ઇઝરાયેલી સેનાએ (Israeli Army) બ્લ્યુ લાઈન (Blue Line) એટલે કે લેબનાનની સરહદ પાર (Border of Lebanon) કરીને ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધું છે. ઇઝરાયેલના સેંકડો ટેન્ક લેબનાન (Lebanon) પહોંચ્યા છે અને લેબનાનમાં આવેલા હિઝબુલ્લાહના (Hezbollah) ઠેકાણાં પર ગોળાઓ વરસાવી રહ્યા છે. એક-એક કરીને તમામ અડ્ડાઓ નષ્ટ કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલી સેનાનું આ મોટું ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. ઇઝરાયેલે કહ્યું છે કે, આ લિમિટેડ, સ્થાનિક અને સીમિત હુમલા છે. જેથી માત્ર હિઝબુલ્લાહના ઠેકાણાં જ નષ્ટ કરી શકાય. બીજી તરફ અમેરિકાએ પણ ઈરાનને ચેતવણી આપી છે કે, તણાવનો લાભ લઈને જો ઇઝરાયેલ પર હુમલો કર્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
માહિતી અનુસાર, આ ઓપરેશન નૉર્થન એરોસ (Operation Northern Arrows)નું આગળનું સ્ટેજ છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે (IDF) કહ્યું છે કે, તેમની પાસે જે ઇન્ટેલિજન્સ હાજર છે, તેમના જણાવ્યા અનુસાર જ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નિશાના સીધી રીતે લેબનાનમાં આવેલા હિઝબુલ્લાહના ઠેકાણાં છે. તેમાં કોઈપણ અન્ય વ્યક્તિને હાનિ પહોંચાડવામાં આવશે નહીં. તમામ આતંકી અડ્ડાઓને તબાહ કરી દેવામાં આવશે. હિઝબુલ્લાહના આ અડ્ડાઓ લેબનાનની સરહદોના ગામોમાં આવેલા છે. ઇઝરાયેલી સેનાએ અને ટેન્ક ઓપરેટરોએ યોજનાબદ્ધ રીતે હુમલા શરૂ કરી દીધા છે.
ગ્રાઉન્ડ એટેક કરવા ગયેલી ઇઝરાયેલી સેનાને હવામાંથી ઇઝરાયેલી એરફોર્સ પણ સપોર્ટ કરી રહી છે. જ્યાં જમીની સેનાને તકલીફ પડી રહી છે, ત્યાં ઇઝરાયેલી એરફોર્સ હવામાંથી બૉમ્બ વરસાવીને ઇઝરાયેલ માટે રસ્તો સાફ કરી રહી છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું છે કે, આ ઓપરેશનનો નિર્ણય દેશના સર્વોચ્ચ નેતાઓ દ્વારા લેવામાં આવ્યો છે. ઓપરેશન નૉર્થન એરો દ્વારા હિઝબુલ્લાહને સંપૂર્ણપણે ખતમ કરવાનો ઇરાદો છે.
અમેરિકાએ ઈરાનને આપી ચેતવણી
ઇઝરાયેલી સેના ગ્રાઉન્ડ ઓપરેશન પાર પાડવા માટે લેબનાની સરહદમાં ઘૂસી ગઈ છે અને એક-એક કરીને તમામ આતંકી અડ્ડાઓને નષ્ટ કરી છે. બીજી તરફ અમેરિકાના રક્ષા સચિવે પણ ઈરાનને ચેતવણી આપી છે. અમેરિકાના રક્ષા સચિવ લૉયડ ઓસ્ટિને કહ્યું કે, “ઈરાન અને ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનોના જોખમનો સામનો કરવા માટે સંયુકત રાજ્ય અમેરિકા પોતાના કર્મચારીઓ, ભાગીદારો અને સહયોગીઓની રક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ઈરાન તણાવનો લાભ લઈને જો ઇઝરાયેલ પર સીધો સૈન્ય હુમલો કરવાનો નિર્ણય લેશે, તો તેને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.”
I spoke with Israeli Minister of Defense Yoav Gallant today to discuss security developments and Israeli operations. I made it clear that the United States supports Israel’s right to defend itself. We agreed on the necessity of dismantling attack infrastructure along the border…
— Secretary of Defense Lloyd J. Austin III (@SecDef) October 1, 2024
આ સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, અમેરિકા ઇઝરાયેલના સ્વરક્ષાના અધિકારનું સમર્થન કરે છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારી દર્શાવે છે. તેમણે ઈરાન અને ઈરાન સમર્થિત આતંકીઓને ચેતવણી આપી હતી કે, તણાવનો લાભ લઈને સંઘર્ષ વધારવાનો પ્રયાસ ન કરો અને જો એવું થયું તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.