ભારત અને હિંદુઓ પ્રત્યે પાકિસ્તાનના ઇસ્લામવાદીઓનું વલણ હંમેશા જ અપમાનજનક રહ્યું છે. ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન ફરી એક વખત આવું જ જોવા મળ્યું છે. પાકિસ્તાનના એક યુ-ટ્યુબર સોહરાબ બરકતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન ગૌમાતા અને ભગવાન વિષ્ણુને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી. જ્યારે ભારત જીતી ગયું તો પાકિસ્તાની યુ-ટ્યુબરે મસમોટો વળાંક લઈ લીધો અને તેને જસપ્રીત બુમરાહ અને કેપ્ટન રોહિત શર્માની જાદુગરી ગણાવવા લાગ્યો.
પાકિસ્તાની યુ-ટ્યુબર સોહરાબ બરકત યુ-ટ્યુબ પર ન્યૂઝ કોમેન્ટ્રી ચેનલ ચલાવે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ પર તેની એક ટિપ્પણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોહરાબ બરકત કહે છે કે, “સાઉથ આફ્રિકા સામેની આ મેચ પર થપ્પો (સ્ટેમ્પ) લાગી ગયો હતો. મેં પોતે જઈને લખ્યું હતું કે, ગૌમાતા પણ નહીં બચાવી શકે ઇન્ડિયન્સને. ભગવાન વિષ્ણુ પોતે જો નીચે આવી જાય તોપણ નહીં બચાવી શકે. સવાલ જ નથી પેદા થતો. તેના જીતવાનો.”
Video for the purpose of review and criticism only.
— Pak Un Fans (@fansofpakuntold) June 30, 2024
Even Gaumata can't save your……
Credits- Sohrab Barkat Yt pic.twitter.com/R9qBIyWjxG
સોહરાબ બરકતે આ વિડીયો ભારતના જીત્યા પહેલાં બનાવ્યો હતો. બરકતે મેચ દરમિયાન હિંદુઓ, ગૌમાતા અને હિંદુઓના આરાધ્ય ભગવાન વિષ્ણુને લઈને ઘણી અપમાનજનક પોસ્ટ પણ કરી હતી. ભારત મેચ જીત્યા બાદ તેણે તે તમામ હિંદુદ્વેષી વિડીયો અને પોસ્ટ ડિલીટ કરી દીધા અને તેની જાહેરાત પણ કરી દીધી. જ્યારે ભારત મેચમાં અટવાયું ત્યારે સોહરાબ બરકત ગૌમાતા અને ભગવાન વિષ્ણુને લઈને અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યો હતો. મેચ જીત્યા પછી તેના સૂર જ બદલાઈ ગયા. તેણે રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે આ બંને ભારતીય ‘હિંદુ’ ખેલાડીઓને જાદુગર પણ ગણાવી દીધા.
બરકતે વિડીયોમાં કહ્યું, “રોહિત શર્મા ગેમ એમ જ નથી જીત્યો, તેની પાસે જાદુ છે. તેણે કઈક જાદુ કર્યો છે. તેણે કઈ પઢીને ફૂંક્યું છે. તેની પાસે એવી કોઈ શક્તિ છે કે, તે બંદો કરી શક્યો. તેનો એક જ નિર્ણય તેને વર્લ્ડ કપ અપાવી ગયો.” તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી પણ ગૌમાતા અને ભગવાન વિષ્ણુને લઈને કરેલી અપમાનજનક પોસ્ટો અને વિડીયો હટાવી દીધા હતા.
બરકતે તે પછી વિડીયોમાં જણાવ્યું કે, જસપ્રીત બુમરાહ જ રોહિત શર્માનો જાદુ રહ્યો હતો. તેને ખતરનાક બની ચૂકેલા હેનરી ક્લાસેન વિરુદ્ધ મેદાનમાં લાવવાનો રોહિતનો જાદુઈ નિર્ણય હતો. બરકતે જણાવ્યું કે, જસપ્રીત બુમરાહ એકલો જ રોહિત શર્માનો જાદુ છે. નોંધવા જેવુ છે કે, આ કોઈ પહેલીવાર નથી કે, પાકિસ્તાની યુ-ટ્યુબર હિંદુધૃણામાં મોટા જન સમુદાયના આરાધ્યનું અપમાન કરતાં હોય. પરંતુ પાકિસ્તાનના કથિત શિક્ષિત લોકોમાં પણ આવી જ કટ્ટરતા ભરી પડી છે, જે અનેકવાર વિડીયો કે ટીવીના માધ્યમ દ્વારા છતી થાય છે. તે લોકો માત્ર મઝહબી કટ્ટરતામાં રત રહે છે, તેમના મઝહબ સિવાય તે અન્ય ધર્મો કે પંથોનું સન્માન કરવાનું પણ જાણતા નથી.