બાંગ્લાદેશમાં (Bangladesh) શેખ હસીનાએ (Sheikh Hasina) રાજીનામું આપ્યા બાદ હિંદુઓ પર અત્યાચારોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશમાં (Attack By Islamist) હિંદુઓ તેમના ઘરો, મંદિરો અને પરિવારો પર થઇ રહેલા હુમલાઓના વિરોધમાં ફરી એક વખત રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઇસ્લામી કટ્ટરપંથીઓ હિંદુઓને ધાર્મિક ઓળખના કારણે નિશાનો બનાવીને હિંસા આચરી રહ્યા છે, તથા તેમની આજીવિકા પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે હવે હિંદુઓએ ફરીથી રસ્તા પર ઉતરવા માટેની ફરજ પડી છે. હિંદુઓને બાંગ્લાદેશમાં જાણે હાંસિયામાં ધકેલી દેવાયા હોય, તે રીતે ક્રૂરતા આચરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે લઘુમતી હિંદુઓ ન્યાય માંગવા રસ્તાઓ પર ઉતર્યા હતા.
અહેવાલો અનુસાર, હિંદુઓ અસ્થાયી રૂપે સ્થગિત કરાયેલા વિરોધ પ્રદર્શનને ફરીથી શરૂ કરવા 13 સપ્ટેમ્બરે એકઠા થયા હતા. બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના સભ્યો લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારોના વિરોધ સાથે પ્રદર્શન કરવા ઉમટી પડ્યા હતા. સાંજના 4:30 વાગ્યાની આસપાસ શરૂ કરાયેલી નાકાબંધીથી વાહનોની અવરજવર થંભી ગઈ હતી, જેના કારણે વિસ્તારમાં ભીડ ભેગી થઇ ગઈ હતી. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્થિત શાહબાગ ચોક પર હિંદુ સમાજના લોકો ધરણાં પર બેસી ગયા હતા અને સુરક્ષા અને ન્યાય માટેની અપીલ કરી હતી.
Dhaka Shahbag Blocked By Hindu Organisations For 5 Hours Demanding To The Government To Ensure Their Safety.
— বাংলার ছেলে 🇧🇩 (@iSoumikSaheb) September 13, 2024
They Left Shahbag Just Now After Announcing To Block Shahbag Again In Future If Safety Isnt Ensured #BangladeshCrisis pic.twitter.com/7wSvNcQBoE
સનાતની અધિકાર આંદોલનના સભ્યો, વિવિધ હિંદુ સંગઠનોના ગઠબંધન અને બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચે ઢાકામાં શાહબાગ ખાતે તેમની 8 મુદ્દાઓ અંગેની માંગણીઓ ફરીથી પુનરાવર્તિત કરી હતી. તથા સરકાર તેમની ચિંતાઓને દૂર કરવા માટે અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહી એવા આક્ષેપ સાથે ફરીથી પ્રદર્શન કરવા રસ્તાઓ પર ઉતર્યા હોવાનું પણ કહ્યું હતું. આ સિવાય સનાતની સમાજ- બાંગ્લાદેશના સભ્યોએ આઠ મુદ્દાની માંગણીઓ માટે ચટ્ટોગ્રામ શહેરના જમાલ ખાન ઈન્ટરસેક્શન પર રેલીનું આયોજન કર્યું હતું.
Massive protests in Bangladesh by Hindus in #Chattagram demanding minority rights.
— Shining Star (@ShineHamesha) September 14, 2024
The interim govt seems to be deaf.
And western media is downplaying the ordeal.pic.twitter.com/P5csH7ZRiY
હિંદુઓ દ્વારા કરાયેલ 8 માંગણીઓ
- તેમની આઠ માંગણીઓમાં સામેલ છે: સરકારના પતન પછી લઘુમતીઓ પર હુમલાની ઘટનાઓ અંગે ઝડપી ટ્રિબ્યુનલ ટ્રાયલ ચલાવવી.
- કોમી હિંસાનો ભોગ બનેલાઓને વળતર આપવું અને તેમનું પુનર્વસન કરાવવું.
- લઘુમતી સંરક્ષણ કાયદો બનાવવો.
- લઘુમતી બાબતો માટે મંત્રાલયની સ્થાપના.
- હિંદુ ધર્મ કલ્યાણ ટ્રસ્ટને હિંદુ ફાઉન્ડેશનમાં રૂપાંતરિત કરવું.
- બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ કલ્યાણ ટ્રસ્ટને ફાઉન્ડેશનમાં રૂપાંતરિત કરવું.
- સંપત્તિ અને મિલકતો પુનઃપ્રાપ્ત કરાવવી અને તેમના રક્ષણ માટે કાયદો ઘડવો.
- વેસ્ટેડ પ્રોપર્ટી કાયદાનો યોગ્ય રીતે અમલ કરવો અને દુર્ગા પૂજા માટે પાંચ દિવસની રજા જાહેર કરવી.
આ વિરોધ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પછીના 53 વર્ષમાં કોઈ પણ સરકારે દેશમાં હિંદુ સમુદાય પર થયેલા અત્યાચારો સામે કાર્યવાહી કરી નથી. જેના પરિણામે ગુનેગારોને વર્ષો સુધી પ્રોત્સાહન મળ્યું છે. તથા જયારે પણ કોઈ સંઘર્ષનો માહોલ ઉભો થાય છે, ત્યારે હિંદુ લઘુમતી દમન માટે મુખ્ય નિશાનો હોય છે.
ઉલ્લેખનીય છે કે, મહોમ્મદ યુનુસની વચગાળાની સરકારે સત્તામાં આવતા જ એવું નિવેદન આપ્યું હતું કે, બાંગ્લાદેશમાં થઇ રહેલી હિંસાઓ દરમિયાન તેઓ હિંદુ સમુદાયની રક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે. તથા તેમણે હિંદુ સમુદાયની માફી પણ માંગી હતી, જોકે તે પછી પણ હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારો અને હુમલાઓ યથાવત હતા.