પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તુનખામાં ઇશનિંદાના આરોપસર ઇસ્લામી કટ્ટરપંથીઓના ટોળાંએ એક યુવકની હત્યા કરી નાખી છે. જાણવા મળી રહ્યું છે કે, તે યુવક પર કુરાનનાં પાનાં સળગાવવાનો આરોપ હતો. પોલીસે તેને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશનમાં બેસાડયો હતો. પરંતુ કટ્ટરપંથીઓને લાગ્યું કે કાયદાકીય સજા તેના માટે ઓછી છે. તેથી મુસ્લિમોના ટોળાં પહેલાં પોલીસ સ્ટેશન પહોંચ્યાં, ત્યાં ભારે હોબાળો કર્યો. ત્યારબાદ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી અને યુવકને બહાર કાઢીને તેની હત્યા કરી નાખી. ત્યારબાદ તેને પણ આગમાં ફેંકી દેવામાં આવ્યો.
પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપસર યુવકની હત્યા પાછળનું સૌથી મોટું કારણ મસ્જિદોમાંથી થયેલાં એલાનો છે. મસ્જિદોમાંથી વારંવાર ઇશનિંદા કરી હોવાના એલાન થયાં હતાં. ત્યારબાદ જ કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાં યુવકને મારી નાખવા માટે એકઠા થઈ ગયા હતાં. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, ગુરુવારે (20 જૂન) રાત્રે ખૈબર પખ્તુનખાના સ્વાત જિલ્લાના મદની વિસ્તારમાં કુરાનનું અપમાન કરનારા યુવકની ટોળાંએ હત્યા કરી દીધી છે. આ ઘટનામાં 8 પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા છે.
સ્વાત જિલ્લા પોલીસ અધિકારી (DPO) ઝહિદુલ્લાએ કહ્યું કે, મૃતક સિયાલકોટનો રહેવાસી હતો અને વ્યક્તિ પર પવિત્ર કુરાનના કેટલાક પાનાં સળગાવવાનો આરોપ હતો. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો, પરંતુ થોડા સમય બાદ ટોળાંએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને પોલીસે ભીડને કાબૂમાં લેવા હવામાં ફાયરિંગ પણ કર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ભીડ એટલી મોટી હતી કે, તેને કાબૂમાં રાખવી અશક્ય હતી. આ દરમિયાન ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો અને આગ લગાવી દીધી હતી. ત્યારબાદ યુવકને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો અને તેને બહાર કાઢ્યો હતો. વ્યક્તિના મોત બાદ ટોળાએ તેના મૃતદેહને પણ આગ ચાંપી દીધી હતી.
Pakistan: These people are cheering to see a Man being burnt aIive over blasphemy charges..
— Mr Sinha (@MrSinha_) June 22, 2024
Wait for a few more years, they'll start practicing it in India as well…
Monsters 😐pic.twitter.com/OF0EeOeYNe
પાકિસ્તાનમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, યુવકનો મૃતદેહ આગમાં સળગી રહ્યો છે અને કટ્ટરપંથીઓની ભીડ ચારે બાજુ ઊભી રહીને મઝહબી નારા લગાવી રહી છે. આગમાં જૂતા ફેંકવામાં આવી રહ્યા છે. પાછળથી સીટીનો અવાજ પણ આવી રહ્યો છે.
પાકિસ્તાનના લોકોને આ રીતે ઈસ્લામિક કટ્ટરપંથીઓની ક્રૂરતા જોઈને બહુ આશ્ચર્ય થતું નથી, કારણ કે આ કોઈ પહેલો કિસ્સો નથી કે જ્યારે તેમણે કોઈને આટલી નિર્દયતાથી મોતને ઘાટ ઉતાર્યા હોય. મે મહિનાના અંતમાં જ પાકિસ્તાનના પૂર્વ પંજાબ વિસ્તારમાં એક ખ્રિસ્તી યુવકને ઇશનિંદાના આરોપમાં ટોળાએ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ફેબ્રુઆરીમાં પણ કુરાનનું અપમાન કરવાના આરોપમાં ટોળાએ એક મુસ્લિમ વ્યક્તિની હત્યા કરી નાખી હતી.