જર્મનીમાં 1100થી વધુ ઇસ્લામિક કટ્ટરપંથીઓનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું અને ઇસ્લામિક રાજ એટલે કે ખિલાફતની માંગ કરી. જર્મનીના હેમ્બર્ગ રાજ્યના સેન્ટ જોર્જ શહેરમાં સેંકડો મુસ્લિમોએ ઇસ્લામનું શક્તિપ્રદર્શન કરતાં રેલીઓ કાઢી અને જર્મની માટે એક જ ‘શાંતિપૂર્ણ’ સમાધાન રૂપે જર્મનીમાં ખલીફા રાજ, ખિલાફત રાજ એટલે કે ઇસ્લામિક શાસનની માંગ કરી.
આ ઘટના શનિવાર (27 એપ્રિલ 2024)ની છે, જેમાં એક ઇસ્લામિક ચરમપંથી સંગઠન મુસ્લિમ ઈન્ટરેક્ટિવ સાથે સંકળાયેલા રહીમ બોટેંગ નામના વ્યક્તિએ આ રેલીનું આયોજન કર્યું હતું. આટલું જ નહીં, આ રેલીના વિડીયો અને ફોટા પણ મુસ્લિમ ઈન્ટરેક્ટિવ નામના કટ્ટરપંથી સંગઠને પોતાના X હેન્ડલ પર શેર કર્યા હતા, જેથી તેમનો ઇસ્લામિક માંગનો સંદેશ આખા વિશ્વ સુધી પહોંચી શકે.
„So gehorche nicht den Lügnern!“
— Muslim Interaktiv (@MInteraktiv) April 27, 2024
Eindrücke aus der heutigen Demonstration in Hamburg pic.twitter.com/N7pRpcSgYg
વાયરલ થઇ રહેલા ફોટા અને વિડીયોમાં ઇસ્લામિક ટોળાએ શહેરના મધ્યમાં આવેલા અને સહુથી વ્યસ્ત એવી સ્ટીનડેમ સ્ટ્રીટ પર પ્રદર્શન કરતા જોઈ શકાય છે. અનેક પ્રદર્શનકારીઓના હાથમાં બેનર અને પોસ્ટર જોઈ શકાય છે, જેના પર લખવામાં આવ્યું છે કે, “જર્મની: વૈલ્યુજ પર તાનાશાહી”, કાલીફ્ત ઈસ્ત ડાઈ લોસુંગ (અનુવાદ- ખિલાફત એ જ સમાધાન) અને “પેલેસ્ટાઇને યુદ્ધ જીતી લીધું છે” જેવાં લખાણ લખ્યાં હતાં. જર્મની મીડિયાના રિપોર્ટ અનુસાર આ આખા પ્રદર્શન દરમ્યાન ટોળાએ “અલ્લાહુ અકબર”ના નારા પણ લગાવ્યા હતા.
BREAKING:
— Visegrád 24 (@visegrad24) April 27, 2024
Hundreds of Islamists are demonstrating in Hamburg, Germany.
They are demanding that a caliphate is established in the country.
The organization behind the protest is called Muslim Interaktiv, and is monitored by the authorities but not banned pic.twitter.com/RISFYJEKAY
જર્મન મીડિયા અનુસાર, આ પ્રદર્શનરેલીમાં જર્મનીમાં ઇસ્લામી ખિલાફત શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી રહી હતી. વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ લોકોને ખિલાફત વિશે જણાવી રહ્યો છે. તે ખિલાફતને ‘સુરક્ષા પ્રદાન કરનારી સિસ્ટમ’ તરીકે કહી રહ્યો છે, સાથે જ કહી રહ્યો છે કે જર્મનીમાં ખિલાફતને લોકો નફરત કરી રહ્યા છે અને તેને રાક્ષસ કહી રહ્યા છે, પરંતુ તે એક માત્ર સમાધાન છે. આ સાથે જ આખી ભીડ અલ્લાહુ અકબરના નારા લગાવે છે.
Hamburg am Samstagnachmittag: Hunderte Islamisten demonstrierten für ein Kalifat. Aufgerufen hatte die Gruppierung Muslim Interaktiv, die vom Verfassungsschutz beobachtet wird.
— NIUS (@niusde_) April 27, 2024
Alle Infos gibt's hier: https://t.co/23fueJng1J pic.twitter.com/6bk9SAUdxC
આ રેલીમાં શામેલ ઇસ્લામિક કટ્ટરપંથીઓએ દાવો કર્યો કે રેલીને ‘જુઠ્ઠાઓની વાત માનવાની મનાઈ’ની ટેગલાઈન સાથે આયોજિત કરવામાં આવી હતી. તેમનો દાવો છે કે જર્મની સરકારની ઇસ્લામોફોબિક નીતિઓ અને ઇઝરાયેલ-હમાસના યુદ્ધ દરમિયાન જર્મન મીડિયાએ મુસ્લિમો વિરુદ્ધ દુષ્પ્રચાર કર્યો હતો.
જર્મન મીડિયાના રિપોર્ટ અનુસાર, આ રેલીનું આયોજન જો એડેડ બોટેંગ (25)એ કર્યું હતું, જે પોતાને રહીમ બોટેંગ તરીકે ઓળખાવે છે. રહીમ જર્મનીનો જ નાગરિક છે અને તેણે 8 વર્ષ પહેલાં જ ઇસ્લામ કબૂલ કર્યો છે અને તે હવે પોતાને ઈમામ તરીકે ઓળખાવે છે. તે હેમ્બર્ગ યુનિવર્સિટીમાં ટીચિંગ કોર્સ કરી રહ્યો છે, પરંતુ ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર તે મોટો ઇસ્લામિક ઇન્ફ્લ્યુએન્સર બની ચૂક્યો છે. તે સતત ઇસ્લામ સંબંધિત પ્રોપગેન્ડા સોશિયલ મીડિયા પર ફેલાવતો રહે છે.