Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમશરીર ક્ષત-વિક્ષત, ચહેરો વિકૃત કર્યો: નવી મુંબઈમાં હિંદુ યુવતીની હત્યા; દાઉદ શેખે...

    શરીર ક્ષત-વિક્ષત, ચહેરો વિકૃત કર્યો: નવી મુંબઈમાં હિંદુ યુવતીની હત્યા; દાઉદ શેખે 2019ના પોક્સો કેસનો બદલો લેવા કૃત્ય કર્યું હોવાની આશંકા

    એક નંબર પરથી યશશ્રીને અનેક કોલ આવ્યા હતા. તપાસ કરતા આ નંબર દાઉદ શેખ નામના એક વ્યક્તિનો નીકળ્યો હતો. તપાસમાં તે પણ સામે આવ્યું કે જ્યારથી યુવતી ગાયબ હતી, ત્યારથી દાઉદનો નંબર પણ બંધ છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ઉરણ રેલવે સ્ટેશન પાસેના ઝાડી-ઝાંખરામાંથી એક 20 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી હાલતમાં ક્ષત-વિક્ષત લાશ મળી આવી. શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા, ઓળખ ન થાય તે માટે ચહેરો વિકૃત કરી દેવામાં આવ્યો, વાળ પણ કાપી નાખવામાં આવ્યા હતા. આટલું જ નહીં, તેના ગુપ્તાંગ પર પણ અનેક ઘા મારવામાં આવ્યા હતા. લાશ જોઈ એક સમયે પોલીસ પણ ધ્રુજી ઉઠી. તપાસ કરતાં મૃતક યુવતીની ઓળખ યશશ્રી શિંદે તરીકે થઈ. થોડા દિવસ અગાઉ જ તે ગાયબ થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ હત્યાની શંકા દાઉદ શેખ નામના યુવક પર કરવામાં આવી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 25 જુલાઈ, 2024ના રોજ મૃતકના પિતાએ ઉરણ પોલીસ સ્ટેશનમાં તેની ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ પણ હરકતમાં આવી હતી. તેવામાં પોલીસને રેલવે સ્ટેશન પાસેની લાશની માહિતી મળી. કપડાં અને અન્ય કેટલીક નિશાનીઓના આધારે પુષ્ટિ થઈ કે તે લાશ યશશ્રી શિંદેની જ છે. ઘટના બાદથી પરિવાર શોકમાં છે. જે જાણકારી સામે આવી તે અનુસાર, હત્યારાએ યશશ્રીને ક્રૂરતાથી મારી હતી. તેના હાથ-પગ ભાંગી નાખવામાં આવ્યા હતા. પીઠ અને પેટમાં તીક્ષ્ણ હથિયાર હુલાવવામાં આવ્યું હતું. છાતી અને ગુપ્તાંગમાં પણ ઘા મારવામાં આવ્યા હતા. વાળ કાપીને ચહેરો છૂંદી નાખવામાં આવ્યો હતો.

    થોડીવારમાં આવું છું કહીને યશશ્રી ગઈ, પછી પાછી જ ન આવી

    મૃતક યુવતી યશશ્રી શિંદે ઉરણમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તે બેલાપુર સ્થિત એક ખાનગી કૉલ સેન્ટરમાં નોકરી કરતી હતી. ગત 25 તારીખે તે પોતાની મિત્રને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. રાત સુધી તે ઘરે પરત ન આવતાં પરિવાર ચિંતામાં મૂકાયો હતો. લગભગ બધી જ જગ્યાએ શોધખોળ કરીને અંતે તેમણે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું. પોલીસ તપાસ અનુસાર તેને છેલ્લી વાર ઉરણ માર્કેટ એરિયામાં જોવામાં આવી હતી. ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી અને તેનો કોલ રેકોર્ડ તપાસ્યો. રેકોર્ડમાં એક નંબર જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.

    - Advertisement -

    આ નંબર પરથી યશશ્રીને અનેક કોલ આવ્યા હતા. તપાસ કરતા આ નંબર દાઉદ શેખ નામના એક વ્યક્તિનો નીકળ્યો હતો. તપાસમાં તે પણ સામે આવ્યું કે જ્યારથી યુવતી ગાયબ હતી, ત્યારથી દાઉદનો નંબર પણ બંધ છે. પોલીસે તે દિશામાં તપાસ આદરી અને મહત્વપૂર્ણ ખુલાસો થયો. તપાસમાં ખુલ્યું કે જે દાઉદના નંબર પરથી મૃતકને ફોન આવેલા હતા, તે દાઉદ પર યુવતીના પરિવારે વર્ષ 2019માં POCSOનો કેસ કર્યો હતો. તેને મૃતક સાથે અશ્લીલ કામ કરતાં પકડી લેવામાં આવ્યો હતો અને યશશ્રી તે સમયે સગીર વયની હતી.

    POCSOના કેસનો બદલો લેવા કૃત્ય કર્યું હોવાની આશંકા

    પરિવારની ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ દાઉદની ધરપકડ કરી લીધી હતી. લાંબો જેલવાસ ભોગવ્યા બાદ બહાર આવીને તે કર્ણાટક ચાલ્યો ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેના મગજમાં યશશ્રીથી બદલાની આગમાં ભડકે બળી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ફરી તેનો સંપર્ક કર્યો અને મીઠી-મીઠી વાતો કરીને યુવતીને ફસાવી લીધી. તે તેની વાતોમાં આવી ગઈ અને બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થઈ ગયો.

    પરિવાર અને પોલીસને શંકા છે કે, શું દાઉદે બદલો લેવા માટે દાઉદ ફરી તેના સંપર્કમાં આવ્યો હતો? દાઉદ પણ ઉરણનો જ રહેવાસી છે અને હત્યાના દિવસે તેનું લોકેશન પણ ઉરણનું જ દેખાડી રહ્યું હતું. યશશ્રીની હત્યા બાદથી તેનો ફોન બંધ આવી રહ્યો છે અને તેનો કોઈ અતોપતો જ નથી મળી રહ્યો. હાલ શંકાના આધારે પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ધરપકડ બાદ જ વાસ્તવિકતા સામે આવી શકશે. પોલીસની એક વિશેષ ટીમને કર્ણાટક પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં