ઉત્તર પ્રદેશ પોલીસ 23 નવેમ્બર 2023થી રાજ્યભરમાં ઈબાદતગાહો અને મસ્જિદોમાં લગાવવામાં આવેલા ગેરકાયદેસર લાઉડસ્પીકર સામે ઝુંબેશ ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ 3000થી વધુ લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે. આ લાઉડસ્પીકરો વિભિન્ન મત-મઝહબોને માનવાવાળા લોકોના ઈબાદતગાહો પર લગાવવામાં આવ્યા હતા. આ સિવાય 7 હજારથી વધુ માઇકોના અવાજ ઘટાડવામાં આવ્યા હતા. યોગી સરકારે મસ્જિદ-ઈબાદતગાહો પરથી 3238 લાઉડસ્પીકર હટાવડાવ્યા તે ઉપરાંત નિયમોની અવગણના કરવા બદલ 2 જિલ્લામાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે, જ્યારે અનેક જગ્યાએ દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, 23 નવેમ્બરથી શરૂ થયેલા ઇબાદતગાહો પર ગેરકાયદેસર લાઉડસ્પીકર વિરુદ્ધ આ અભિયાન એક મહિના સુધી એટલે કે 22 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 61399 એવા સ્થળોની તપાસ કરવામાં આવી છે જ્યાં લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે. અધિકારીઓને સવારે 5 થી 7 વાગ્યા સુધી ઈબાદતગાહો અને મસ્જિદોની તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.
યુપીમાં મસ્જિદ-ઈબાદતગાહો પરથી 3238 લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા તે મામલે વિશેષ ડીજી (કાયદો અને વ્યવસ્થા) IPS પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, જિલ્લામાં દરરોજ ધ્વની પ્રદુષણ ઓછું કરવા માટે કરવામાં આવતા પ્રયાસોના રીપોર્ટ મંગાવવામાં આવી રહ્યા છે.
પ્રશાંત કુમારે કહ્યું હતું કે અત્યાર સુધીમાં વિવિધ ઈબાદતગાહો અને મસ્જિદોમાંથી કુલ 3238 લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે. આ સિવાય 7288 માઇકનો અવાજ નિયત માનક કરતા વધુ હતો, જેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આદેશોની અવગણના કરવા બદલ આગ્રા અને પ્રતાપગ જિલ્લામાં એક-એક FIR નોંધાઈ છે.
બીજી તરફ ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં 21 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ઝોન મુજબ ગોરખપુરમાં સૌથી વધુ 698 લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બરેલી ઝોનમાં સૌથી વધુ 1975 માઈકોના આવાજ ધીમા કરવામાં આવ્યા હતા. લખનઉમાં 538 લાઉડસ્પીકરને વિવિધ ઇબાદતગાહો પરથી હટાવવામાં આવ્યા હતા.
જિલ્લા સ્તરે આંબેડકર નગરમાં સૌથી વધુ 283 લાઉડસ્પીકર વગાડવામાં આવી રહ્યા હતા. બહરાઇચ જિલ્લો 195 માઇક સાથે બીજા ક્રમે હતો. યોગી સરકારે મસ્જિદ-ઈબાદતગાહો લાઉડસ્પીકર ઉતારવા ઉપરાંત 100થી વધુ ઇબાદતગાહોને નોટિસ ફટકારી નિયમોનું પાલન કરવા સૂચન આપવામાં આવ્યું છે.