Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'શેખ હસીના હજુ પણ છે વડાંપ્રધાન...': રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનની ટિપ્પણી પર બાંગ્લાદેશમાં...

    ‘શેખ હસીના હજુ પણ છે વડાંપ્રધાન…’: રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનની ટિપ્પણી પર બાંગ્લાદેશમાં ફરી હોબાળો, રાજીનામાંની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા લાખો લોકો

    જે મુખ્ય 'વિદ્યાર્થી સંગઠને' કેટલાક મહિના પહેલાં બાંગ્લાદેશની શેખ હસીના સરકાર વિરુદ્ધ પ્રદર્શન અને હિંસાનું નેતૃત્વ કર્યું હતું, તે જ સંગઠન હવે રાષ્ટ્રપતિના રાજીનામાંની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યું છે. આ સંગઠનના પ્રદર્શનકારીઓએ ઢાકાના શહીદ મિનાર પાસે એક રેલી પણ કાઢી હતી.

    - Advertisement -

    પાડોશી દેશ બાંગ્લાદેશમાં (Bangladesh) હવે ફરી એક વખત હિંસક પ્રદર્શન (Violent Protests) શરૂ થઈ ગયા છે. હજારો બાંગ્લાદેશીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનના (Mohammed Shahabuddin) રાજીનામાંની (Resignation) માંગણી કરી રહ્યા છે. લોકોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું હોવાનું પણ સામે આવ્યું છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ આપેલા એક નિવેદનને લઈને હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું છે. રાષ્ટ્રપતિએ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને (Sheikh Hasina) લઈને એક નિવેદન આપ્યું હતું. જે બાદ હવે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

    મંગળવારે (22 ઑક્ટોબર) એક મુખ્ય ‘વિદ્યાર્થી સંગઠને’ ઢાકામાં પ્રદર્શન કર્યું હતું અને રાષ્ટ્રોપતિના રાજીનામાંની માંગણી કરી હતી. આ ઉપરાંત તેમની માંગણી એવી પણ છે કે, બાંગ્લાદેશના બંધારણને પણ બદલવામાં આવે. રાજધાની ઢાકાના રાષ્ટ્રપતિ નિવાસ બંગભવન સામે રાત્રે ભારે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. લોકોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લઈને રાજીનામાંની માંગણી કરી છે. આ ઉપરાંત ઇસ્લામી નારા પણ લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

    પોલીસે કર્યો લાઠીચાર્જ

    જે મુખ્ય ‘વિદ્યાર્થી સંગઠને’ કેટલાક મહિના પહેલાં બાંગ્લાદેશની શેખ હસીના સરકાર વિરુદ્ધ પ્રદર્શન અને હિંસાનું નેતૃત્વ કર્યું હતું, તે જ સંગઠન હવે રાષ્ટ્રપતિના રાજીનામાંની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યું છે. આ સંગઠનના પ્રદર્શનકારીઓએ ઢાકાના શહીદ મિનાર પાસે એક રેલી પણ કાઢી હતી. માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર પહોંચ્યા બાદ પ્રદર્શન ઉગ્ર બની ગયું હતું અને લોકોએ ઇસ્લામી નારા લગાવી રાષ્ટ્રપતિના રાજીનામાંની માંગણી શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ પોલીસ બેરીકેટ હટાવીને અંદર ઘૂસવાના પ્રયાસો પણ કર્યા હતા.

    - Advertisement -

    વિવાદ વધુ વકરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ઘટના દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ કાર્યવાહી છતાં લોકોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરવાના પ્રયાસો કર્યા હતા. હાલ પણ રાષ્ટ્રપતિ વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

    નોંધવા જેવું છે કે, બાંગ્લાદેશમાં ફરી હિંસક પ્રદર્શન થવા પાછળ રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનનું એક નિવેદન હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસો પહેલાં તેમણે એક ઇન્ટરવ્યુમાં શેખ હસીનાને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમની પાસે તે વાતના કોઈ દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ નથી કે ઓગસ્ટમાં થયેલા પ્રદર્શન વચ્ચે દેશ છોડીને ભાગતા પહેલાં શેખ હસીનાએ વડાંપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના આ એક નિવેદન પર બાંગ્લાદેશીઓ ભડકી ઉઠ્યા છે અને હવે રાજીનામાંની માંગણી કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં