Friday, January 10, 2025
More
    હોમપેજક્રાઈમગ્રીસની યુવતીને લવ જેહાદમાં ફસાવીને હત્યા કરનાર પાકિસ્તાની 2 વર્ષે ઝડપાયો: બોથડ...

    ગ્રીસની યુવતીને લવ જેહાદમાં ફસાવીને હત્યા કરનાર પાકિસ્તાની 2 વર્ષે ઝડપાયો: બોથડ પદાર્થથી કચડી નાખ્યું હતું માથું, મળી હતી કોહવાઈ ગયેલી લાશ

    આ પાકિસ્તાની નાગરિકની નેધરલેંડથી ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેને ત્યાની જેલમાં રાખ્યા બાદ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને ગ્રીસની લારિસા જેલમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ઘટના સપ્ટેમ્બર 2022ની છે. આરોપીએ એક 35 વર્ષીય ઇયોના નામની ગ્રીક મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી.

    - Advertisement -

    ગ્રીસમાં (Greece) બે વર્ષ પહેલા એક યુવતી લવ જેહાદ (Love Jihad) અને ત્યાર બાદ હત્યાનો (Murder) ભોગ બની હતી. આરોપી પાકિસ્તાની મુસ્લિમ (Pakistani Muslim) હતો અને છેલ્લા બે વર્ષથી તે ભાગતો ફરતો હતો. ત્યારે આખરે ગુનાના બે વર્ષ બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી 30 વર્ષનો પાકિસ્તાની મૂળનો નાગરિક છે અને તેને પહેલા નેધરલેંડ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.

    ગ્રીક સિટી ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આ પાકિસ્તાની નાગરિકની નેધરલેંડથી ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેને ત્યાની જેલમાં રાખ્યા બાદ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને ગ્રીસની લારિસા જેલમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ઘટના સપ્ટેમ્બર 2022ની છે. આરોપીએ એક 35 વર્ષીય ઇયોના નામની ગ્રીક મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતી એક બાળકની માતા હતી અને તે આરોપી સાથે પોતાના બેઝમેન્ટ ફ્લેટમાં લીવ-ઇન રીલેશનશીપમાં રહેતી હતી.

    માથું કચડીને લાશ સડતી મૂકી ભાગી છૂટ્યો હતો આરોપી

    રિપોર્ટ અનુસાર આરોપીએ મહિલાનું લાંબા સમય સુધી શોષણ કર્યા બાદ માથામાં બોથડ પદાર્થ ફટકારીને તેની હત્યા કરી દીધી હતી. તેણે મહિલાના માથાને કચડી નાખ્યું હતું. ઘટના બાદ જયારે પોલીસે તેના આવાસની તપાસ કરી તો ત્યાં માત્ર એક બેડ સિવાય બીજું કશું જ નહોતું મળી આવ્યું. આરોપીએ હત્યા કરીને મહિલાના શરીરને ગાદલા પર ધાબળાથી લપેટીને મૂકી દીધો હતો. તેનો પાકિસ્તાની પ્રેમી તેની ક્રુરતાથી હત્યા કરીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસ છેલ્લા બે વર્ષથી તેને શોધી રહી હતી.

    - Advertisement -

    અહેવાલોમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, મૃતક મહિલાએ તેના પાકિસ્તાની પાર્ટનર વિરુદ્ધ ઘરેલુ હિંસા અને પ્રતાડનાની ફરિયાદ કરી હતી. જોકે સ્થાનિક પ્રશાસને તેની ફરિયાદ પણ ધ્યાન નહોતું આપ્યું અને આરોપી વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહોતી કરી. આ ઘટનાના એક સપ્તાહના સમય બાદ પોલીસેને બેઝમેન્ટના નિવાસસ્થાન પરથી મહિલાનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

    આરોપી પોલીસના ચોપડે ચડેલો, આ પહેલા પણ આવી ઘટના ઘટી ચુકી છે

    અહેવાલમાં જણાવ્યા અનુસાર હત્યાનો આરોપી પહેલા જ નશીલા પદાર્થોને લગતા ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો અને તેના પર અનેક પ્રકારના પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હતા. તેને નિયમિતપણે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડતું હતું. જોકે મહિલાની ફરિયાદ પર કોઈ ધ્યાન ન આપવામાં આવતા આખરે તેની હત્યા થઈ હતી અને પોલીસના ચોપડે ચડેલો આરોપી હત્યા કરીને નાસી છૂટ્યો હતો.

    જોકે આ કોઈ પ્રથમ ઘટના નથી કે ગ્રીસમાં કોઈ પાકિસ્તાનીએ આ પ્રકારની હત્યાને અંજામ આપ્યો હોય. 2022માં નિકોલેટા નામની એક 17 વર્ષની યુવતીની તેના પાકિસ્તાની બોયફ્રેન્ડ અહેસાન દ્વારા હત્યા કરવામાં આવી હતી. આરોપીએ ગેરકાયદેસર પાકિસ્તાની ઈમિગ્રન્ટ તરીકે પોતાની ઓળખ છુપાવી હતી. હત્યા બાદ કહેવામાં હતું કે મૃતક યુવતીએ ઇસ્લામ અને મહોમ્મદ પૈગમ્બર વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને તેના મોઢે અપમાનજનક શબ્દો સાંભળીને આરોપીએ આ કૃત્ય આચર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં