ઇઝરાયેલ ઈરાન યુદ્ધ વચ્ચે તુર્કી (Türkiye) પર ભીષણ આતંકવાદી હુમલો (Terror Attack) કરવામાં આવ્યો હતો. આ હુમલો રાજધાની અંકારા સ્થિત ડિફેન્સ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીની મુખ્ય ઓફીસ પર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 5થી વધુ લોકોના મોત નીપજ્ય હોવાનું સામે આવ્યું હતું. આ હુમલા સમય તુર્કીના રાષ્ટ્રપતિ રશિયાના કઝાનમાં બ્રિકસ શિખર (BRICKS Summit) સંમેલનમાં ભાગ લઈ રહ્યા હતા. ત્યારે હવે તુર્કીએ ઈરાક અને સીરિયા પર ભીષણ એર-સ્ટ્રાઈક (Air Strikes on Iraq and Syria) કરીને આતંકવાદી હુમલાનો બદલો લોધો છે.
તુર્કીની વાયુસેનાએ બુધવારે (23 ઓકટોબર 2024) ઈરાક અને સીરિયામાં કુર્દિશ આતંકવાદીઓને ઠેકાણાઓ પર એક પછી એક સ્ટ્રાઈક કરી. તુર્કીશ રક્ષામંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક અત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ એર સ્ટ્રાઈકમાં આતંકવાદીઓના 32થી વધુ ઠેકાણાઓ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. આ હુમલામાં કેટલાક આતંકવાદીઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. મંત્રાલય દ્વારા જાહેર માહિતી અનુસાર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમને પણ ઠાર મારવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રેસિપ તૈયપ એર્દોગને આ હુમલાખે વખોડી કાઢ્યો હતો અને તેને “ઘૃણિત આતંકવાદી હુમલો” કહીને તેની નિંદા કરી હતી.
નોંધવું જોઈએ કે તુર્કીની જે ડિફેન્સ એવિએશન કંપની પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તેનું નામ TUSAS છે. તે વાયુસેના માટે સુરક્ષા ઉપકરણો બનાવવાનું કાર્ય કરે છે. તેના પર એક મહિલા સહિત ત્રણ આતંકવાદીઓએ હુમલો કરતા 5થી વધુ લોકોના મોત નીપજ્ય હતા અને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આટલું જ નહીં, આ દરમિયાન હોસ્ટેજ સ્થિતી પણ સર્જાઈ હતી. આ સમગ્ર હુમલાની જવાબદારી કટ્ટર ઇસ્લામી આતંકવાદી સમૂહ PKKએ (Kurdish militant) લીધી હતી.
રાષ્ટ્રપતિ રશિયામાં બ્રિકસ સંમેલનમાં લઈ રહ્યા હતા ભાગ
નોંધવું જોઈએ કે જયારે તુર્કી પર આ ભીષણ હુમલો થયો, ત્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રશિયા ખાતે યોજાયેલા બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમણે સંમેલન દરમિયાન જ આ મામલે પ્રતિક્રિયા આપતા ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું આ જધન્ય આતંકવાદી હુમલાની નિંદા કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અમારા મૃતકોને સદગતી આપે અને તેમના પર કૃપા કરે.” બીજી તરફ રક્ષા મંત્રી યાસર ગુલરે પણ આમાંમ્લે આકરી પ્રતિક્રિયા આપતા આતંકવાદી સમૂહ PKKને ‘ખલનાયક’ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “જેમ કે તેઓ હંમેશા કરે છે, તેમણે એક ઘૃણિત અને અપમાનજનક ભીષણ હુમલાના માધ્યમથી અમારા દેશની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે તેમના આ કૃત્યની સજા આપીશું.” બીજી તરફ તુર્કીના ઉપરાષ્ટ્રપતિ સેવડેટ યિલમાઝે પણ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે જે પાંચ લોકોના મોત થયા હતા તેમાંથી ચાર TI કર્મચારી હતા અને પાંચમો ટેક્સી ડ્રાઈવર હતો. ત્યારે હવે તુર્કીએ ઈરાક અને સીરિયા પર ભીષણ એર-સ્ટ્રાઈક આ કરીને આતંકવાદી હુમલાનો બદલો લોધો છે.