સચિનના ‘પ્રેમ’માં ભારત આવેલી સીમા હૈદરને પરત મોકલવાનો પાકિસ્તાનથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બલૂચિસ્તાનના ઝકરાણી વંશના એક જૂથે ધમકી આપી છે કે જો સીમા હૈદર પરત નહીં આવે તો હિંદુ મહિલાઓ પાસેથી બદલો લેશે, તેણે કહ્યું કે જો સીમા હૈદરને પરત નહીં મોકલવામાં આવે તો હિંદુ મહિલાઓ પર બળાત્કાર કરીને મારી નાખવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીમા હૈદરને પાકિસ્તાન મોકલવાની ધમકી આપનાર બલૂચિસ્તાનના વ્યક્તિ ડાકુ રાનો શાર છે. તેણે વીડિયો જાહેર કરીને કહ્યું કે, “અમારી અપીલ છે કે અમે ઝકરાણી કુળના છીએ. અમારી છોકરી અહીંથી ચાલી ગઈ છે. પાકિસ્તાનથી ભારતના દિલ્હી ગઈ છે. આ વાત સમજી લો, જો તમે અમારી છોકરીને પરત નહીં કરો તો જ્યાં પણ હિંદુ મહિલાઓ હશે ત્યાં બળાત્કાર થશે. જો માન વહાલું હોય તો અમારી છોકરીને બાળકો સહિત પરત કરો. અમે બલોચ સમુદાય છીએ, અમે ઝકરાણી છીએ.” વીડિયોમાં દેખાતો વ્યક્તિ હિંદુ મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતો પણ જોવા મળી રહ્યો છે.
10 July '23 Jacobabad, Sindh, Pakistan:
— Mahesh Vasu (@maheshmvasu) July 10, 2023
Dacoit belong to Baloch Jhakrani tribe issued a death threats & threat to rape Hindus in Sindh if India fails to send their daughter-in-law #SeemaHaider Jhakrani back along with her children.
Seema d/o Ghulam Raza Rind married Ghulam Haider… pic.twitter.com/KRHIP6DsFh
નોંધનીય છે કે સીમા હૈદરને નોઈડા પોલીસે 3 જુલાઈ, 2023 ના રોજ ભારતીય સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. 4 બાળકોની માતા સીમા હૈદરે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેનો પતિ દુબઈમાં નોકરી કરે છે. કોરોના રોગચાળા દરમિયાન, PUBG ગેમ રમતી વખતે તેણે નોઈડામાં રહેતા સચિન સાથે વાતચીત કરી હતી. આ પછી વાતચીત આગળ વધી અને બંને પ્રેમમાં પડ્યા હતા. સચિનના પ્રેમમાં સીમા હૈદરે પાકિસ્તાનમાં બનાવેલું ઘર વેચીને ભારત આવવાનું નક્કી કર્યું. આ માટે તે તેના 4 બાળકો સાથે નેપાળ થઈને ભારત આવી હતી.
ભારત આવ્યા બાદ સચિને તેને રાબુપુરાના આંબેડકર નગર વિસ્તારમાં ભાડેથી એક ઘર અપાવ્યું હતું. તેના બાળકોના નામ મુસ્લિમ જેવા હતા. પરંતુ તે હિંદુ તરીકે જીવતી હતી. બકરીદની ઉજવણીને કારણે લોકોને તેની સત્યતા પર શંકા ગઈ હતી. માહિતી મળતાં પોલીસે સીમા હૈદર, સચિન અને તેના પિતા નેત્રપાલની ધરપકડ કરી હતી. જો કે આ પછી 7 જુલાઈના રોજ કોર્ટે ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા. કોર્ટમાંથી મુક્ત થયા બાદ સીમાએ હિંદુ ધર્મ અપનાવીને સચિન સાથે લગ્ન કરવાનો દાવો કર્યો હતો.