આજે ભારતના 77મા સ્વતંત્રતા દિવસે અમે આપને ઇતિહાસના એક એવા વિષય વિશે અવગત કરાવવાના છીએ કે જેનાથી મોટા ભાગના ભારતીયો અજાણ છે. આ વિષય મોહનદાસ ગાંધી, જવાહરલાલ નેહરુ, ભારતની સ્વતંત્રતા, તિરંગો અને યુનિયન જેક સાથે જોડાયેલો છે. જે બ્રિટિશ શાસનના કારણે લાખો ભારતીયોના મૃત્યુ થયા જવાહરલાલ નેહરુ આઝાદી બાદ તેનો ધ્વજ ઉતારવાની વિરુદ્ધ હતા. એટલું જ નહીં, મોહનદાસ કરમચંદ ગાંધી માનતા હતા કે દેશના ધ્વજમાં ‘યુનિયન જેક’ (બ્રિટિશ સામ્રાજ્યનો રાષ્ટ્રીય ધ્વજ) પણ હોવો જોઈએ.
વાસ્તવમાં, દેશની આઝાદી પછી પહેલીવાર તિરંગો લાલ કિલ્લા પર ફરકાવવામાં આવ્યો ન હતો. દેશના પ્રથમ વડાપ્રધાન બનેલા નેહરુએ પ્રથમ વખત ઈન્ડિયા ગેટ પાસેના પ્રિન્સેસ પાર્કમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. ભારતની આઝાદીના દિવસે, એટલે કે 15 ઓગસ્ટ 1947ના રોજ, લોર્ડ માઉન્ટબેટન છેલ્લા ગવર્નર જનરલ તરીકે શપથ લીધા બાદ પ્રિન્સેસ પાર્કમાં આયોજિત મુખ્ય સમારોહમાં પહોંચ્યા હતા.
પ્રિન્સેસ પાર્કમાં આયોજિત કાર્યક્રમમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નેહરુ બ્રિટિશ સરકારનો ધ્વજ ‘યુનિયન જેક’ ઉતારશે અને ત્યારબાદ ત્રિરંગો ફરકાવવામાં આવશે. જો કે, આ પહેલા લોર્ડ માઉન્ટબેટને નેહરુને કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે યુનિયન જેક નીચે ન આવે, કારણ કે તેનાથી તેઓ નારાજ થઇ શકે છે. આ પછી નેહરુ માઉન્ટબેટનની વાતથી સંમત થયા અને યુનિયન જેકને ઉતાર્યા વિના ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
On August 15, 1947, Mountbatten told Nehru to not lower the Union Jack because it would make him unhappy. Nehru agreed. The INA protested, they weren’t allowed to enter the Red Fort. The British flag wasn’t even lowered on our Independence Day: @ProfKapilKumar at @JaipurDialogues pic.twitter.com/dyNVTijSbt
— Anand Ranganathan (@ARanganathan72) November 6, 2022
જ્યારે નેહરુને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ દેશની આઝાદી પછી દરેકને ખુશ જોવા માગે છે, તેથી જો તેઓ યુનિયન જેક ઉતારે છે અથવા હટાવે છે, તો તે કોઈપણ અંગ્રેજો (માઉન્ટબેટન)ની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. તેથી, તેમણે યુનિયન જેક નીચે ઉતાર્યો ન હતો.
ગાંધી ચાહતા હતા કે તિરંગામાં એક બાજુ હોય ‘યુનિયન જેક’
આટલું જ નહીં મોહનદાસ કરમચંદ ગાંધી ભારતીય તિરંગા ધ્વજમાં અશોક ચક્રના ઉપયોગથી ખુશ ન હતા. મહાત્મા ગાંધી બે કારણોસર તિરંગાની ડિઝાઇનથી નાખુશ ન હતા. પ્રથમ, તિરંગામાં યુનિયન જેકની ગેરહાજરી અને બીજું ચરખાને બદલે અશોક ચક્રનો ઉપયોગ. ‘ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી‘ અનુસાર, ગાંધીએ એક પત્રમાં ભારતના છેલ્લા ગવર્નર જનરલ માઉન્ટબેટન દ્વારા પ્રસ્તાવિત ધ્વજને સમર્થન આપ્યું હતું, જેમાં કોંગ્રેસના ધ્વજ સાથે યુનિયન જેકનો સમાવેશ થતો હતો.
મહાત્મા ગાંધીએ ભારતના રાષ્ટ્રધ્વજમાં યુનિયન જેકનો સમાવેશ કરવા માટે દલીલ કરતા તેમના પત્રમાં જણાવ્યું હતું કે, “જે અંગ્રેજોએ ‘પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ભારત છોડ્યું હતું’ તેમણે ભારતીયોને નુકસાન પહોંચાડ્યું હશે, પરંતુ આ બધામાં તેમના ઝંડાનો કોઈ વાંક નહોતો.”
ભારતના રાષ્ટ્રધ્વજમાં યુનિયન જેકનો સમાવેશ ન કરવા અંગે નિરાશા વ્યક્ત કરતાં તેમણે કહ્યું, “આપણા ધ્વજના એક ખૂણામાં યુનિયન જેક હોય તેમાં ખોટું શું છે? અંગ્રેજોએ આપણને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ તેમના ધ્વજે નુકસાન પહોંચાડ્યું નથી. આપણે અંગ્રેજોના ગુણોનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેઓ સ્વેચ્છાએ આપણા હાથમાં સત્તા છોડીને ભારત છોડી રહ્યા છે.”
મોહનદાસ ગાંધીએ વધુમાં કહ્યું, “અમે લોર્ડ માઉન્ટબેટનને અમારા મુખ્ય દ્વારપાળ તરીકે રાખીએ છીએ. આટલા લાંબા સમય સુધી તેઓ અંગ્રેજ રાજાનો સેવક રહ્યા છે. હવે તેમણે આપણા સેવક બનવું પડશે. જો આપણે તેને આપણા સેવક તરીકે નિયુક્ત કરીએ તો આપણા ધ્વજના એક ખૂણામાં યુનિયન જેક પણ હોવો જોઈએ. આ ભારત સાથે વિશ્વાસઘાત સમાન નથી.”
‘હું તિરંગાને સલામી નહિ આપી’- ગાંધી
મોહનદાસ ગાંધીએ વારંવાર પુનરોચ્ચાર કર્યો હતો કે 1931માં કોંગ્રેસ પાર્ટીએ જે ધ્વજ અપનાવ્યો હતો તે જ ભારતીય ધ્વજ હોવો જોઈએ. કોંગ્રેસનો ધ્વજ ભારતીય રાષ્ટ્રધ્વજ જેવો જ હતો, પરંતુ તેમાં અશોક ચક્રને બદલે ચરખો હતો. ગાંધી ઈચ્છતા હતા કે સ્વતંત્ર ભારત યુનિયન જેક સાથે તે જ ધ્વજ અપનાવે. તેથી, જ્યારે ચરખાની જગ્યાએ અશોક ચક્રનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરવામાં આવી, ત્યારે તે એટલા ગુસ્સે થયો કે તેમણે જાહેરાત કરી કે તેઓ ધ્વજને સલામી નહીં આપે.
6 ઓગસ્ટ 1947ના રોજ લાહોરમાં આપેલા એક નિવેદનમાં ગાંધીજીએ કહ્યું હતું કે, “મારે કહેવું જ જોઇએ કે, જો ભારતીય સંઘનો ધ્વજ ચરખાના પ્રતીકને મૂર્ત બનાવશે નહીં, તો હું તે ધ્વજને સલામ કરવાનો ઇનકાર કરીશ. તમે જાણો છો કે ભારતના રાષ્ટ્રધ્વજ વિશે મેં સૌપ્રથમ વિચાર્યું હતું, અને હું ચરખાના પ્રતીક વિના ભારતના રાષ્ટ્રધ્વજની કલ્પના કરી શકતો નથી.”
આ અવતરણ મહાત્મા ગાંધીના કલેક્ટેડ વર્ક્સના વોલ્યુમ 96 માં જોવા મળે છે. જવાહરલાલ નેહરુએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે ડિઝાઇનમાં ફેરફાર એટલો નોંધપાત્ર નથી, અને નવા રાષ્ટ્રીય ધ્વજમાંનું ચક્ર પણ ચરખાનું પ્રતીક છે. ચક્ર સુદર્શન ચક્રનું પણ પ્રતિનિધિત્વ કરે છે તેવી દલીલને નકારી કાઢતાં ગાંધીજીએ કહ્યું છે કે, “કેટલાક ચક્રને સુદર્શન ચક્ર તરીકે વર્ણવે છે, પરંતુ હું જાણું છું કે સુદર્શન ચક્રનો અર્થ શું છે.”
તેમણે હરિજનબંધુમાં પણ લખ્યું હતું કે, “જો અમારા કાઉન્સિલરોએ મૂળ ધ્વજની ડિઝાઈનમાં દખલ કરવાનું ક્યારેય ન વિચાર્યું હોત તો કંઈ જ ગુમાવ્યું ન હોત.” કલાત્મક કારણોસર ચક્રની પસંદગીને નકારી કાઢતાં, તેમણે લખ્યું, “હું ઉપરોક્ત રેખાઓ પર સંશોધિત ધ્વજને સલામ કરવાનો ઇનકાર કરીશ, ભલે તે કલાત્મક હોય” (મહાત્મા ગાંધીના કલેક્ટેડ વર્ક્સના વોલ્યુમ 96માં પ્રકરણ 222).