Friday, September 20, 2024
More
    હોમપેજરાજકારણડોનાલ્ડ ટ્રમ્પની મહત્વપૂર્ણ ઘોષણા, રાષ્ટ્રપતિ બનવા પર ઈલોન મસ્કને કેબિનેટમાં મળશે સ્થાન:...

    ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વપૂર્ણ ઘોષણા, રાષ્ટ્રપતિ બનવા પર ઈલોન મસ્કને કેબિનેટમાં મળશે સ્થાન: ટેસ્લાના માલિકે કહ્યું- હું સેવા આપવા તૈયાર

    ટેસ્લાના માલિક અને દુનિયાના મોટા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. તેમણે X પર પોસ્ટ કરીને પોતાનો AI જનરેટ ફોટો અપલોડ કર્યો હતો અને કહ્યું હતું કે, "હું સેવા માટે તૈયાર છું."

    - Advertisement -

    અમેરિકી રાજકારણની ચર્ચા દુનિયાભરમાં ચાલી રહી છે. આ વર્ષે જ નવેમ્બરમાં અમેરિકી રાષ્ટ્રપતિ (US President) પદ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને અમેરિકા સહિત વિશ્વભરમાં ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. ચૂંટણીની તડામાર તૈયારી અને ચર્ચા વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પની એક મહત્વપૂર્ણ ઘોષણા સામે આવી છે. તેમણે જાહેરાત કરી છે કે, જો નવેમ્બરમાં તેઓ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતશે તો ઈલોન મસ્કને (Elon Musk) કેબિનેટમાં મહત્વનું સ્થાન આપશે અથવા તો વાઇટ હાઉસના સલાહકાર બનાવશે. તેમની આ જાહેરાત પર ઈલોન મસ્કની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

    રૉયટર્સના રિપોર્ટ અનુસાર, મંગળવારે (20 ઑગસ્ટ) અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી છે કે, નવેમ્બરમાં જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવશે તો ટેસ્લાના માલિક ઈલોન મસ્કને કેબિનેટમાં મહત્વનું સ્થાન આપશે અથવા તો વાઇટ હાઉસના સલાહકારની ભૂમિકા માટે તેમનો સંપર્ક કરશે. ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા માત્રથી અમેરિકી રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. તાજેતરમાં જ ઈલોન મસ્કએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એક ઇન્ટરવ્યૂમાં ભાગ લીધો હતો, જેના થોડા દિવસો બાદ જ ટ્રમ્પે આ ઘોષણા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સાક્ષાત્કારમાં પણ ઈલોનની પ્રશંસા કરી હતી.

    બીજી તરફ ટેસ્લાના (Tesla) માલિક અને દુનિયાના મોટા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. તેમણે X પર પોસ્ટ કરીને પોતાનો AI જનરેટ ફોટો અપલોડ કર્યો હતો અને કહ્યું હતું કે, “હું સેવા માટે તૈયાર છું.”

    - Advertisement -

    નોંધનીય છે કે, ઈલોન મસ્ક ટેસ્લા અને સ્પેસએક્સના (SpaceX) CEO છે, તેઓ અમેરિકી રાજકારણમાં પણ ઘણો ઉત્સાહ દર્શાવે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેઓ, Department Of Government Efficiency, DOGEથી સુશોભિત એક પોડિયમ પર ઉભેલા દેખાય છે.

    વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, ઈલોન મસ્ક પહેલાં 2020ની ચૂંટણીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનનું સમર્થન કરતાં હતા. જોકે, તેમણે તરત જ પોતાનું વલણ બદલી કાઢ્યું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું હતું. ટ્રમ્પ પર થયેલા હુમલા બાદથી અમેરિકી રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો અને ટ્રમ્પ એક હીરો તરીકે બહાર નીકળ્યા હતા. ત્યારબાદ પણ ઈલોન મસ્કે જણાવ્યું હતું કે, તેઓ સંપૂર્ણપણે ટ્રમ્પનું સમર્થન કરે છે અને તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી કામના કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં