એક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવે કાશી વિશ્વનાથ અને વિવાદિત માળખા જ્ઞાનવાપી મુદ્દે ટિપ્પણી કરીને નવો વિવાદ સર્જ્યો છે. યોગેન્દ્ર યાદવ કહે છે કે, જ્યારે હિંદુઓ બહુમતીમાં નહીં હોય ત્યારે તેમણે તેમના જૂના કાશી વિશ્વનાથ મંદિરને ફરીથી મેળવવા માટેના ઇસ્લામવાદીઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે.
NDTV નાં ન્યૂઝ એન્કર અને હાવર્ડ યુનિવર્સીટીના ફર્જી પ્રોફેસર નિધિ રાજદાન સાથે વાત કરતાં યોગેન્દ્ર યાદવે દાવો કર્યો કે, “જ્યારે તેમણે (મુસ્લિમોએ) શાસન કર્યું તો આપણે પાંચસો વર્ષો સુધી તેમની અવગણના કરતા રહ્યા અને હવે આજે શાસન છે તો આપને નક્કી કરીશું કે શું થશે. પરંતુ અમને ન રોકો કારણ કે પાંચસો વર્ષ પહેલાં તમે અન્ય કોઈને પણ નહતા રોકી શક્યા.”
તેમણે ચેતવણીના સ્વરે કહ્યું, “હું એ તમામ મિત્રો અને ઉત્સાહી લોકોને હાથ જોડીને કહેવા માંગુ છું કે, મહેરબાની કરીને યાદ રાખો, આજે તમે કઈંક કરવા માંગો છો કારણ કે તમે બહુમતીમાં છો અને પોતાનો પાંચસો વર્ષ પહેલાંનો ભૂતકાળ હાંસલ કરવા માંગો છો. પરંતુ એ પણ વિચારો કે પાંચસો વર્ષ પછી શું થઇ શકે છે.”
યોગેન્દ્ર યાદવ ભાર આપીને કહે છે કે, વારાણસીમાં વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદ પર દાવો કરવાના કારણે પાંચસો વર્ષ પછી હિંદુઓએ ઇસ્લામવાદીઓના હાથે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. તેમણે પ્રશ્ન કર્યો કે, શું આપણે એવું ઇચછીએ છીએ કે આ વિવાદમાં આપણા બાળકો અને આવનારી પેઢીઓ વર્ષ 2022 માં જે થયું તેની કિંમત ચૂકવે.
દિલ્હીમાં થયેલા હિંદુ વિરોધી રમખાણો જેના કારણે થયા હતા તે સીએએ વિરોઘી ઉપદ્રવમાં સક્રિય થયેલા એક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવે ઇસ્લામિક આક્રાંતાઓ દ્વારા કરવામાં આવેલ હિંદુ મંદિરોના વિધ્વંસ પર પણ ઢાંકપિછોડો કરવાના પ્રયત્નો કર્યા હતા. તેમણે કહ્યું કે, અનેક મંદિરો પવિત્ર બૌદ્ધ અને જૈન મંદિરોના ખંડેર પર બનાવવમાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જો કોઈ કહે કે જૈન મંદિરો પર કેટલાક હિંદુ મંદિરો બનાવવામાં આવ્યા છે તો શું આપણે એવી માંગ કરવી જોઈએ કે સત્ય જાણવા માટે તેનું પણ ખોદકામ કરવામાં આવે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, આ દેશે એક રેખા ખેંચવી પડશે અને જે રેખા 15 ઓગસ્ટ 1947 હોવી જોઈએ. તેમણે કહ્યું, આ દેશે કહેવું જોઈએ કે આપણે અતીતમાં જવાનું બંધ કરીએ. તે સમયે જે કંઈ પણ થયું, સારું થયું, ખરાબ થયું, તેને છોડીને આપણે આગળ વધવું જોઈએ.
આ નિવેદન બાદ તેમણે મુઘલો દ્વારા ધ્વસ્ત કરવામાં આવેલ પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને ફરીથી હાંસલ કરવા માટે હિંદુઓને પરોક્ષ રીતે ધમકી પણ આપી હતી. તેમણે એ સમય યાદ કરાવ્યો જ્યારે પાંચસો વર્ષ પહેલાંની જેમ દેશમાં મુસ્લિમો બહુમતીમાં આવી જશે અને કહ્યું કે ત્યારે તેઓ પ્રતિકાર કરી શકે છે. વાસ્તવમાં, યોગેન્દ્ર યાદવ હિંદુઓને પોતાના ધાર્મિક વારસાને પુનઃ મેળવવા માટેના પ્રયત્નો કરવા માટે ડરાવી રહ્યા હતા.
અહીં વધુ રસપ્રદ વાત એ છે કે યોગેન્દ્ર યાદવે હિંદુઓને પરોક્ષ ધમકી આપ્યા બાદ નકલી હાવર્ડ પ્રોફેસર નિધિ રાઝદાને કહ્યું કે, તેઓ એટલા માટે ચર્ચા નથી કરી રહ્યા કે તેમને હિંદુઓ કે તેમની આસ્થા પ્રત્યે વિશેષ સબંધ છે, પરંતુ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેમને ‘આંતરધર્મ સદ્ભાવ’ની ચિંતા છે.