત ડાન્સ ક્લાસમાં ત્રણ બાળકીઓ- 6 વર્ષની બેબે કિંગ, 7 વર્ષની એલ્સી ડોટ સ્ટેનકોમ્બ અને 9 વર્ષની એલિસ ડીસિલ્વા અગુઆરની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના છ દિવસ બાદ બ્રિટનમાં ઓછામાં ઓછા નવ શહેરોમાં હિંસા ફાટી નીકળી છે. શરૂઆતમાં અફવા ફેલાઈ હતી કે, બાળકીઓની હત્યા પ્રવાસી લોકો દ્વારા કરવામાં આવી છે.
This is not Gaza.
— Sunanda Roy 👑 (@SaffronSunanda) August 4, 2024
This is Liverpool , UK. 🤡 pic.twitter.com/Gl1b6AX2mI
બાળકીઓની હત્યાના વિરોધમાં 22 મોટા નગરો અને શહેરોમાં ‘ઈનફ ઈઝ ઈનફ’નાં પ્રદર્શનો કાઢવામાં આવ્યાં હતાં. પ્રદર્શન દરમિયાન હજારો પોલીસકર્મીઓ પણ તૈનાત રહ્યા હતા. લોકોની અંદર રોષ ભભૂકી રહ્યો હતો અને આખરે શનિવારે બ્રિટનના લિવરપૂલ, માન્ચેસ્ટર, સન્ડરલેન્ડ, પોર્ટ્સમાઉથ, હલ, બ્લેકપૂલ, બ્રિસ્ટોલ, બેલફાસ્ટ સ્ટોક, નોટિંગહામ અને લીડ્સમાં રમખાણો ફાટી નીકળ્યાં.
આ દરમિયાન તોફાનીઓએ અનેક દુકાનોમાં તોડફોડ કરીને લૂંટ મચાવી હતી. શેરીઓમાં માલસામાન ફેંકી દેવામાં આવ્યો હતો અને દુકાનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. જૂતાની દુકાનોથી લઈને દારૂની દુકાનો સુધી તોફાનીઓએ તોડફોડ કરી હતી. રસ્તાઓ પર લગાવેલી સ્ટ્રીટ લાઇટોમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. થાંભલા ઉખેડી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને બેરિકેડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસે આ દરમિયાન 200 જેટલા તોફાનીઓની ધરપકડ કરી છે.
Crazy scenes in Belfast, Northern Ireland right now at the protest against mass-migration.
— Expordia | Global Breaking News (@expordia) August 3, 2024
British and Irish nationalists standing together on one side with British and Irish flags.
Left-wing counter protesters with Palestinian and Antifa flags on the other #Ireland #UK pic.twitter.com/axUG49IfE0
પેલેસ્ટિનિયન અને એન્ટિફાના ઝંડા લઈને જોવા મળ્યા પ્રદર્શનકારીઓ
ઉત્તરી આયર્લેન્ડના બેલફાસ્ટમાં ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે ઘણા વિચિત્ર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જે વિડીયો સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, પ્રદર્શન દરમિયાન એક તરફ બ્રિટિશ અને આયરિશ રાષ્ટ્રવાદીઓ બ્રિટિશ અને આયરિશ ધ્વજ સાથે ઉભા જોવા મળ્યા હતા, જ્યારે બીજી તરફ પ્રદર્શનકારીઓ પેલેસ્ટિનિયન અને એન્ટિફાના ઝંડા લઈને જોવા મળ્યા હતા. લોકો આ વિડીયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.
હિંસાને જોતા બ્રિટિશ સરકારે ઈમરજન્સી બેઠક બોલાવી છે અને હિંસા પર અંકુશ લાવવાને લઈને ચર્ચા કરવામાં આવી છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી.દરમિયાન ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ભીડમાં 18થી 58 વર્ષની વયના લોકો પણ સામેલ હતા. હત્યાને લઈને વિરોધ માર્ચ આગળ પણ પ્રસ્તાવિત છે, જેને લઈને પોલીસ પ્રશાસન પણ સતર્ક છે.
હકીકતમાં, હુમલાખોરની ઓળખની અફવાને કારણે આ અઠવાડિયે પ્રથમ તોફાનો સાઉથપોર્ટમાં ફાટી નીકળ્યા હતા. એવી અફવા હતી કે હુમલાખોર પ્રવાસી હતો. જોકે, પોલીસે જણાવ્યું હતું કે, શકમંદનો જન્મ કાર્ડિફમાં થયો હતો. ત્યારબાદ ન્યાયાધીશે હિંસાને ડામવાના પ્રયાસમાં 17 વર્ષીય શંકાસ્પદની ઓળખ જાહેર કરવાનો ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ એક્સેલ મુગનવા રૂદાકુબાના નામનો ખુલાસો કરવામાં આવ્યો હતો, જેણે બુધવાર (31 જુલાઈ)ના રોજ મર્સીસાઇડ શહેરમાં છરા વડે હુમલો કરીને 3 બાળકીઓના જીવ લીધા હતા. હકીકતમાં ન્યાયાધીશે તેના 18મા જન્મદિવસના થોડા દિવસો પહેલાં જ તેના રિપોર્ટિંગ પરના નિયંત્રણો હટાવ્યા હતા. નોંધનીય છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓના નામ જાહેર કરવાની મંજૂરી હોતી નથી.