Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સપેરિસ ઓલિમ્પિકમાં 'અલ્લાહુ અકબર'ના નારા લગાવનારનો તૂટ્યો ખભો… ઊંચકીને લઈ જવો પડ્યો:...

    પેરિસ ઓલિમ્પિકમાં ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવનારનો તૂટ્યો ખભો… ઊંચકીને લઈ જવો પડ્યો: ઓપનિંગ સેરેમની સમિતિએ ઈસાઈઓની માંગી માફી

    પરંપરા છે કે દરેક મેચ ખેલાડીઓ હાથ મિલાવતા હોય છે ત્યારે પેરિસ ઓલિમ્પિકમાં ઇમોમાલીએ મેચ બાદ બુત્બુલ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો.

    - Advertisement -

    ઓલિમ્પિક ગેમ્સ 2024માં (Olympic Games 2024) પણ મુસ્લિમ ખેલાડીઓ ઇઝરાયેલ-પેલેસ્ટાઈનનો મુદ્દો ઉઠાવવાથી બચી રહ્યા નથી. આ ક્રમમાં, એક તાજિકિસ્તાની જુડો ખેલાડીએ ઇઝરાયેલના ખેલાડી સાથે હાથ મિલાવવાની ના પાડી અને ઓલિમ્પિકમાં ‘અલ્લાહુ અકબર’ એવા નારા પણ લગાવ્યા. બીજા જ રાઉન્ડમાં ખેલાડીને ઈજા થઈ અને બહાર થવું પડ્યું. બીજી તરફ ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીએ (Olympic Organizing Committee) ઈસાઈ ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે.

    રવિવારે (28 જુલાઈ, 2024) પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે, તાજિકિસ્તાની જુડો ખેલાડી નુરાલી ઈમોમાલીનો સામનો ઇઝરાયેલના ખેલાડી તોહર બુત્બુલ સાથે થયો હતો. આ મેચમાં ઈમોમાલીએ બુત્બુલને હરાવ્યો હતો. મેચ પુરી થયા બાદ ઈમોમાલીએ પરંપરાઓનું પાલન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

    પરંપરા છે કે દરેક મેચ ખેલાડીઓ હાથ મિલાવતા હોય છે ત્યારે પેરિસ ઓલિમ્પિકમાં ઇમોમાલીએ મેચ બાદ બુત્બુલ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. તેણે કદાચ આ એટલા માટે કર્યું કારણ કે તે મુસ્લિમ છે અને તેનું સમર્થન પેલેસ્ટાઈન માટે છે જેની સાથે ઇઝરાયેલનું હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઈમોમાલીએ ‘અલ્લાહુ અકબર’ એવા નારા પણ લગાવ્યા હતા. આ મેચ બાદ ઇઝરાયેલનો ખેલાડી બહાર થઈ ગયો હતો.

    - Advertisement -

    ઇઝરાયેલના ખેલાડી સાથે હાથ ન મિલાવવાના અને ‘અલ્લાહુ અકબર’ નારા લગાવવાના થોડા સમય પછી, ઇમોમાલીએ જાપાની ખેલાડી સાથે મેચ રમી હતી. ઇમોમાલીની જાપાની ખેલાડી હિફુમી આબે સાથેની મેચ હતી. આબેએ તેને આ મેચમાં જોરદાર હાર આપી અને ઈમોમાલીને એટલી તાકાતથી જમીન પર પછાડ્યો કે તેનો ખભો ઉતરી ગયો હતો.

    ઈમોમાલી જમીન પર પડી રહ્યો અને અન્ય લોકોએ તેને ત્યાંથી ઉપાડીને લઈ જવો પડ્યો હતો. આ બાદ તે મેટ પર દુખાવાના કારણે કણસતો જોવા મળ્યો હતો. જ્યારે આબે ફરીથી આગલી મેચમાં વિજયી બન્યા હતા અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈમોમાલીના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

    ઈસાઈ ધર્મની ઉડાવી હતી મજાક

    ઓલિમ્પિક સાથે જોડાયેલા વધુ એક વિવાદમાં ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીએ માફી માંગી છે. ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીએ તેના ઉદ્ઘાટન સમારોહમાં લિયોનાર્ડોની પેઇન્ટિંગ ‘ધ લાસ્ટ સપર’ને (The Last Supper)’ ખોટી રીતે પ્રદર્શિત કરવા બદલ માફી માંગી છે. આ પેઇન્ટિંગ ઈસાઈ પયગંબર ઈસુના છેલ્લા રાત્રિભોજના સંદર્ભમાં બનાવવામાં આવી હતી. એવું કહેવામા આવે છે કે ઈસુએ છેલ્લું ભોજન તેમના અનુયાયીઓ સાથે કર્યું હતું.

    ઓલિમ્પિક સમારોહમાં, આ પેઇન્ટિંગના પાત્રોને ટ્રાન્સજેન્ડર (Transgender) તરીકે ચિત્રિત કરવામાં આવ્યા હતા અને તેને અણઘડ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમાં ગ્રીક દેવતાઓ અને અન્ય ઈસાઈઓને પણ દર્શાવવામાં આવ્યા હતા. આનાથી વિશ્વભરના ઈસાઈઓની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. આ અંગે સમગ્ર વિશ્વ તેની ટીકા થઈ હતી. હવે પેરિસની ઓલિમ્પિક સમિતિએ આ માટે માફી માંગી છે.

    આ અંગે ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીએ કહ્યું હતું કે તેઓ આના દ્વારા સંદેશ પ્રસારિત કરવા માંગતા હતા અને તેમાં તેઓ સફળ થયા છે. આયોજકોએ કહ્યું કે જો આનાથી ઈસાઈઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે. તેમનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં