Sunday, December 29, 2024
More
    હોમપેજરાજકારણશું તમે જાણો છો: રમજાન દરમિયાન જુમ્માની નમાજ બાદ ટોળાએ તોડી હતી...

    શું તમે જાણો છો: રમજાન દરમિયાન જુમ્માની નમાજ બાદ ટોળાએ તોડી હતી મહાવીર-બુદ્ધની પ્રતિમાઓ, પણ અખિલેશ સરકારે ‘મનોરંજન’ માટે હોવાનું કહીને નહતાં લીધાં પગલાં

    આ સમયે દેશના સૌથી મોટા રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી જેના મુખી અખિલેશ યાદવ હતા. પણ કાવડ યાત્રા દરમિયાન ડીજે બંધ કરાવતી અખિલેશ સરકારે આ લોકો વિરુદ્ધ કોઈ ખાસ પગલાં લીધાં નહીં.

    - Advertisement -

    મુસ્લિમોનો એક કોન્સેપ્ટ છે, જેને ‘ઉમ્માહ’ (Ummah) કહેવાય છે. આમ તો જોકે આ શબ્દનો અર્થ રાષ્ટ્ર થાય, પરંતુ તેનો વ્યવહારિક અર્થ એ છે કે સમગ્ર વિશ્વના મુસ્લિમો એક છે. તેનો અર્થ એ છે કે સુદાનનો મુસ્લિમ બાંગ્લાદેશના મુસ્લિમને સમર્થન આપશે, કારણ કે તે તેનો ઇસ્લામિક ભાઈ છે. આ જ કોન્સેપ્ટના લીધે જ્યારે 1920ના દાયકામાં તૂર્કીમાં ખલિફાને હટાવવામાં આવ્યો, ત્યારે ભારતમાં મુસ્લિમોએ બળવો કર્યો. જોકે, આ એકમાત્ર ઘટના નહોતી. ભારત સતત આવી ઘટનાઓનું સાક્ષી બન્યું છે. હવે ચર્ચા 2012ની આવી જ એક ઘટનાની, જેમાં લખનૌમાં મુસ્લિમોના ટોળાએ હોબાળો મચાવી ભગવાન મહાવીર-બુદ્ધની મૂર્તિઓ તોડી નાખી હતી.

    આ ઘટના ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની છે, પરંતુ તેના તાર છેક આસામ-મ્યાનમાર સુધી જોડાયેલા છે. 2012ની આ ઘટનાની શરૂઆત થાય છે લખનૌથી હજારો કિલોમીટર દૂર આવેલ આસામ-મ્યાનમારથી. મ્યાનમારમાં રોહિંગ્યા અને બૌદ્ધો વચ્ચે લડાઈ ચાલી રહી હતી. દરમિયાન મ્યાનમારની સેના રોહિંગ્યાઓને ભાગી જવા મજબૂર કરે છે. એક તરફ રોહિંગ્યાના ગામો સળગાવી નખાયાં તો બીજી તરફ આસામમાં મુસ્લિમોએ 4 બોડો છોકરાઓને મારી નાખ્યા. જેના કારણે બંને કોમમાં રમખાણો થાય છે. આ બાજુ આસામ પણ સળગી ઉઠે છે જેમાં કેટલાક મુસ્લિમો પણ મરે છે.

    આ મુસ્લિમોનાં મોતના લીધે દેશના બધા મુસ્લિમોમાં ગુસ્સો ભડકી ઉઠે છે. ‘પવિત્ર’ રમજાન મહિનાના છેલ્લા શુક્રવારની નમાજ, એટલે કે અલવિદા નમાજ પત્યા પછી એક વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવે છે. જમિયત-ઉલેમા-એ-હિંદ જેવાં મુસ્લિમોના સંગઠનોનું કહેવું છે કે આસામ અને મ્યાનમારમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે, જેની સામે દરેક મુસ્લિમ રસ્તા પર ઉતરશે. અહીં પણ ઉમ્માહનો કોન્સેપ્ટ દેખાયો. આ દિવસ હતો 17 ઑગસ્ટ, 2012.

    - Advertisement -
     (ફોટો: ઑપઇન્ડિયા)

    નમાજ પછી હજારો મુસ્લિમોની ભીડ રસ્તા પર આવી જાય છે. આ બધો હોબાળો લખનૌની ‘ટીલે વાલી મસ્જિદ’થી શરૂ થયો હતો. મસ્જિદમાંથી નીકળીને મુસ્લિમોએ તોડફોડ શરૂ કરી, જે મળ્યું એની સાથે દુર્વ્યવહાર કર્યો. આ જ દરમિયાન મુસ્લિમોનું ટોળું એ જ વિસ્તારમાં બનેલા મહાવીર પાર્ક (જે એલિફન્ટ પાર્ક તરીકે ઓળખાય છે)માં પ્રવેશ્યું. આ પાર્કમાં આવેલ મહાવીર સ્વામીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી.

    ઉત્તર પ્રદેશ સરકારે ભગવાન મહાવીરની આ 9 ફૂટ ઊંચી પદ્માસન પ્રતિમા 25 એપ્રિલ, 2002ના રોજ ભગવાન મહાવીરની 2600મી જન્મજયંતીના અવસર પર સ્થાપિત કરી હતી. જે પછી પાર્કનું નામ એલિફન્ટ પાર્કથી બદલીને બદલીને ‘ભગવાન મહાવીર પાર્ક’ રાખવામાં આવ્યું હતું. જોકે આ હિંસા સાથે જે જૈનોને કોઈ લેવા દેવા જ નહોતા તેમને પણ મુસ્લિમ ટોળાએ નિશાન બનાવ્યા.

    આ સાથે બુદ્ધ પાર્કમાં પણ ભીડ ઘૂસી ગઈ હતી. અહીં આ ટોળાએ બુદ્ધની પ્રતિમા પર હુમલો કર્યો. લોખંડના સળિયા અને સાઈન બોર્ડ ઉખાડીને બુદ્ધની પ્રતિમા તોડવાનો પ્રયાસ પ્રયાસો થયા. આ ઘટના અફઘાનિસ્તાનના બામિયાનની યાદ આપવી દે છે જ્યાં તાલિબાનો (જોકે તાલિબ એટલે વિદ્યાર્થી થાય, પણ અહીં તેનો અર્થ આતંકવાદી)એ વિસ્ફોટકોનો ઉપયોગ કરીને બુદ્ધની પ્રતિમાઓને ઉડાવી દીધી હતી.

    આ સમયે દેશના સૌથી મોટા રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી જેના મુખી અખિલેશ યાદવ હતા. પણ કાવડ યાત્રા દરમિયાન ડીજે બંધ કરાવતી અખિલેશ સરકારે આ લોકો વિરુદ્ધ કોઈ ખાસ પગલાં લીધાં નહીં. આખા દિવસ દરમિયાન મુસ્લિમો તારાજી સર્જીને નવરા થયા પછી પોલીસ તેમને વેરવિખેર કરવા જાગી. જોકે આ ઘટના પછી બુદ્ધ સમુદાયના લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે તેમના આરાધ્યનો આ બધામાં શું વાંક હતો?

    બીજી તરફ જ્યારે મહાવીર સ્વામીની નવી પ્રતિમા સ્થાપિત કરવાની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી ત્યારે અખિલેશ સરકારના વકીલે કહ્યું કે, આ મૂર્તિઓનું કોઈ ધાર્મિક મહત્વ નથી, એ તો પિકનિક માટે આવતા લોકોના મનોરંજન માટે સ્થાપિત કરી હતી. ત્યાં સુધી કહેવાયું કે મૂર્તિઓ તો તૂટી જ નથી. જોકે કોર્ટે સરકારને ફટકાર લગાવી અને મૂર્તિઓનું સમારકામ કરવા અથવા નવી સ્થાપિત કરવા કહ્યું.

    જોકે ઘણા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી ત્યારે 2017માં કોર્ટે સરકારને ઠપકો પણ આપ્યો હતો કે આ પ્રતિમાઓ તોડનારાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે. જોકે તત્કાલીન સરકારે કોઈ સ્પષ્ટ ઉત્તર ન આપ્યો. પ્રશ્ન થાય કે અત્યારે આ મામલે કેમ વાત કરવામાં આવી. તો વાસ્તવિકતા એ છે કે જેમણે નવી મૂર્તિઓ માટે અરજી કરી હતી તેમના વકીલ હતા હરિશંકર જૈન.

    આ જ હરિશંકર જૈનના પુત્ર વિષ્ણુશંકર જૈન હવે સંભલમાં લડી રહ્યા છે. તેમને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. મુસ્લિમોને કહેવામાં આવી રહ્યું છે કે આમનો ચહેરો યાદ કરી લો. જોકે વિષ્ણુ શંકર જૈને આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે. તેમણે લોકોને આ લખનૌવાળો મામલો પણ યાદ કરાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં