Sunday, November 3, 2024
More
    હોમપેજક્રાઈમબાંગ્લાદેશના ઢાકામાં દુર્ગા પૂજા મંડપ પર ફેંકાયો પેટ્રોલ બૉમ્બ, પકડવા જતાં હિંદુ...

    બાંગ્લાદેશના ઢાકામાં દુર્ગા પૂજા મંડપ પર ફેંકાયો પેટ્રોલ બૉમ્બ, પકડવા જતાં હિંદુ શ્રદ્ધાળુઓને છરી હુલાવી: મોહમ્મદ સહિત બેની ધરપકડ

    જૂના ઢાકામાં કેટલાક લોકોએ દુર્ગાપૂજાના પંડાલને નિશાન બનાવ્યો. પંડાલમાં પહેલા પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યો. ત્યારબાદ જ્યારે પંડાલ સેવકોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો તો તેમના પર છરી હુલાવવામાં આવી.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) વિદ્યાર્થી આંદોલનની આડમાં સત્તા પલટાયા બાદથી હિંદુઓ પર સતત અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. હિંદુવિરોધી હિંસાની સેંકડો ઘટનાઓ બાદ નવી સરકારે પણ માન્યું હતું કે હિંસા થઈ છે અને હવે તકેદારી રાખવામાં આવશે. જોકે ફરી ધીમેધીમે હિંસાનો દોર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન દુનિયાભરમાં શક્તિ ઉપાસના ચાલી રહી છે, ત્યારે બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં દુર્ગા પૂજાના પંડાલ પર પેટ્રોલ બૉમ્બ (Petrol Bomb on Durga Puja Pandal) ફેંકાયો હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટના જૂના ઢાકાના તાતી બજારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના શુક્રવારની (11 ઑક્ટોબર, 2024) છે. અહીં જૂના ઢાકામાં કેટલાક લોકોએ દુર્ગા પૂજાના પંડાલને નિશાન બનાવ્યો. પંડાલમાં પહેલાં પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યો. ત્યારબાદ જ્યારે પંડાલ સેવકોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો તો તેમના પર છરી હુલાવવામાં આવી. ઘટનામાં પંડાલમાં સ્વયંસેવક તરીકે સેવા આપતા કેટલાક હિંદુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. પેટ્રોલ બૉમ્બ ફેંકાયાની ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

    આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમની ઓળખ મોહમ્મદ રિદોય અને મોહમ્મદ જિબોન તરીકે થઈ છે. તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

    - Advertisement -

    આ આખી ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક સફેદ કપડાં પહેરેલો વ્યક્તિ શ્રદ્ધાળુઓ વચ્ચેથી બહાર આવે છે એ જે તરફ દુર્ગામાતાની પવિત્ર પ્રતિમા છે, તે તરફ બોટલ ફેંકે છે અને ત્યાંથી ભાગી છૂટે છે. પંડાલમાં હાજર કેટલાક લોકોએ તેને રોકવાનો પ્રયાસ કરતાં તે તેમની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દે છે. આરોપી હથિયારના જોરે ભાગી છૂટવામાં સફળ થાય છે.

    આ મામલે ‘વોઈસ ઓફ બાંગ્લાદેશી હિંદુ’ X હેન્ડલ પરથી પણ એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં હુમલામાં ઘાયલ વ્યક્ત ને જોઈ શકાય છે. આરોપ છે કે આરોપીએ ઘાયલોને છાતી, પેટ અને માથાના ભાગે છરી હુલાવી દીધી હતી. અહેવાલોમાં આયોજકોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર વ્યક્તિ CCTVમાં કેદ થયો છે અને પોલીસ તેને પકડવા પ્રયત્ન કરી રહી છે.

    તેમણે જણાવ્યું કે, “સફેદ શર્ટ પહેરેલા વ્યક્તિએ દુર્ગા માતા તરફ એક બોટલ ફેંકી. બોટલમાં જ્વલનશીલ પદાર્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બોટલમાં લગભગ કેરોસીન હતું. ઘાયલ તમામ હિંદુ સમુદાયના છે. ઈજાગ્રસ્તોને હાથ, પગ, ગળા અને છાતીમાં ચાકુ મારવામાં આવ્યું હતું.” નોંધવું જોઈએ કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા હજુ પણ યથાવત છે અને વિશ્વ આખામાં તેનો વિરોધ ચાલી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં