Monday, September 23, 2024
More
    હોમપેજદેશ'તેમની સાથેની ભાગીદારી પર અમને ગર્વ, આ સમય ભારતનો છે': ટેક કંપનીઓ...

    ‘તેમની સાથેની ભાગીદારી પર અમને ગર્વ, આ સમય ભારતનો છે’: ટેક કંપનીઓ સાથેની બેઠક બાદ વિવિધ CEOએ કરી PM મોદીની પ્રશંસા, કહ્યું- વડાપ્રધાને અમને પ્રેરિત કર્યા

    NVidiaના CEO જેન્સન હુઆંગે કહ્યું હતું કે, “મેં વડાપ્રધાન મોદી સાથે ઘણી મુલાકાતોનો આનંદ માણ્યો છે. હું જયારે પણ તેમને જોઉં છું, ત્યારે તેઓ એક અદ્ભુત વિદ્યાર્થી લાગે છે. તેઓ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ભારત માટે સંભવિત તકો, ભારતીય સમાજ અને ઉદ્યોગ પરની અસર વિશે જાણવા કાયમ ઉત્સુક હોય છે."

    - Advertisement -

    તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસે (PM Modi’s USA Visit) છે. આ દરમિયાન PM મોદીએ ટેક્નોલોજી ક્ષેત્રની (Tech. Companies) મોટી કંપનીઓના વિવિધ CEO સાથે ગોળમેજી બેઠકમાં (Round Table Meeting) ભાગ લીધો હતો. આ બેઠક દરમિયાન ભારતમાં વિકાસની સંભાવનાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. AI, ‘ક્વોન્ટમ કમ્પ્યુટિંગ’ અને ‘સેમિકન્ડક્ટર’ જેવી અદ્યતન તકનીકો પર કામ કરતી 15 અગ્રણી અમેરિકન કંપનીઓના CEO આ બેઠકમાં જોડાયા હતા. ત્યારબાદ આ વિશ્વની ખ્યાતનામ ટેક કંપનીના વિવિધ CEOએ PM મોદીની દરેક ક્ષેત્રની જાણકારી તથા ભારત અંગેના તેમના વિઝનને લઈને તેમના ભરપૂર વખાણ કર્યા હતા.

    PM મોદી સાથેની મુલાકાત બાદ ગૂગલના CEO સુંદર પિચાઈએ તેમના વખાણ કરતા કહ્યું હતું કે, “PMનું ધ્યાન ભારતના પરિવર્તન પર કેન્દ્રિત છે. તેમનું વિઝન ડિજિટલ ઈન્ડિયાનું છે. તેમણે અમને મેક ઈન ઇન્ડિયા અને ડિઝાઇન ઈન ઇન્ડિયા માટે પ્રેરિત કર્યા હતા. અમને હવે ભારતમાં અમારા Pixel ફોનનું ઉત્પાદન કરવા માટે પણ ગર્વ છે. તે ખરેખર એ વિચારી રહ્યા છે કે AI ભારતમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે જેનાથી ભારતીયોને ફાયદો થાય.”

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “તેમણે અમને હેલ્થકેર, એજ્યુકેશન, એગ્રીકલ્ચરમાં એપ્લિકેશન્સ વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત PM મોદી ભારતની માળખાગત સુવિધાઓ અંગે પણ વિચારી રહ્યા છે.” આગળ તેમણે કહ્યું હતું કે, “ભારત સાથે ભાગીદારી કરવા બદલ અમને ગર્વ છે. અમે ભારતમાં AIમાં રોકાણ કરી રહ્યા છીએ તથા વધુ રોકાણ કરવા આતુર છીએ. અમે ઘણા કાર્યક્રમો અને ભાગીદારી નક્કી કરી છે.”

    - Advertisement -

    ‘PM મોદી એક અદ્ભુત વિદ્યાર્થી’

    આ ઉપરાંત NVidiaના CEO જેન્સન હુઆંગે કહ્યું હતું કે, “મેં વડાપ્રધાન મોદી સાથે ઘણી મુલાકાતોનો આનંદ માણ્યો છે. હું જયારે પણ તેમને જોઉં છું, ત્યારે તેઓ એક અદ્ભુત વિદ્યાર્થી લાગે છે. તેઓ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ભારત માટે સંભવિત તકો, ભારતીય સમાજ અને ઉદ્યોગ પરની અસર વિશે જાણવા કાયમ ઉત્સુક હોય છે. ભારત વિશ્વના કેટલાક મહાન કમ્પ્યુટર વૈજ્ઞાનિકોનું ઘર પણ છે.”

    આગળ તેમણે કહ્યું હતું કે, “તેથી આ એક વિશાળ તક છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ એક નવો ઉદ્યોગ છે, એક ખુબ જ મહત્વપૂર્ણ નવો ઉત્પાદન ઉદ્યોગ છે. તેથી, હું ભારત સાથે ખૂબ જ મજબુત ભાગીદારી કરવા આતુર છું…આ ભારતનો સમય છે, આ તકનો લાભ ઉઠાવવો પડશે.”

    ‘PM સાથે વાતચીત કરવાનો ગર્વ’

    ઉલ્લેખનીય છે કે, HP Inc.ના CEO એનરિક લોરેસે પણ PM મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે, “ભારતમાં વિસ્તરણ કરવા માટે અમને શું જોઈએ છે, તે શીખવા અને સમજવા માટે અમે PMની પ્રશંસા કરીએ છીએ. અમે હમણાં જ જાહેરાત કરી છે કે અમે ભારતમાં અમારી ઉત્પાદન ક્ષમતાઓ વિસ્તારી રહ્યા છીએ. તેથી, અમને તે અંગે વડાપ્રધાન સાથે વાતચીત કરવાનો ખૂબ ગર્વ હતો.”

    હોલ્ટેક ઈન્ટરનેશનલના CEO ક્રિસ સિંઘે કહ્યું હતું કે, “PMએ મને કહ્યું કે, તેઓ ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માંગે છે, તેઓ દેશમાં સ્વચ્છ ઉર્જાનો ઝડપથી વિકાસ કરવા માંગે છે અને આ બેઠક પણ સ્વચ્છ ઉર્જા માટે હતી. મેં તેમને સમજાવ્યું કે, હાલના કોલસાના પ્લાન્ટને આપણે નાના મોડ્યુલર રિએક્ટરમાં રૂપાંતરિત કરી શકીએ છીએ.” તેમણે PM મોદીને ખુબ તેજસ્વી અને પડકારોને સમજીને તેણે ઝીલતા ગણાવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં