Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણબાંગ્લાદેશમાં અનામતવિરોધી હિંસા ફરી ચરમ પર, 100થી વધુના મોત: ભારત સરકારે નાગરિકો...

    બાંગ્લાદેશમાં અનામતવિરોધી હિંસા ફરી ચરમ પર, 100થી વધુના મોત: ભારત સરકારે નાગરિકો માટે એડવાઈઝરી કરી જાહેર, મુસાફરી નહીં કરવાની આપી સલાહ

    બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ભારત સરકારે જાહેર કરેલી એડવાઇઝરીમાં (Advisory) કહેવામાં આવ્યું છે કે, "વર્તમાન ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે."

    - Advertisement -

    ક્ષણિક શાંતિ બાદ બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંસા (Bangladesh Violence) ફાટી નીકળી છે. સ્વતંત્રતા સેનાનીઓના સંતાનોને આરક્ષણ ન આપવાની માંગ સાથે શરૂ થયેલી હિંસા હવે રાજકીય રંગ ધરી રહી છે. વિરોધ અને હિંસા કરી રહેલા તથાકથિત વિદ્યાર્થીઓએ હવે વડાપ્રધાન શેખ હસીનાનું રાજીનામું માંગ્યું છે. પરિસ્થિતિ એવી બનવા પામી છે કે, જાણે આખા બાંગ્લાદેશમાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હોય. આ હિંસા વચ્ચે ભારત સરકારે એક એડવાઈઝરી જાહેર કરીને ભારતીય નાગરિકોને બાંગ્લાદેશની યાત્રા ન કરવા જણાવ્યું છે.

    બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ભારત સરકારે જાહેર કરેલી એડવાઇઝરીમાં (Advisory) કહેવામાં આવ્યું છે કે, “વર્તમાન ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. બાંગ્લાદેશમાં રહેલા ભારતીય નાગરિકો પણ ખૂબ જ સાવધાન રહે. પોતાનું આવાગમન સીમિત રાખે અને ઢાકા સ્થિત ભારતીય ઉચ્ચ આયોગના આપાતકાલીન ફોન નંબર મારફતે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.” સરકારના વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા 8801958383679, 8801958383680, 8801937400591 એમ ત્રણ ઈમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે ફરી ફાટી નીકળેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે. મહત્વનું છે કે મૃતકોના આંકડામાં 13થી વધુ સુરક્ષાકર્મીઓના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ફરી આખા દેશમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ આખા દેશમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. જો પહેલા અને વર્તમાન બંને હિંસામાં કૂલ મૃત્યુઆંક જોઈએ તો અંદાજે 300થી વધુ લોકોએ આ હિંસામાં જીવ ગુમાવ્યો છે.

    - Advertisement -

    હિંસાખોર પ્રદર્શનકારીઓ વડાપ્રધાન શેખ હસીનાના (PM Shaikh Hasina) રાજીનામાની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન આવામી લીગ, સ્ટુડન્ટ લીગ અને જુબો લીગના કાર્યકર્તાઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા. સામ-સામે ઘર્ષણ થયું અને હિંસાની આગમાં ઘાસલેટ રેડાયું. સ્થાનિક બાંગ્લાદેશી મીડિયાનું માનીએ તો દૂર-દૂર સુધી હિંસાનો કોઈ અંત નથી દેખાઈ રહ્યો. મહત્વનું છે કે પહેલી હિંસામાં માર્યા ગયેલા 200 લોકોને ન્યાય આપવાના નામે ફરી શરૂ થયેલી હિંસામાં વધુ 100 લોકો માર્યા ગયા છે.

    બીજી તરફ ફરી હિંસાને લઈને વડાપ્રધાન શેખ હસીનાએ રવિવારે (4 ઓગસ્ટ 2024) હિંસા કરનારા લોકો સામે આકરું વલણ દાખવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિરોધના નામે રસ્તા પર ઉતરી આવીને તોડફોડ અને હિંસા કરનારા લોકો વિદ્યાર્થી નહીં પણ આતંકવાદી છે. આવા લોકો સામે કડક પગલા લેવા જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે, “હું બાંગ્લાદેશવાસીઓને આ આતંકવાદીઓનું કડકપણે દમન કરવાની અપીલ કરું છું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં