Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશબંગાળમાં હવે ટીકા પણ અસહ્ય: રેપ-મર્ડર કેસ મામલે યુવકે CM મમતાને પ્રશ્ન...

    બંગાળમાં હવે ટીકા પણ અસહ્ય: રેપ-મર્ડર કેસ મામલે યુવકે CM મમતાને પ્રશ્ન શું કર્યા, પકડીને જેલભેગો કરી દેવાયો- સોશિયલ મીડિયા પર કરી હતી પોસ્ટ

    મમતા બેનર્જીની ટીકા કરનાર યુવકની ઓળખ સાગનિક લાહા તરીકે થઈ છે. તે પોલિટેકનિકનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. તેણે તાજેતરના RG હૉસ્પિટલના કેસ મામલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર TMC સરકાર પર સવાલો ઉઠાવીને સીએમ મમતા બેનર્જીની ટીકા કરી હતી.

    - Advertisement -

    કોલકાતાની ટ્રેની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને પશ્ચિમ બંગાળની મમતા સરકાર સવાલોના ઘેરામાં છે. બંગાળ જ નહીં પણ દેશભરમાંથી પ્રશ્નો સરકાર અને પોલીસ પર ઉઠી રહ્યા છે. કલકત્તા હાઈકોર્ટ પણ સરકારની નકામીને લઈને તેની ઝાટકણી કાઢી ચૂકી છે. પરંતુ તેમ છતાં મમતા સરકારથી પોતાની ટીકા સહન થઈ રહી નથી. તાજેતરમાં જ ટ્રેની ડૉક્ટર હત્યા અને બળાત્કાર કાંડ પર મમતા બેનર્જીની ટીકા કરવા બદલ એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આટલું જ નહીં, તેને કોર્ટમાં રજૂ કરીને જેલમાં પણ મોકલી દેવાયો અને તેના જામીન પણ નામંજૂર કરી દેવામાં આવ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મમતા બેનર્જીની ટીકા કરનાર યુવકની ઓળખ સાગનિક લાહા તરીકે થઈ છે. તે પોલિટેકનિકનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. તેણે તાજેતરના RG હૉસ્પિટલના કેસ મામલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર TMC સરકાર પર સવાલો ઉઠાવીને સીએમ મમતા બેનર્જીની ટીકા કરી હતી. આ પોસ્ટ મૂકવા બદલ બંગાળની પોલીસે તેને તાત્કાલિક ઉઠાવી લીધો અને જેલમાં પૂરી દીધો. પોલીસનો આરોપ છે કે તેણે સીએમ બેનર્જી વિરુદ્ધ ‘અપમાનજનક શબ્દો’નો પ્રયોગ કર્યો હતો. તેની ધરપકડ શુક્રવારે (16 ઑગસ્ટ, 2024) કરવામાં આવી.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયામાં સરકારને સવાલોના ઘેરામાં મૂકતી પોસ્ટ કર્યા બાદથી જ તેને TMC સમર્થકો દ્વારા પ્રતાડિત કરવામાં આવી રહ્યો હતો. તે પ્રતાડનાથી ડરી ગયો હતો અને અંતે તેનો ડર સાચો પડ્યો. TMC સમર્થક લોકોએ સાગરિક લાહા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી અને પોલીસે પણ તુરંત તેને ઉઠાવી લીધો. શુક્રવારની રાત્રે અલીપુર જંકશન પાસેથી તેની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    - Advertisement -

    સાગરિક લાહાના વકીલ દ્વારા મીડિયાને આપવામાં આવેલી માહિતી અનુસાર, તેના વિરુદ્ધ BNSની કલમ 79, 294 અને 296A તેમજ IT એક્ટની કલમ 67A મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ શનિવારે તેને ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરી દેવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી ફટકારી દીધી હતી. તેના વકીલના જણાવ્યા અનુસાર તેના વિરુદ્ધ એક બિનજામીન પાત્ર અને અન્ય જામીન પાત્ર ગુના નોંધાયા છે. તેની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આથી તે આગામી 31 ઑગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડી, એટલે કે જેલમાં જ રહેશે. પછી ફરી જામીન રજૂ કરી શકશે.

    ઉલ્લેખનીય છે કે ગત 9 ઑગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના સેમિનાર હૉલમાં મહિલા ટ્રેની ડૉક્ટરનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે બળાત્કાર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના બાદ કોલકાતામાં હોબાળો મચી ગયો અને ત્યારબાદ આક્રોશની આગ દેશભરમાં ફેલાઇ. મમતા બેનર્જી સરકારની નિષ્ક્રિયતા અને પોલીસની તપાસમાં ઢીલના આક્રોશમાં દેશમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયાં હતાં. માત્ર બંગાળ જ નહીં, આખા દેશમાં મમતા બેનર્જીની સરકાર પર સવાલો કરવામાં આવી રહ્યા છે અને એ જ રીતે સાગરિકે બેનર્જીની આલોચના કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં