Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણતુર્કીમાં હજાર વર્ષ જૂનું ચર્ચ તોડીને મસ્જિદ બનવા પર મોમાં મગ ઠુંસનાર...

    તુર્કીમાં હજાર વર્ષ જૂનું ચર્ચ તોડીને મસ્જિદ બનવા પર મોમાં મગ ઠુંસનાર ‘OIC’ના 57 મુસ્લિમ દેશોને રામ મંદિરથી લાગ્યા મરચા, રોદણાં રડવાના કર્યા શરૂ

    આ કોઈ પહેલી વાર નથી કે ભારતની કોઈ આંતરિક બાબતમાં આ ઇસ્લામિક સંગઠને પોતાનું નાક નાં ઘુસવ્યું હોય. જમ્મુ-કાશ્મીરની વાત હોય કે પછી ધારા 370. OIC હંમેશા તેના વિશે ટીપ્પણી આપતું આવ્યું છે. જોકે તેની પાછળનું અન્ય એક કારણ તે પણ છે કે પાકિસ્તાન આ ઇસ્લામિક સંગઠનનું એક્ટીવ સભ્ય છે.

    - Advertisement -

    ગત 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ શુભ અવસરે આખા દેશે ઉત્સવ મનાવ્યો, ઠેર-ઠેર ભગવાન રામની શોભાયાત્રાઓ પણ નીકળી. માત્ર ભારત જ નહીં, અમેરિકા સહિતના અનેક દેશોએ પણ આ અવસરને વધાવ્યો. પણ કેટલાક દેશો એવા પણ છે જેમને ભગવાન રામના ભવ્ય મંદિર અને પ્રાણપ્રતિષ્ઠા જોઇને પેટલા તેલ રેડાયું છે. વાસ્તવમાં ઇસ્લામિક દેશોના સંગઠન OICના (Organisation of Islamic Cooperation) 57 મુસ્લિમ દેશોને રામ મંદિરથી મરચા લાગ્યા છે.

    OIC એ મુસ્લિમ દેશોનું એક સંગઠન છે. આ સંગઠનમાં કુલ 57 દેશો સામેલ છે. આ સંગઠન પોતાને વિશ્વના મુસ્લિમોનો આવાજ માને છે અને તેમના અધિકારો માટે લડત આપતા હોવાનો દાવો કરે છે. આ સંગઠનમાં સંયુક્ત રાષ્ટ્ર અને યુરીપીય સંઘના સ્થાયી પ્રતિનિધિ મંડળ છે. આ સંગઠનની સ્થાપના 1969માં મોરોક્કો ખાતે થઇ હતી. પોતાને દુનિયા ભરના મુસ્લિમોનું મસિહા માનતું Organisation of Islamic Cooperation (OIC) અનેક વખત ભારત વિરુદ્ધ પ્રતિક્રિયાઓ આપી ચુક્યું છે.

    OICના 57 મુસ્લિમ દેશોને રામ મંદિરથી મરચા લાગ્યા

    તાજેતરમાં OICને રામ મંદિરને લઈને વાંધો પડ્યો છે. સંગઠને રામ મંદિરને લઈને એક અધિકારીક નિવેદન પણ જાહેર કર્યું છે. આ નિવેદન પત્રમાં કહેવામાં અવું છે કે “અયોધ્યામાં પહેલાથી બનેલી બાબરી મસ્જિદને ધ્વસ્ત કરીને બનાવવામાં આવેલા રામ મંદિરના ઉદ્ઘાટનની નિંદા કરીએ છીએ.” OICને કદાચ તે નથી ખબર કે અયોધ્યામાં બનેલું ભવ્ય રામ મંદિર એ છેલ્લા 500 વર્ષની લડત અને ભારતના સંવિધાન મુજબની ન્યાય પ્રણાલીની લાંબી ન્યાયિક લડત બાદ બન્યું છે. બાબરીના ઢાંચાની જગ્યાએ બનેલું ભગવાનનું મંદિર એ ભારતમાં તટસ્થ ન્યાયપ્રણાલીનું જીવંત ઉદાહરણ છે.

    - Advertisement -

    ભારત અને ભારતની ન્યાય પ્રણાલીમાં હસ્તક્ષેપ કેમ?

    અહીં પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે વિશ્વના સહુથી મોટા લોકતાંત્રિક દેશ ભારત અને તેના સંવિધાન આધારે ચાલતી ન્યાય પ્રણાલી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરવાનો આધિકાર IOCને આપ્યો છે જ કોણે? શું આ ઇસ્લામિક સંગઠનની આંખો પર મઝહબી પટ્ટીઓ બાંધેલી છે કે તેમને ન્યાયિક લડતમાં હિંદુ પક્ષે મુકવામાં આવેલા તથ્યો અને પુરાવાઓ નજરે નથી પડ્યા? આટલું જ નહીં, રામ મંદિરપર અકળામણ વ્યક્ત કરતા સંગઠને તેમ પણ કહ્યું હતું કે , “OICના મહાસચિવે અયોધ્યામાં પહેલેથી બનેલી બાબરી મસ્જિદને ધ્વસ્ત કરીને બનેલા રામ મંદિર પર ચિંતા વ્યક્ત કરી છે. પાછળના સત્રોમાં વિદેશ મંત્રીઓની પરિષદ દ્વારા વ્યક્ત OICની સ્થિતિ અનુરૂપ જનરલ સચિવાલય આ કાર્યની (રામ મંદિર) નિંદા કરે છે. તેમનું (ભારતીય સંવિધાન)નું લક્ષ બાબરી મસ્જિદ જેવા ઇસ્લામિક સ્થળોને નષ્ટ કરવાનું છે. બાબરી મસ્જિદ પાંચ સદીઓથી ત્યાં ઉભી હતી.”

    પોતાના નિવેદનમાં બાબરી ઢાંચાનો પક્ષ લઇ રહેલા OICને કદાચ તે નથી ખબર કે બાબરના રામ મંદિર તોડ્યા બાદ તે સ્થળે બાબરીનો ઢાંચો ઉભો કરવામાં આવ્યો હતો. ભારતીય શોધ એજન્સીઓ અને પુરાતત્વ વિભાગ દ્વારા પણ તે સાબિત થયું હતું કે બાબરી ઢાંચા પહેલા ત્યાં ભવ્ય હિંદુ મંદિર હતું. ભારતના સંતોએ પુરાણો અને શાસ્ત્રોના તથ્યો સહિતની દલીલોથી કોર્ટમાં સાબિત કર્યું હતું કે બાબરી ઢાંચાની જગ્યાએ વાસ્તવમાં ભગવાન રામની જન્મભૂમિ છે. અને આ લાંબી લડત અને પુરાવાઓ જોયા બાદ ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા હિંદુ પક્ષને ન્યાય આપવામાં આવ્યો અને ત્યાં મંદિર બંધાયું છે.

    આ એજ OIC છે, જે તુર્કીમાં અંદાજે 1000થી 1500 વર્ષ જૂનું ચર્ચ તોડીને મસ્જિદ બનાવવા પર ચુપ રહ્યું હતું

    અન્ય દેશોની આંતરિક બાબતોમાં પરાણે પોતાનું નાક ઘુસેડતું OIC તે કેમ ભૂલી જાય છે કે જયારે તુર્કીમાં અંદાજે 1000થી 1500 વર્ષ જૂનું ચર્ચ તોડીને મસ્જિદ ઉભી કરવામાં આવી છે. ચર્ચ માંથી મસ્જિદ અને મસ્જિદ માંથી ‘હાગીયા સોફિયા‘સંગ્રહાલય બનાવવામાં આવેલા માળખાને જયારે ફરી મસ્જિદ બનાવવામાં આવી ત્યારે આ ઇસ્લામિક મસિહા સંગઠનના મોઢામાં મગ ઠુંસાઈ ગયા હતા.

    માત્ર ‘હાગીયા સોફિયા’ જ નહીં, તુર્કીના અતિ પ્રાચીન ‘ચોરા ચર્ચ‘ને પણ ત્યાની ઇસ્લામિક સરકારે તોડીને મસ્જિદ બનાવવાની ઘોષણા કરી હતી. તે સમયે પણ આ ઇસ્લામિક સંગઠને આંખ આડા કાન કર્યા હતા. આ ઘટના બાદ આખા વિશ્વમાં તેનો મુદ્દો ઉઠ્યો હતો પણ હરામ જો OICના પેટનું પાણી પણ હલ્યું હોય. આ બંને જગ્યાએ મસ્જીદો ઉભી કરવામાં આવી. ત્યાં નમાજ પણ પઢવામાં આવે છે. ત્યારે તો OICએ કોઈ નિંદા ન કરી.

    ભારતની નીતિઓમાં પરાણે નાક ઘુસવવું OICની જૂની આદત

    ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલી વાર નથી કે ભારતની કોઈ આંતરિક બાબતમાં આ ઇસ્લામિક સંગઠને પોતાનું નાક નાં ઘુસવ્યું હોય. જમ્મુ-કાશ્મીરની વાત હોય કે પછી ધારા 370. OIC હંમેશા તેના વિશે ટીપ્પણી આપતું આવ્યું છે. જોકે તેની પાછળનું અન્ય એક કારણ તે પણ છે કે પાકિસ્તાન આ ઇસ્લામિક સંગઠનનું એક્ટીવ સભ્ય છે. આ સંગઠન પાકિસ્તાનની તરફેણ લઈને કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ નિવેદન આપી ચુક્યું છે. જે સમયે કલમ 370 નાબુદ કરવામાં આવી ત્યારે પણ OICને પેટમાં તેલ રેડાયું હતું. પાકિસ્તાને પણ આ સંગઠનની ઓથ લઈને કાશ્મીર મુદ્દે રોકકળ કરી મૂકી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં