Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમડોનાલ્ડ ટ્રમ્પ પર ફરીવાર હુમલો કરવાનું ચાલી રહ્યું છે ષડયંત્ર?: રિપબ્લિકન પાર્ટી...

    ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરીવાર હુમલો કરવાનું ચાલી રહ્યું છે ષડયંત્ર?: રિપબ્લિકન પાર્ટી કન્વેન્શનની બહાર AK-47 સાથે યુવકની ધરપકડ, છરો લઈને આવેલો શખ્સ ઠાર

    બંને ઘટનાઓને લઈને અમેરિકી પોલીસ સહિતના સુરક્ષાદળો એલર્ટ પર છે. જે કન્વેન્શન વેન્યુની બહાર આ બંને ઘટનાઓ બનવા પામી છે. ત્યાં જ સોમવારે (15 જુલાઈ, 2024) ટ્રમ્પને આધિકારિક રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, હવે ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં પણ ઘણો વધારો કરી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર 13 જુલાઈના રોજ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અચાનક ગોળીબાર થતાં તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. સિક્રેટ સર્વિસના જવાને આરોપીને ઘટનાસ્થળ પર જ ઠાર કરી દીધો હતો. પરંતુ લાગી રહ્યું છે કે, હજુ પણ ટ્રમ્પ પર ફરીવાર હુમલો કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. અમેરિકાના મિલવૉકી (Milwaukee) શહેરમાં રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શનની બહાર અમેરિકી પોલીસે (American Police) AK-47 સાથે એક 21 વર્ષના યુવકની ધરપકડ કરી છે. તેના થોડા સમય બાદ જ એક શખ્સ બંને હાથમાં છરા લઈને તે તરફ ઘસી આવ્યો હતો. જોકે, પોલીસે તેને ઘટનાસ્થળે જ ઠાર કરી દીધો છે.

    આ ઘટના મંગળવારે (16 જુલાઈ, 2024) બનવા પામી હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના (Republican Party) કન્વેન્શન રૂમમાં હાજર હતા. બહાર સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા હતા. દરમિયાન જ ત્યાં એક 21 વર્ષનો યુવક હાથમાં AK-47 રાયફલ લઈને ઘૂસી આવ્યો હતો. જોકે, સુરક્ષાદળોએ તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ થોડા જ કલાકમાં 43 વર્ષનો એક શખ્સ બંને હાથમાં છરા લઈને ત્યાં ઘસી આવ્યો હતો. તેણે એક વ્યક્તિ પર પણ હુમલો પણ કરી દીધો હતો. ત્યારબાદ પોલીસે તરત જ તેના પર ગોળીબાર કરી દીધો હતો. જેમાં તેનું મોત થયું છે.

    આ બંને ઘટનાઓને લઈને અમેરિકી પોલીસ સહિતના સુરક્ષાદળો એલર્ટ પર છે. જે કન્વેન્શન વેન્યુની બહાર આ બંને ઘટનાઓ બનવા પામી છે. ત્યાં જ સોમવારે (15 જુલાઈ, 2024) ટ્રમ્પને આધિકારિક રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, હવે ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં પણ ઘણો વધારો કરી દેવામાં આવ્યો છે. હાલ પણ પોલીસ એ ઘટનાને લઈને તપાસમાં જોતરાયેલી છે.

    - Advertisement -

    ડોનાલ્ડ ટ્રમ્પ પર થયો હતો હુમલો

    ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના (Pennsylvania) બટલર ખાતે એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. ભાષણ વચ્ચે જ ધાણીફૂટ ગોળીબાર શરૂ થઈ ગયો હતો અને હજુ કોઈ કશું સમજે તે પહેલાં જ એક ગોળીએ ટ્રમ્પના કાનને વીંધી નાંખ્યો હતો. ગોળી ટ્રમ્પના કાન નજીકથી નીકળી જતાં વધુ ગંભીર ઈજા પહોંચી ન હતી. ઘટના બાદ તરત સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા અને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પર એઆર પ્રકારની રાયફલથી 8 જેટલા રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. 20 વર્ષનો હુમલાખોર થોમસ મેથ્યુ ક્રુક્સ સભાસ્થળની નજીક આવેલી બિલ્ડીંગની છત પર સંતાયો હતો અને ત્યાંથી જ તેણે ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે, હુમલાખોર જો બાયડનની પાર્ટીને ફંડ પણ આપતો હતો. હાલ પણ તે મામલે તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં