Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશઈન્ટરનેટ પર હિંદુઘૃણા ફેલાવતા ‘હિંદુત્વ વૉચ’ વિરુદ્ધ કાર્યવાહી થઈ તો Xને લાગી...

    ઈન્ટરનેટ પર હિંદુઘૃણા ફેલાવતા ‘હિંદુત્વ વૉચ’ વિરુદ્ધ કાર્યવાહી થઈ તો Xને લાગી ગયું માઠું, હાઈકોર્ટને કહ્યું- સરકારી નિર્દેશો અયોગ્ય; રકીબ અહમદ ચલાવે છે આ અકાઉન્ટ

    X એકાઉન્ટ બ્લોક કરવાના આદેશને તેના સ્થાપક રાકીબ હમીદે એપ્રિલ 2024માં દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે આ કેસમાં આગામી સુનાવણી 3 ઓક્ટોબર 2024ના રોજ થશે.

    - Advertisement -

    દિગ્ગજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું છે કે, સ્વયંભૂ ઘૃણા અપરાધ (Hate Crime) ટ્રેકર ‘હિંદુત્વ વૉચ’ એકાઉન્ટને બ્લોક કરવાનો ભારત સરકારનો નિર્ણય અયોગ્ય હતો. હકીકતમાં, કાશ્મીરી પત્રકાર રાકીબ હમીદ દ્વારા સંચાલિત આ X એકાઉન્ટને બંધ કરવા પર તેણે કોર્ટમાં સરકારના આ નિર્ણયને પડકાર્યો હતો. તે બાદ કોર્ટમાં આપવામાં આવેલા જવાબમાં ઇલોન મસ્કના Xએ આ નિવેદન આપ્યું હતું.

    કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા જવાબમાં Xએ કહ્યું કે, જો કોર્ટ આદેશ આપે તો તે હિંદુત્વ વૉચ (@HindutvaWatchIn) એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવા માટે તૈયાર છે. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે X સામે રાકીબ હમીદની રિટ પિટિશન જાળવવા યોગ્ય નથી, કારણ કે પ્લેટફોર્મ માત્ર એક મધ્યસ્થી છે અને બંધારણની કલમ 12 હેઠળ તે ‘રાજ્ય’નો ભાગ નથી.

    દોષનો ટોપલો સરકાર પર ઢોળતા Xએ કહ્યું કે, “એ સ્વીકાર કરવામાં આવે છે કે, પ્રતિવાદી નંબર 1 (ભારત સરકાર) દ્વારા અરજદાર (હિંદુત્વ વૉચના સંસ્થાપક રાકીબ હમીદ)ના સંપૂર્ણ સોશિયલ મીડિયા એકાઉન્ટને કેટલીક વાંધાજનક પોસ્ટના આધાર પર બ્લોક કરવામાં આવવું તે IT એક્ટની કલમ 69A વિરુદ્ધ છે, અયોગ્ય છે અને બંધારણની કલમ 19(2) હેઠળની નિર્ધારિત સીમાઓને પાર કરે છે.”

    - Advertisement -

    તેણે વધુમાં કહ્યું કે, “ઓછા આક્રમક અભિગમમાં જો કોઈ પોસ્ટ કાયદાનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાય તો તે પોસ્ટને હટાવવાનો સમાવેશ થાય છે. પ્રારંભિક આપત્તિઓમાં પ્રતિકૂળ પ્રભાવ વિના, ઉત્તર આપનાર પ્રતિવાદી (X) અરજદારના એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાની તેની વિનંતીનો વિરોધ નથી કરતું. જો કોર્ટ અકાઉન્ટ પુનઃસ્થાપિત કરવાનું કહેશે તો તે આ આદેશનું પાલન કરશે.”

    Xએ જણાવ્યું કે, જાન્યુઆરી 2024માં ભારતીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)એ એક નોટિસ જારી કરી હતી. તેમાં ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટના નામ હતા જેને સરકાર બ્લોક કરવા માંગતી હતી. આ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા હિંસા ભડકાવવાની અને જાહેર કાયદામાં ખલેલ પહોંચાડવાની શક્યતા હતી. આ યાદીમાં @HindutvaWatchIn પણ સામેલ હતું.

    Xએ કહ્યું કે, તેણે આ નોટિસ સામે વાંધો ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે, ‘હિંદુત્વવૉચઈન’ એકાઉન્ટ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 (IT એક્ટ)ની કલમ 69A હેઠળ નિર્દિષ્ટ આધાર હેઠળ આવતું નથી અને Meityએ કોઈપણ આધાર વગર પોસ્ટને ભડકાઉ ગણી છે. Xની આપત્તિને MeitY દ્વારા નકારવામાં આવી હતી. X ના વાંધા છતાં MeitYએ બ્લોકિંગ ઓર્ડર જારી કર્યો હતો.

    જેમાં ‘X’ને હિંદુત્વવૉચઈનને બ્લોક કરવાની સૂચના આપવામાં આવી હતી. Xએ વાંધા પત્ર સાથે જવાબ આપ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, બ્લોકિંગ ઓર્ડર ભારતીય બંધારણની કલમ 14 (સમાનતા) અને 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા) અને IT એક્ટની કલમ 69Aનું ઉલ્લંઘન છે. Xએ મંત્રાલયને સમીક્ષા સમિતિની સુનાવણી કરવા વિનંતી કરી, પરંતુ MeitYએ જવાબ આપ્યો ન હતો.

    આખરે Xએ હિંદુત્વ વૉચનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. જ્યારે હમીદે (એકાઉન્ટ હોલ્ડર) એક્સને આ અંગે સવાલ કર્યા ત્યારે તેણે હમીદને કહ્યું હતું કે, આ કાર્યવાહી કાયદાકીય માંગને કારણે કરવામાં આવી રહી છે. Xએ એમ પણ કહ્યું કે, તે હમીદને વધુ માહિતી આપી શકે તેમ નથી, કારણ કે MeitYએ Xને બ્લોકિંગ ઓર્ડરની સામગ્રીને ગુપ્ત રાખવાની સૂચના આપી હતી.

    X એકાઉન્ટ બ્લોક કરવાના આદેશને તેના સ્થાપક રાકીબ હમીદે એપ્રિલ 2024માં દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે આ કેસમાં આગામી સુનાવણી 3 ઓક્ટોબર 2024ના રોજ થશે. હમીદનો દાવો છે કે, તેનું X એકાઉન્ટ ‘હિંદુત્વ વૉચ’ એક શોધ પહેલ છે, જેનો હેતુ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર હુમલાઓના રિપોર્ટનું નિરીક્ષણ કરવાનો છે. જોકે, આ હેન્ડલ હિંદુઓ વિરુદ્ધ ઘૃણા ફેલાવવા માટે કુખ્યાત રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં