Tuesday, September 17, 2024
More
    હોમપેજદુનિયા‘આઈ રિઝાઇન…’: માત્ર બે શબ્દ લખાવીને હિંદુ શિક્ષકો પાસેથી લેવાઈ રહ્યાં છે...

    ‘આઈ રિઝાઇન…’: માત્ર બે શબ્દ લખાવીને હિંદુ શિક્ષકો પાસેથી લેવાઈ રહ્યાં છે રાજીનામાં, ન માનવા પર થાય છે હુમલા; બાંગ્લાદેશમાં નવી સરકાર બની પણ હિંદુઓ પર અત્યાચાર યથાવત

    'બાંગ્લાદેશ છાત્ર એક્ય પરિષદે' શનિવાર (31 ઑગસ્ટ)ના રોજ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આ ઘટનાઓ વિશે માહિતી આપી હતી અને ત્યારથી આ ઘટનાઓ પ્રકાશમાં પણ આવી હતી. વિદ્યાર્થી પરિષદે આવી ઘટનાઓની ટીકા પણ કરી હતી. આ ઉપરાંત તેમણે હિંદુ સમાજ સાથે થઈ રહેલા અત્યાચારો વિશે પણ વાત કરી હતી.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદથી લઘુમતીઓ અને ખાસ કરીને હિંદુઓને પ્રતાડિત કરવાની ઘટનાઓ વધી રહી છે. પહેલાં હિંદુ મંદિરો અને હિંદુઓના ઘરોને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. અનેક હિંદુઓ પર હુમલા થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જ્યારે હવે હિંદુ શિક્ષકોને પોતાના સરકારી પદ પરથી બળજબરીથી રાજીનામું આપવાનું કહેવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. શેખ હસીનાના રાજીનામાં બાદથી અનેક હિંદુ શિક્ષકો પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામાં આપવા મજબૂર બન્યા છે અને અનેક લોકોએ રાજીનામાં આપી પણ દીધા છે.

    ઇન્ડિયા ટુડેના એક ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલા દરમિયાન લગભગ 50 હિંદુ શિક્ષકોને રાજીનામાં આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. જો હિંદુ શિક્ષકો આનાકાની કરે તો તેમના પર હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે. જોકે, દબાણમાં આવીને રાજીનામું આપનારા હિંદુ શિક્ષકોની વાસ્તવિક સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. પરંતુ, હમણાં સુધી 50 શિક્ષકો પાસેથી રાજીનામાં લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટમાં જણાવાયું છે કે, તેમની પાસે રાજીનામાં આપનારા હિંદુ શિક્ષકોની યાદી પણ ઉપલબ્ધ છે.

    અનેક હિંદુ શિક્ષકો પર હુમલા, લેવાઈ રહ્યા છે રાજીનામાં

    સૌથી વધુ ચર્ચામાં આવેલી ઘટનામાં એક ઘટના બરિશાલના બેકરગંજ સરકારી કોલેજના પ્રિન્સિપાલ શુક્લા રાની હલદરની છે. માહિતી અનુસાર, 29 ઑગસ્ટના રોજ બાંગ્લાદેશી કટ્ટરપંથી વિદ્યાર્થીઓ અને સ્થાનિકોના ટોળાંએ તેમની ઓફિસ પર હુમલો કરી દીધો હતો. મોટી સંખ્યામાં કટ્ટરપંથી ટોળાં ત્યાં ઘસી આવ્યા હતા અને હિંદુ પ્રિન્સિપાલના રાજીનામાંની માંગણી કરવા લાગ્યા હતા. ઘણા કલાકો સુધી ઓફિસમાં ઘમાસાણ થયું હતું. કટ્ટરપંથી ટોળાંની ધમકીઓ બાદ હિંદુ મહિલા પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. આખરે તેમણે એક કોરા કાગળ પર ‘I Resign…’ લખીને રાજીનામું આપી દીધું હતું.

    - Advertisement -

    તે સિવાય બીજી એક ઘટના પણ ચર્ચાનો વિષય બની હતી. 18 ઑગસ્ટના રોજ અજીમપુરની સરકારી ગર્લ્સ સ્કૂલ અને કોલેજની લગભગ 50 વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલ ગીતાંજલિ બરૂઆને ઘેરી લીધા હતા. તેમની સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર ગૌતમ ચંદ્ર પૉલને પણ ઘેરી લેવામાં આવ્યા હતા. તેમની સામે સૂત્રોચ્ચાર કરીને તેમની જ સ્કૂલ-કોલેજની વિદ્યાર્થીનીઓએ રાજીનામું આપવા માટેનું દબાણ ઊભું કરી દીધું હતું. તે ઉપરાંત અન્ય એક હિંદુ શિક્ષક સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું.

    તે ઉપરાંત ઢાકા યુનિવર્સિટીના ગતિત વિભાગના પ્રોફેસર ડૉ. ચંદ્રનાથ પોદારને પણ કટ્ટરપંથી વિદ્યાર્થીઓએ ઘેરી લીધા હતા અને ભારે હોબાળો પણ કર્યો હતો. આ સાથે જ તેમના રાજીનામાંની માંગણી પણ કરવામાં આવી હતી. જે હિંદુ શિક્ષકો ડરના કારણે શાળાએ નથી જઈ રહ્યા, તેમના ઘર પર જઈને હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેમનું અપમાન કરીને રાજીનામાં માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ માત્ર તે ઘટનાઓ છે જે ચર્ચામાં આવી હતી. આ સિવાય અનેક હિંદુ શિક્ષકોના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે.

    લઘુમતીઓના વિદ્યાર્થી સંગઠને મીડિયા સામે ઉઠાવ્યા હતા અવાજ

    ‘ધ ડેઇલી સ્ટાર’ અનુસાર, બાંગ્લાદેના હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી એક્ય પરિષદની વિદ્યાર્થી પાંખ ‘બાંગ્લાદેશ છાત્ર એક્ય પરિષદે’ શનિવાર (31 ઑગસ્ટ)ના રોજ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આ ઘટનાઓ વિશે માહિતી આપી હતી અને ત્યારથી આ ઘટનાઓ પ્રકાશમાં પણ આવી હતી. વિદ્યાર્થી પરિષદે આવી ઘટનાઓની ટીકા પણ કરી હતી. આ ઉપરાંત તેમણે હિંદુ સમાજ સાથે થઈ રહેલા અત્યાચારો વિશે પણ વાત કરી હતી. તેમણે આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે, 5 સપ્ટેમ્બરથી 30 ઑગસ્ટ સુધીમાં 49 હિંદુ શિક્ષકોના રાજીનામાં લેવામાં આવ્યા છે અને તેમના પર શારીરિક હુમલા પણ કરવામાં આવ્યા છે.

    કાબી નઝરૂલ યુનિવર્સિટીના પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ સ્ટડીના એસોસિયેટ પ્રોફેસર શંજય કુમાર મુખર્જીએ ઇન્ડિયા ટુડે સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “મને પ્રોક્ટર અને વિભાગના અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. આ સમયે અમે ખૂબ જ અસુરક્ષિત સ્થિતિમાં છીએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં