Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2006 બાદ પહેલી વાર લેબનાનમાં ઘૂસી ઇઝરાયેલની સેના: ગ્રાઉન્ડ એટેક્સ કરીને હિઝબુલ્લાહને...

    2006 બાદ પહેલી વાર લેબનાનમાં ઘૂસી ઇઝરાયેલની સેના: ગ્રાઉન્ડ એટેક્સ કરીને હિઝબુલ્લાહને ધૂળ ચટાવી રહ્યું છે IDF

    IDFએ જાહેર કરેલી માહિતી અનુસાર લેબનાનની સીમાની નજીકના ગામોને ટાર્ગેટ કરી રહ્યા છે. આ એજ જગ્યાઓ છે, કે જ્યાંથી હિઝબુલ્લાહ ઇઝરાયેલ અને તેના નાગરિકો પર હુમલા કરે છે.

    - Advertisement -

    ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બેંજામિન નેતન્યાહુએ હિઝબુલ્લાહને (Hezbollah) ધૂળમાં ભેળવી દેવાની તૈયારી કરી લીધી છે. એર સ્ટ્રાઈક અને હવાઈ ઓપરેશનો (Air Strikes) બાદ હવે ઇઝરાયેલની સેના લેબનાનમાં ઘૂસી ગઈ છે. આ મામલે IDF એ મંગળવારે (30 ઓકટોબર 2024) સવારે જાણકારી આપી છે. સેનાએ જણાવ્યું છે કે લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને ધ્વસ્ત કરવા સીમાડાના ગામોમાં ‘લિમિટેડ ગ્રાઉન્ડ ઓપરેશન‘ શરૂ કર્યું છે.

    IDFએ જાહેર કરેલી માહિતી અનુસાર લેબનાનની સીમાની નજીકના ગામોને ટાર્ગેટ કરી રહ્યા છે. આ એજ જગ્યાઓ છે, કે જ્યાંથી હિઝબુલ્લાહ ઇઝરાયેલ (Israel) અને તેના નાગરિકો પર હુમલા કરે છે. સેનાના જણાવ્યા અનુસાર તેમના સૈનિકોએ તાજેતરમાં જ આ ઓપરેશન માટે થઈને ખાસ પ્રકારની ટ્રેનિંગ લીધી હતી. હવે સેના ગ્રાઉન્ડ પર ઉતરીને હિઝબુલ્લાહને ખતમ કરી દેશે.

    એરફોર્સ કરી રહી છે મદદ, અમેરિકાને બધી જ જાણ

    IDFએ જાહેર કરેલી માહિતી અનુસાર તેમની સેના તો ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી જ રહી છે, પરંતુ તેમની એરફોર્સ પણ આમાં મદદ કરી રહી છે. બીજી તરફ ઇઝરાયેલે આ ઓપરેશન મામલે તમામ માહિતી અમેરિકાને પહેલા જ આપી રાખી હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે પણ એક સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે મીડિયાને કહ્યું હતું કે, તેઓને પહેલાથી જ આ ઓપરેશનની જાણ કરી દેવામાં આવી હતી.

    - Advertisement -

    ભાગી રહી છે લેબનાનની સેના

    નોંધનીય છે કે લેબનાનની ઉત્તરી સીમાના અનેક ગામોમાં હિઝબુલ્લાહે તેના ઠેકાણા બનાવી રાખ્યા હતા. હવે ઇઝરાયેલ દ્વારા તેને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલના ટેંક અહીં અગન ગોળા વરસાવી રહ્યા છે. બીજી તરફ ગ્રાઉન્ડ એટેકની આશંકા હોવાના કારણે લેબનાનની સેના પહેલા જ પાછળ હતી ગઈ હતી. હુમલા પહેલા સ્થાનિક રહેવાસીઓને જગ્યા છોડી દેવા માટે ઇઝરાયેલ દ્વારા અરબી ભાષામાં એક સત્તાવાર નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું હતું

    નોન્ડવું જોઈએ કે વર્ષ 2006 બાદ આ પહેલી વાર છે કે ઇઝરાયેલ આ પ્રકારે ગ્રાઉન્ડ એટેક કરી રહ્યું છે. આ પહેલા 2006માં પહેલી વાર ઇઝરાયેલની સેના લેબનાનમાં ઘૂસી હતી. તે સમયે હિઝબુલ્લાહ અને તેના વચ્ચે 33 દિવસ સુધી ધમાસાણ યુદ્ધ ચાલ્યું હતું. તે યુદ્ધમાં 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઇઝરાયેલ પક્ષે 165 લોકોના મોત નિપજ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં