Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણઅંતે ટ્રુડોએ સ્વીકાર્યું- કેનેડામાં રહે છે ખાલિસ્તાન સમર્થકો, પરંતુ વાસ્તવિકતા સ્વીકારવા પણ...

    અંતે ટ્રુડોએ સ્વીકાર્યું- કેનેડામાં રહે છે ખાલિસ્તાન સમર્થકો, પરંતુ વાસ્તવિકતા સ્વીકારવા પણ વડાપ્રધાન મોદીના નામની બનાવી ઢાલ

    જસ્ટિન ટ્રુડોએ આ નિવેદન ઓટાવા પાર્લામેન્ટમાં દિવાળી સમારોહને લઈને ભારતીય મૂળના કેનેડિયન નાગરિકોને સંબોધી રહ્યા હતા ત્યારે આપ્યું. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, "કેનેડામાં ખાલિસ્તાનના સમર્થકો રહે છે."

    - Advertisement -

    ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી તણાવ (India-Canada tension) વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ (Justin Trudeau) સરાજાહેર સ્વીકારી લીધું છે કે તેમના દેશમાં મોટી સંખ્યામાં ખાલિસ્તાનીઓ (Khalistan Supporters) વસે છે. ટ્રુડોના આ નિવેદન બાદ ભારતે કેનેડા પર લગાવેલા ખાલિસ્તાનીઓને શરણ આપવાના આરોપો આપોઆપ સિદ્ધ થઈ ગયા. જોકે ટ્રુડો હજુ પણ ભારત પ્રત્યે દ્વેષથી છલોછલ જોવા મળ્યા અને તેમણે કેનેડામાં ખાલિસ્તાનીઓની હાજરી સ્વીકારવાના ઉદાહરણ માટે પણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું.

    જસ્ટિન ટ્રુડોએ આ નિવેદન તેઓ ઓટાવા પાર્લામેન્ટમાં દિવાળી સમારોહમાં ભારતીય મૂળના કેનેડિયન નાગરિકોને સંબોધી રહ્યા હતા ત્યારે આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, “કેનેડામાં ખાલિસ્તાનના સમર્થકો રહે છે.” જોકે તેમણે આટલું સ્વીકારીને તરત જ પોતાનો અસલ રંગ દેખાડ્યો અને કહ્યું કે, “જેમ કેનેડામાં વસતા તમામ હિંદુ મોદી સમર્થક નથી, એમ જ કેનેડાના તમામ શીખ ખાલિસ્તાનીઓનું સમર્થન નથી કરતા.” જસ્ટિન ટ્રુડોએ અહીં પણ વડાપ્રધાન મોદીને વચ્ચે લાવીને મૂળ મુદ્દાને ઢાંકવા પ્રયાસ કર્યો. મૂળ મુદ્દો તે છે કે ભારત સરકાર ઘણા લાંબા સમયથી કહેતું આવ્યું છે કે કેનેડા ખાલિસ્તાનીઓને શરણ આપે છે. જે જસ્ટિન ટ્રુડોની વાતથી સાબિત થાય છે.

    આતંકવાદી નિજ્જરની હત્યા બાદ વણસ્યા ભારત-કેનેડાના સંબંધ

    નોંધનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ નિવેદન તેવા સમયે આપ્યું છે, જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. જેની શરૂઆત સપ્ટેમ્બર, 2023થી થઈ હતી. જૂન, 2023માં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા થઈ ગઈ હતી. ટ્રુડોએ ઇન્ટેલિજન્સ રિપોર્ટના નામે આ હત્યાના આરોપો ભારત પર લગાવી દીધા હતા અને કહ્યું હતું કે નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્સીઓ સામેલ હતી. ભારતે પછીથી આ આરોપોને સદંતર નકારી દઈને પુરાવાઓ માંગ્યા હતા. પરંતુ ટ્રુડો સરકાર આજદિન સુધી પુરાવા રજૂ કરી શકી નથી.

    - Advertisement -

    ભારતે કાઢી મૂક્યા 6 કેનેડિયન રાજદ્વારી

    ઉલ્લેખનીય છે કે જસ્ટિન ટ્રુડો અવારનવાર ભારત-કેનેડાના સંબધોમાં ખટાશ આવે તેવા નિવેદનો આપતા રહેતા હોય છે. તેમણે તાજેતરમાં જ ભારતીય ઉચ્ચાયુક્ત સંજય કુમાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ નિજ્જર હત્યા કેસમાં વધારે પડતો રસ લઈ રહ્યા છે અને કેસ પર નજર રાખી રહ્યા છે. જસ્ટિન ટ્રુડોની આ હરકત બાદ ભારતે પોતાના રાજદ્વારીઓને પરત બોલાવી લીધા હતા. આટલું જ નહીં, ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓને નિષ્કાષિત કરીને રવાના પણ કરી દીધા હતા. આટઆટલી પળોજણ બાદ જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે તેમની પાસે ભારત વિરુદ્ધ કોઈ જ પુરાવા નથી. તેમણે પુરાવાઓ વગર જ ભારત પર આટલા ગંભીર આરોપો લગાવી દીધા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં