Thursday, June 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હિજાબ હવે પ્રતિબંધિત કેમ કે તે છે વિદેશી પ્રથા': ઇસ્લામિક દેશ તાજિકિસ્તાનની...

    ‘હિજાબ હવે પ્રતિબંધિત કેમ કે તે છે વિદેશી પ્રથા’: ઇસ્લામિક દેશ તાજિકિસ્તાનની સંસદનો નિર્ણય, સાથે જ કહ્યું- બાળકો નહીં ઉજવી શકે ઈદ જેવા મુસ્લિમ તહેવારો

    આ ખરડો તાજિક સંસદના નીચલા ગૃહમાં અગાઉ 9 જૂનના રોજ પસાર કરવામાં આવ્યો હતો. તે 'તાજિક સંસ્કૃતિ માટે વિશેષી કપડાં' પહેરવા, આયાત કરવા, વેચવા અને જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂકશે.

    - Advertisement -

    ઇસ્લામિક દેશ તાજિકિસ્તાનની (Tajikistan) સંસદના ઉપલા ગૃહ મજલિસી મિલીએ 19 જૂનના (બુધવાર) રોજ દેશમાં મુસ્લિમ મહિલાઓ માટે હિજાબ (Hijab)ને ઔપચારિક રીતે પ્રતિબંધિત કરતા ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી હતી. રેડિયો લિબર્ટી યુરોપે જણાવ્યું હતું કે ઈમોમાલી રહેમોનની આગેવાની હેઠળની તાજિક સરકારે ખરડો પસાર કર્યો હતો જે બે મુખ્ય મુસ્લિમ તહેવારો – ઈદ અલ-ફિત્ર અને ઈદ અલ-અધા દરમિયાન ‘વિદેશી વસ્ત્રો’ તેમજ બાળકો દ્વારા ઉજવણી પર પ્રતિબંધ મૂકે છે.

    આ ખરડો તાજિક સંસદના નીચલા ગૃહમાં અગાઉ 9 જૂનના રોજ પસાર કરવામાં આવ્યો હતો. તે ‘તાજિક સંસ્કૃતિ માટે વિદેશી કપડાં’ (alien garments- દેશના અધિકારીઓ દ્વારા ઇસ્લામિક વસ્ત્રોનું વર્ણન કરવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો શબ્દ) પહેરવા, આયાત કરવા, વેચવા અને જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂકશે.

    અપરાધીઓ માટેનો દંડ વ્યક્તિઓ માટે આશરે $740 થી કાનૂની સંસ્થાઓ માટે $5,400 સુધીનો છે. જો દોષિત સાબિત થાય તો સરકારી અધિકારીઓ અને ધાર્મિક અધિકારીઓને અનુક્રમે $3,700 અને $5,060ના દંડ સાથે નોંધપાત્ર રીતે વધુ દંડનો સામનો કરવો પડે છે.

    - Advertisement -

    ડ્રાફ્ટ બિલ પર રાષ્ટ્રપતિ રહેમોન દ્વારા ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવે તેવી અપેક્ષા છે. “ડ્રાફ્ટ કાયદાના સુધારેલા સંસ્કરણમાં તાજિક સંસ્કૃતિ માટે વિદેશી ગણાતા કપડાં પર પ્રતિબંધનો સમાવેશ થાય છે,” તાજિક ધારાસભ્ય માવલોઉદાખોન મિર્ઝોયેવાએ જણાવ્યું હતું.

    ઇસ્લામિક સંસ્કૃતિ પર નિયંત્રણો અને તાજિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનો ઇતિહાસ નવો નથી. હિજાબ પર પ્રતિબંધ 2007માં શરૂ થયો, જે તમામ જાહેર સંસ્થાઓ સુધી વિસ્તર્યો અને બજાર દરોડા અને શેરી દંડ તરફ દોરી ગયો. મિડલ ઇસ્ટ મોનિટરના જણાવ્યા અનુસાર, સત્તાવાળાઓએ 2017માં મહિલાઓને તાજિક વસ્ત્રો પહેરવા વિનંતી કરતા સંદેશાઓ મોકલીને રાષ્ટ્રીય પોશાકને પ્રોત્સાહન આપ્યું છે અને ભલામણ કરેલ પોશાક પર 376-પાનાની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.

    દાઢી રાખવા પર પણ લગાવ્યો હતો પ્રતિબંધ

    આ પહેલા તાજિકિસ્તાને બિનસત્તાવાર રીતે દાઢી પર પણ પ્રતિબંધ મૂક્યો છે, છેલ્લા એક દાયકામાં પોલીસ દ્વારા બળજબરીથી હજારો પુરૂષોની દાઢી કપાવી છે.

    રેડિયો લિબર્ટીના અહેવાલ મુજબ, તાજિકિસ્તાનની રાજધાની દુશાન્બેના ઘણા રહેવાસીઓએ વ્યક્ત કર્યું છે કે તેઓ અમુક પ્રકારના કપડાં પરના પ્રતિબંધને સમર્થન આપતા નથી કારણ કે તેઓ માને છે કે લોકોએ તેઓ કયા કપડાં પહેરવા માંગે છે તે પસંદ કરવા માટે સ્વતંત્ર હોવા જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં