Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણહાથમાં ભગવદ્ ગીતા રાખી, અંતે નમન કર્યું: ભારતવંશી સાંસદે UKની સંસદમાં આ...

    હાથમાં ભગવદ્ ગીતા રાખી, અંતે નમન કર્યું: ભારતવંશી સાંસદે UKની સંસદમાં આ રીતે લીધા શપથ: 2022માં જ્યાં થઈ હતી હિંદુવિરોધી હિંસા, ત્યાંથી જીત્યાં છે શિવાની રાજા

    29 વર્ષીય શિવાનીએ લિસેસ્ટરમાં એવા વાતાવરણમાં વિજય હાંસલ કર્યો છે, જ્યાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ 2022માં ભારત-પાકિસ્તાન T20 એશિયા કપ મેચ પછી હિંસા ફેલાવી હતી અને હિંદુઓને નિશાન બનાવ્યા હતા.

    - Advertisement -

    UKની સામાન્ય ચૂંટણીમાં લિસેસ્ટર ઈસ્ટથી જીતેલા ભારતીય મૂળના શિવાની રાજાએ UKની પાર્લામેન્ટમાં ભગવદ ગીતા પર શપથ લીધા છે. દરમિયાન સંસદમાં હાજર તમામ સભ્યો તેમના તરફ જોઈ રહ્યા હતા. ભારતવંશી શિવાજી રાજાએ ભગવદ ગીતા હાથમાં રાખી હતી અને મસ્તક પર સ્પર્શ કરીને નમન કર્યું હતું, જેને લઈને સંસદમાં બેઠેલા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે આ જ વાતાવરણમાં સાંસદ તરીકે શપથ લીધા હતા. તે ઉપરાંત હીરોથી સાંસદ તરીકે ચૂંટાયેલા બૉબ બ્લેકમેન આમના એક અંગ્રેજ સભ્યએ પણ ભગવદ ગીતા અને બાઇબલ પર હાથ રાખીને શપથ લીધા હતા.

    UKની પાર્લામેન્ટમાં ભારતવંશી શિવાની રાજાએ ભગવદ ગીતા પર શપથ લીધા છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી પણ આપી છે. તેમણે કહ્યું છે કે, “મને ગીતા પર હાથ રાખીને મહામહિમ કિંગ ચાર્લ્સ પ્રત્યે પોતાની નિષ્ઠાના શપથ લેવાનો ગર્વ છે.” નોંધવા જેવું છે કે, પોતાને ગર્વથી હિંદુ ગણાવતા શિવાની રાજાએ બ્રિટનના લિસેસ્ટર ઈસ્ટથી ચૂંટણી જીતી છે. તેમણે કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી જીત હાંસલ કરી છે અને લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલને હરાવ્યા છે. આ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટીને 37 વર્ષ બાદ જીત મળી છે.

    29 વર્ષીય શિવાનીએ લિસેસ્ટરમાં એવા વાતાવરણમાં વિજય હાંસલ કર્યો છે, જ્યાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ 2022માં ભારત-પાકિસ્તાન T20 એશિયા કપ મેચ પછી હિંસા ફેલાવી હતી અને હિંદુઓને નિશાન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, તે વિસ્તાર પરથી શિવાનીની જીતને માત્ર કન્ઝર્વેટિવ પાર્ટીની જીત માનવામાં આવી રહી નથી પરંતુ તમામ હિંદુઓની જીત માનવામાં આવી રહી છે. શિવાની રાજા લિસેસ્ટરમાં જન્મેલા પહેલી પેઢીના બ્રિટિશ નાગરિક છે અને એક કટ્ટર હિંદુ છે. તેમણે ભગવદ ગીતાના નામે સાંસદ પદના શપથ લીધા છે. તેમના સિવાય હીરોથી સાંસદ તરીકે ચૂંટાયેલા બૉબ બ્લેકમેને પણ ગીતા પર હાથ રાખીને શપથ લીધા છે, જોકે સાથે તેમણે બાઇબલ પણ રાખી હતી.

    - Advertisement -

    તે સિવાય અન્ય ઘણા સાંસદોએ બાઇબલ અને અન્ય પંથના પવિત્ર પુસ્તકો પર હાથ રાખીને શપથ ગ્રહણ કર્યા હતા. બ્રિટનમાં સ્થિત બ્રૈડફોર્ડ વેસ્ટના સાંસદ નાઝ શાહે કુરાન હાથમાં લઈને ‘અલ્લાહ’ના નામે શપથ લઈને કિંગ ચાર્લ્સ પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 14 વર્ષથી સત્તામાં રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ કટ્ટર હરીફ માનવામાં આવતી લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી છે. કિએર સ્ટારમર હવે બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં