સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર કોલિન રગ્ગે (Collin Rugg) 11 નવેમ્બરના રોજ USના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલ એક નિવેદનનો (Donald Trump) એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં ટ્રમ્પે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની કરવા માટેની યોજનાની જાહેરાત કરી હતી. વિડીયોમાં ટ્રમ્પે કહ્યું કે ‘કટ્ટરપંથી માર્ક્સવાદી પાગલો’ (Radical Marxist) કોલેજો ખાતે ઘૂસી બેઠા છે. તેમણે પોતાના વૈચારિક એજન્ડાઓ પુરા કરવા ટેક્સ ભરનારાઓના પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે.
Trump's plan to dismantle the U.S. indoctrination system (college) by seizing funds from schools that refuse to comply with his accreditation system.
— Collin Rugg (@CollinRugg) November 11, 2024
1. "Our secret weapon will be the college accreditation system."
2. "Fire the radical left accreditors that have allowed our… pic.twitter.com/kL3PthrRZU
આ વિડીયો એક વર્ષ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પના એજન્ડા 47ના ભાગરૂપે બહાર પાડવામાં આવ્યો હતો. વિડીયોમાં જણાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પ ઉચ્ચ શિક્ષણ માટે શું પ્લાનિંગ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ્યતા, પારદર્શિતા અને કાર્યક્ષમતા ફરીથી સ્થાપિત કરવા માટે યોજના બનાવવામાં આવી છે. તેમણે એવી જાહેરાત કરી હતી કે, “અમારું ગુપ્ત શસ્ત્ર કોલેજ એક્રેડિટેશન સિસ્ટમ હશે.”
‘માન્યતા સુધારણા’ દ્વારા ભંડોળ જપ્ત કરવું
ટ્રમ્પે એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફારોને અનુરૂપ થવાનો ઇનકાર કરતી સંસ્થાઓનું ભંડોળ કાપવાનું વચન આપ્યું હતું. ટ્રમ્પ અને ‘રિયલ સ્ટાન્ડર્ડ’ ગણાવે છે અને તેનો અમલ કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર એવા ‘કટ્ટરપંથી વામપંથીઓ’ને બરતરફ કરશે જેમણે કોલેજોમાં માર્ક્સવાદી તોફાનીઓનું પ્રભુત્વ ઉભું થવા દીધું. ટ્રમ્પે કહ્યું કે કોલેજોને માન્યતા આપવા એવા લોકોની નિમણૂક કરવામાં આવશે જે પરંપરાગત માન્યતાઓને લાગુ કરી શકે.
અમેરિકન પરંપરાઓનું રક્ષણ કરવું અને ખર્ચમાં કરકસર કરવી
પોતાના નિવેદનમાં ટ્રમ્પે ટ્યુશનના વધતા ખર્ચની ટીકા કરી હતી. આ માટે ‘વહીવટની ખરાબ સ્થિતિ’ને જવાબદાર ઠેરવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની યોજના કોલેજોને અમેરિકન પરંપરાઓનું રક્ષણ કરવા, વાણીની સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને બિનજરૂરી અમલદારશાહીને દૂર કરવા ફરજ પાડશે. તેઓ સસ્તું શિક્ષણ પ્રદાન કરવા અને ટ્યુશન ખર્ચમાં વધારો કરતા હોદ્દાઓને દૂર કરવા માટે વહીવટી સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું લક્ષ્ય રાખે છે.
‘વિવિધતા, સમાનતા અને સમાવેશન’ની સ્થિતિનો અંત
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે તેઓ શિક્ષણ પ્રણાલીમાંથી વિવિધતા, સમાનતા અને સમાવેશન (DEI)ને ખતમ કરવા માંગે છે. તેમણે વિવિધતા જેવી પહેલને ‘માર્ક્સવાદી એજન્ડા’ના ભાગરૂપે વર્ણવી છે અને કહ્યું છે કે તેઓ DEI વિભાગોને નાબૂદ કરવાની યોજના ધરાવે છે.
તેના બદલે તેમણે વિદ્યાર્થીઓને વાસ્તવિક મૂલ્યો સાથેનું શિક્ષણ મળે તેની ખાતરી કરવા માટે ઓછા ખર્ચના વિકલ્પો, કારકિર્દી સેવાઓ અને કૉલેજ પ્રવેશ પરીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પગલાં શૈક્ષણિક સંસ્થાઓમાં ઓળખાણવાળી રાજનીતિની વાળા માહોલની જગ્યાએ યોગ્યતાવાળા માહોલને પ્રોત્સાહન મળશે.
કોલેજોમાં વંશીય ભેદભાવ અટકાવવો
ટ્ર્મ્પે તેમના પ્રસ્તાવમાં કહ્યું હતું કે, તેઓ ન્યાય વિભાગને ‘સમાનતાની આડમાં ગેરકાનૂની ભેદભાવ’ કરી રહેલ શાળાઓ સામે ફેડરલ સિવિલ રાઈટ અંતર્ગત મામલો દાખલ કરવા નિર્દેશ કરશે. તમને જણાવી દઈએ કે શૈક્ષણિક સંસ્થાઓમાં એશિયન અમેરિકનો અને ગોરાઓ સાથે વંશીય ભેદભાવના અહેવાલો છે. ઑગસ્ટ 2020માં ઑપઇન્ડિયાએ અહેવાલ આપ્યો હતો કે યેલ વિશ્વવિદ્યાલય પર એશિયાઈ અમેરિકીઓ પ્રત્યે પક્ષપાતનો આરોપ લાગ્યો હતો.
નોન કમ્પાઈલન્સ માટે એન્ડોવમેન્ટ કરવેરા
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ નોન કમ્પાઈલન્સ સંસ્થાઓના એન્ડોમેન્ટ્સ પર ટેક્સ લગાવવાની યોજના ધરાવે છે. આ શાળાઓને તેમના એન્ડોમેન્ટની સંપૂર્ણ રકમ સુધીનો દંડ લાદવાની દરખાસ્ત છે. આ ઉપરાંત ટ્ર્મ્પે સૂચન કર્યું કે તેઓ બજેટનો ઉપયોગ કરીને આ અંગે ઝડપી પગલા લેશે અને તેમનું વહીવટીતંત્ર ‘અમેરિકા વિરોધી પાગલપન’ ખત્મ કરવાનો પ્રયાસ કરશે.
પીડિતોને મદદ કરવા માટે ભંડોળ રીડાયરેક્ટ કરશે
ટ્રમ્પે શિક્ષણ વિભાગોમાં ‘અન્યાયી અને ગેરકાયદેસર નીતિઓ’થી પ્રભાવિત થયેલા લોકો માટેના વળતર તરીકે જપ્ત કરેલા ભંડોળનો ઉપયોગ કરવાની પણ દરખાસ્ત કરી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ ભંડોળનો ઉપયોગ ભેદભાવ પીડિતોનો સહયોગ કરવા અને ઓળખાણ દ્વારા સંચાલિત કરવામાં આવતી નીતિઓથી વંચિત રહી ગયેલા લોકો માટે શૈક્ષિક બાબતોમાં સુધાર કરવાનો છે.
વિદ્યાર્થીઓ માટે ‘વાસ્તવિક શિક્ષા’
શિક્ષણને વૈચારિક પ્રભાવથી મુક્ત કરવા માટે, ટ્રમ્પે વ્યવહારિક પરિણામો અને કારકિર્દીની તૈયારી પર કેન્દ્રિત નીતિઓનો સમાવેશ કર્યો છે. વિદ્યાર્થીઓને અમેરિકામાં શિક્ષણ પ્રણાલીનો ખરેખર લાભ મળે તે સુનિશ્ચિત કરવા તેઓ કોલેજમાં પ્રવેશ અને નિકાસ માટે પરીક્ષાઓ અમલમાં મૂકવાની યોજના ધરાવે છે.
અબજોપતિ ઈલોન મસ્કે પણ આ વિડીયો શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે વિવેક રામાસ્વામીની સાથે મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના નેતૃત્વ માટે નિયુક્ત કર્યા છે. 12 નવેમ્બરના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે મસ્ક અને રામાસ્વામી તેમના વહીવટ માટે સરકારી અમલદારશાહીને દૂર કરવા, વધારાના નિયમો ઘટાડવા, નકામા ખર્ચાઓ પર કાપ મૂકવા અને ફેડરલ એજન્સીઓનું પુનર્ગઠન કરવાનો માર્ગ મોકળો કરશે.
— Elon Musk (@elonmusk) November 13, 2024
તેમની યોજના દેશમાં ઉચ્ચ શિક્ષણમાં સુધારો કરવાની છે, જેનો હેતુ રાજકીય પૂર્વગ્રહો દૂર કરવાનો છે. તેમનું માનવું છે કે શિક્ષણ પ્રણાલીએ યોગ્યતા, નિષ્પક્ષતા અને અમેરિકન મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કૉલેજોને ભંડોળ આપવાના પ્રકારોમાં બદલાવ કરીને અને અનાવશ્યક ભૂમિકાઓમાં કાપ મૂકીને કોલેજને વધારે સારી અને વ્યવહારિક બનાવવાની આશા રાખે છે.