સાઉદી અરેબિયાના 90 વર્ષના એક વ્યક્તિએ 5મા લગ્ન કર્યા છે. તેણે અપરિણીત લોકોને પણ આવું કરવાની સલાહ આપી છે કારણ કે ઇસ્લામમાં તેને ‘સુન્નત’ (પયગંબર મોહમ્મદ દ્વારા આપવામાં આવેલ શિક્ષણ) કહેવામાં આવે છે. આ સાથે 90 વર્ષીય નાસર બિન દહીમ બિન વહક અલ મુર્શિદી અલ કાતૈબી સાઉદી અરેબિયામાં લગ્ન કરનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયા છે. તેને મીડિયા કવરેજ પણ ઘણું મળી રહ્યું છે. અફિફ પ્રાંતમાં તેમણે પાંચમા નિકાહની ઉજવણી કરી હતી.
તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે, જે બાદ તેના દેશના લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. તેમના પૌત્રે પણ એક વીડિયોમાં કહ્યું, “મારા દાદાને તેમના 5મા લગ્ન પર અભિનંદન. તમારું વિવેકપૂર્ણ જીવન સુખી રહે.” ‘અરેબિયા ટીવી’ સાથે વાત કરતા 90 વર્ષના નાસર બીમ દહીમે કહ્યું કે જેમણે નિકાહ કર્યા નથી તેઓએ તે કરવું જોઈએ કારણ કે તે ‘સુન્નત’ છે, જે ઇસ્લામમાં ન્યાયી છે.
મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું, “હું ફરીથી લગ્ન કરવા માંગુ છું. વિવાહિત જીવન એ વિશ્વાસનું કાર્ય છે અને ઉપરવાળા સમક્ષ ગર્વની વાત છે. તેની સામે જે આ આખા જગતનો સ્વામી છે. તેનાથી જીવનમાં આરામ મળે છે, ભૌતિક સમૃદ્ધિ આવે છે અને તે મારા સારા સ્વાસ્થ્યનું રહસ્ય પણ છે. જે યુવાનો લગ્ન કરવામાં સંકોચ અનુભવે છે તેમને મારી સલાહ છે કે મઝહબ બચાવવા અને સારું જીવન જીવવા નિકાહ કરો.”
Al Otaibi also advises unmarried people to tie the knot, saying marriage brings comfort, worldly prosperity#GeoNewshttps://t.co/WxnWMnkCKL
— Geo English (@geonews_english) July 16, 2023
આટલું જ નહીં, 90 વર્ષીય નાસર બિન દહૈમ હવે હનીમૂન પર પણ જવાના છે અને તે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે નિકાહ શારીરિક આરામ આપે છે અને સંતોષ, ખુશી આપે છે. તેને અગાઉના લગ્નોમાંથી 4 બાળકો છે, જ્યારે એકનું અવસાન થયું છે. તેના બાળકો પણ પિતા બની ગયા છે. નાસર કહે છે કે તે વધુ બાળકો પેદા કરવા માંગે છે. તેમણે કહ્યું કે જો મઝહબ બચાવવો હોય તો યુવાનોએ લગ્ન કરવા જોઈએ.