વિદેશોમાં પકડાયેલા ભિખારીઓમાં 90 ટકા ભિખારીઓ પાકિસ્તાનના (Pakistani Beggars) છે. રસપ્રદ વાત એ છે કે, આમાંના મોટા ભાગના પાકિસ્તાનીઓ તીર્થયાત્રીઓ તરીકે આરબ દેશોમાં આવે છે અને ત્યાં પાકીટમારી કરવાનું શરૂ કરે છે. સાઉદી અરેબિયાએ કહ્યું છે કે આ પાકિસ્તાની ખિસ્સાકાતરુઓને કારણે તેની જેલો ભરેલી છે.
સાઉદી અરેબિયાએ વિદેશ મંત્રાલયના અધિકારીઓની બેઠકમાં પાકિસ્તાનને તેના હજ ક્વોટામાંથી હજયાત્રીઓની પસંદગી કરવામાં સાવચેત રહેવા જણાવ્યું છે. ઓવરસીઝ પાકિસ્તાનીઓ પર સેનેટની સ્ટેન્ડિંગ કમિટીને બુધવારે (27 સપ્ટેમ્બર 2023) માહિતી આપવામાં આવી હતી કે પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ભિખારીઓ વિદેશ જઈ રહ્યા છે, જેનાથી ‘માનવ તસ્કરી’ થઈ રહી છે.
DAWNના અહેવાલ અનુસાર, પાકિસ્તાનના સ્થળાંતર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ ઝુલ્ફીકાર હૈદરે કુશળ અને અકુશળ કામદારોના પાકિસ્તાન છોડવાના મુદ્દા પર સેનેટ પેનલમાં ચર્ચા દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. આ દરમિયાન હૈદરે સમિતિને માહિતી આપી હતી કે અન્ય દેશોમાં પકડાયેલા ’90 ટકા ભિખારીઓ’ પાકિસ્તાની મૂળના છે. તેમણે કહ્યું કે ઘણા ભિખારીઓએ સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાક જવા માટે ઉમરાહ વિઝા મેળવ્યા હતા.
ہمارے بھکاری سب سے زیادہ بیرون ملک جا رہے ہیں، سیکرٹری وزارت اوورسیز پاکستانیز pic.twitter.com/h6a3lGuss5
— Geo News Urdu (@geonews_urdu) September 27, 2023
મક્કામાં મસ્જિદ અલ-હરમ જેવા પવિત્ર સ્થળો પર પકડાયેલા મોટા પાયે ખિસ્સાકાતરુઓ પાકિસ્તાની નાગરિકો હોવાનો પણ તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. સેનેટ પેનલમાં આ સમય દરમિયાન, મધ્ય પૂર્વને ‘ખિસ્સાકાતરુઓ’ના મુખ્ય સ્થળ તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
સાઉદી અરેબિયા એ વાતથી ખૂબ નારાજ છે કે પાકિસ્તાનથી ભિખારીઓ અને ખિસ્સાકાતરુઓ ઉમરાહ વિઝા પર આવે છે. તેની પાછળનું કારણ એ છે કે આ દેશ દ્વારા તેમને રોજગાર માટે ત્યાં બોલાવવામાં આવતા નથી, કારણ કે અરબ લોકો કુશળ કામદારો તરીકે પાકિસ્તાનીઓ પર વિશ્વાસ કરતા નથી.
આ માટે આ દેશો ભારતીય અને બાંગ્લાદેશી કામદારો પર વધુ નિર્ભર છે. પાકિસ્તાન સેનેટ પેનલમાં ચર્ચા દરમિયાન ખુદ પાકિસ્તાનના વિદેશી અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ ઝુલ્ફીકાર હૈદરે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે સાઉદી અરેબિયા હવે અકુશળ લોકોની જગ્યાએ કુશળ કામદારોને પ્રાધાન્ય આપે છે.
સેનેટ પેનલમાં ચર્ચા દરમિયાન, સેનેટર રાણા મહમૂદ-ઉલ-હસને જાપાન જેવા દેશોમાં કુશળ કામદારોમાં પાકિસ્તાનની તુલનાત્મક રીતે ઓછી રજૂઆતનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સિવાય તેમણે જણાવ્યું કે વિદેશમાં પકડાયેલા મોટાભાગના ભિખારીઓ પાકિસ્તાનના હતા. તેમણે કહ્યું કે ઈરાક અને સાઉદી અરેબિયાના રાજદૂતોએ માહિતી આપી હતી કે તેમની ધરપકડના કારણે તેમના દેશોમાં ગુનેગારોને જેલમાં રાખવા માટે કોઈ જગ્યા બચી નથી. જેના કારણે માનવ તસ્કરીનો ખતરો ઉભો થયો છે.