Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટPUBG રમતાં-રમતાં નોઈડાના યુવકના પ્રેમમાં પડી પાકિસ્તાની મહિલા, ચાર સંતાનોને લઈને ભારતમાં...

    PUBG રમતાં-રમતાં નોઈડાના યુવકના પ્રેમમાં પડી પાકિસ્તાની મહિલા, ચાર સંતાનોને લઈને ભારતમાં ઘૂસી આવી: યુપી પોલીસે કરી ધરપકડ

    મહિલા પાસે ભારતમાં રહેવા માટે કોઈ આધારપુરાવા મળી આવ્યા નથી. તેની પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ અને નેપાળના વીઝા મળી આવ્યા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશ પોલીસે ગ્રેટર નોઈડામાં ગેરકાયદેસર રીતે રહેતી એક પાકિસ્તાની મહિલા અને તેનાં ચાર સંતાનોને હિરાસતમાં લીધાં છે. મહિલા ઓનલાઇન મોબાઈલ ગેમ PUBG રમતાં-રમતાં નોઈડાના એક યુવાનના પ્રેમમાં પડી હતી અને ત્યારબાદ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી આવી હતી. પોલીસે સ્થાનિક યુવાનને પણ દબોચી લીધો છે. 

    મૂળ પાકિસ્તાનના કરાંચીની રહેવાસી મહિલાની ઉંમર 20થી 30 વર્ષ વચ્ચેની હોવાનું કહેવાય છે. બહુ જાણીતી ઓનલાઇન મોબાઈલ PUBG રમતાં-રમતાં આ મહિલા નોઈડાના એક યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પરિચય થયો અને ત્યારબાદ મિત્રતા થઇ ગઈ હતી. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું, પરંતુ તેના માટે બંનેએ ભેગા થવું જરૂરી હતું. ત્યારબાદ મહિલાએ કોઈ રીતે નેપાળના વીઝા બનાવ્યા અને ત્યાં જતી રહી હતી. જ્યાંથી તે ચાર સંતાનો સાથે ભારતમાં ઘૂસી આવી હતી. ઉત્તર પ્રદેશની સરહદેથી ભારતમાં પ્રવેશ કર્યા બાદ તેઓ બસમાં ગ્રેટર નોઈડા પહોંચ્યાં હતાં, જ્યાં સ્થાનિક યુવકના ઘરમાં જ રહેતાં હતાં. 

    પોલીસ અનુસાર, મહિલા પાસે ભારતમાં રહેવા માટે કોઈ આધારપુરાવા મળી આવ્યા નથી. તેની પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ અને નેપાળના વીઝા મળી આવ્યા હતા. પોલીસને જ્યારે પાકિસ્તાની મહિલા રહેતી હોવાની જાણ થઇ તો એક ટીમ શોધખોળ માટે નીકળી છે. બીજી તરફ યુવક અને મહિલાને આ બાબતની જાણ થતાં તેઓ ભાગી છૂટ્યાં હતાં. જોકે પછીથી તેમને ટ્રેસ કરીને પકડી લેવામાં આવ્યાં હતાં. 

    - Advertisement -

    આ મામલે જે મકાનમાં તેઓ રહેતાં હતાં તેના માલિકે જણાવ્યું કે, મે મહિનામાં યુવક તેમની પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે તે મકાન ભાડે લેવા માંગે છે. તેણે પોતે કોર્ટ મેરેજ કર્યા હોવાનું અને તેને ચાર સંતાનો હોવાનું જણાવ્યું હતું. 

    એક રિપોર્ટ અનુસાર, આ કેસમાં પોલીસ જાસૂસીનો એન્ગલ પણ તપાસી રહી છે. મહિલાએ જણાવ્યું હતું કે તેનો ભાઈ પાકિસ્તાની સેનામાં છે અને પતિ ચાર વર્ષથી દૂર રહે છે. યુવકે એમ પણ જણાવ્યું હતું કે તે જલ્દીથી લગ્નની ઔપચારિકતાઓ પૂર્ણ કરીને દિલ્હી ફરવાની જીદ કરી રહી હતી. જેથી પોલીસ એ મામલે પણ તપાસ કરી રહી છે. 

    નોઈડામાં રહેતી પાકિસ્તાની મહિલા અને તેનાં સંતાનો મળી આવવાને લઈને ગ્રેટર નોઈડા એડીસીપી અશોક કુમારે જણાવ્યું કે, પોલીસને સૂચના મળી હતી કે રબુપુરામાં એક પાકિસ્તાની મહિલા 4 બાળકો સાથે ફરી રહી છે, જે મામલે પોલીસની ટીમ બનાવવામાં આવી. ત્યારબાદ લોકલ ઇન્ટેલિજન્સ, સર્વિલાન્સ અને પોલીસ ટીમની મદદથી મહિલાને ટ્રેસ કરી લેવામાં આવી હતી. તેનું નામ સીમા ગુલામ હૈદર છે, જ્યારે જે યુવકના ઘરે તે રહેતી હતી તેનું નામ સચિન જાણવા મળ્યું છે. તે તેની સાથે રહેવા માટે નેપાળના રસ્તે ભારત પહોંચી હતી, જે મામલે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં