Saturday, October 26, 2024
More
    હોમપેજદેશજ્યાં અબ્દુલ હમીદનું ઘર, તે જમીન પહેલાં હતી હિંદુની..પુત્ર ઈન્ટરનેશનલ ક્રિમિનલ, નેપાળ...

    જ્યાં અબ્દુલ હમીદનું ઘર, તે જમીન પહેલાં હતી હિંદુની..પુત્ર ઈન્ટરનેશનલ ક્રિમિનલ, નેપાળ પોલીસ પણ પાડી ચૂકી છે દરોડા: બહરાઈચના સ્થાનિકોને પ્રશ્ન- આવા ઈસમને કોણે આપ્યું બંદૂકનું લાયસન્સ?

    હિંસામાં ઘાયલ થયેલા અબ્દુલ હમીદના પાડોશી સંતોષ તિવારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આજે જ્યાં અબ્દુલ હમીદનું ઘરે છે એ જમીન લગભગ 30 વર્ષ પહેલાં અબ્દુલ હમીદે રામપ્રસાદ જયસ્વાલ પાસેથી ખરીદી હતી.

    - Advertisement -

    13 ઑક્ટોબર, 2024ના રોજ, ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચ (Bahraich Violence) જિલ્લામાં મા દુર્ગાની વિસર્જન યાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો અને રામગોપાલ મિશ્રા નામના યુવકની હત્યા કરી નાખવામાં આવી. આ હિંસામાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા હતા. હુમલા માટે અબ્દુલ હમીદના (Abdul Hameed) ઘરનો ઉપયોગ લૉન્ચપેડ તરીકે કરવામાં આવ્યો હતો. જ્યારે ઑપઇન્ડિયાએ આ હિંસા અંગે જમીની માહિતી એકઠી કરી ત્યારે સામે આવ્યું કે આજે જ્યાં અબ્દુલ હમીદનું ઘર છે, તે લગભગ 3 દાયકા પહેલાં એક હિંદુની જમીન હતી. આજે એ જ હિંદુ પરિવારને અબ્દુલ હમીદ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે.

    આ હિંસા મહારાજગંજ બજારમાં થઈ હતી. સીતાપુર-બહરાઈચ રોડ અને મહસી બજારના રસ્તાઓ મહારાજગંજથી જોડાય છે. હિંદુઓની વિસર્જન યાત્રા પણ દર વર્ષે પરંપરાગત રીતે આ માર્ગ પરથી પસાર થાય છે. હિંસા પહેલાં મહારાજગંજ બજાર મૂળ રીતે ઘરેણાંના કારોબાર માટે પ્રખ્યાત હતું. અબ્દુલ હમીદ પણ સોના-ચાંદીનું કામ કરતો હતો. અગાઉ તે બજારની અંદરના મકાનમાં રહેતો હતો. તે સમયે મુખ્ય માર્ગ પરની મોટાભાગની જમીન રામ પ્રસાદ જયસ્વાલની હતી.

    આજે જ્યાં છે અબ્દુલ હમીદનું ઘર તે જમીન પહેલાં હતી હિંદુની

    હિંસામાં ઘાયલ થયેલા અબ્દુલ હમીદના પાડોશી સંતોષ તિવારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આજે જ્યાં અબ્દુલ હમીદનું ઘરે છે એ જમીન લગભગ 30 વર્ષ પહેલાં અબ્દુલ હમીદે રામપ્રસાદ જયસ્વાલ પાસેથી ખરીદી હતી. ત્યારબાદ રામપ્રસાદ જયસ્વાલે કેટલાક પૈસા માટે મેઈન રોડ પરની પોતાની જમીન વેચવાની દરખાસ્ત કરી હતી. આ સમયગાળા દરમિયાન સંતોષ તિવારી સહિત કેટલાક હિંદુઓએ આ જમીનના કેટલાક ભાગ ખરીદી રાખ્યા હતા. જમીન વેચવાની હોવાની માહિતી મળતાં જ અબ્દુલ હમીદે પણ તેને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી.

    - Advertisement -

    ત્યારે અબ્દુલ હમીદ પોતાને બિનસાંપ્રદાયિક ગણાવતો અને દરેક હિંદુ સાથે તેમની પરંપરા મુજબ મીઠી-મીઠી વાતો અને અભિવાદન કરતો. નામ ન આપવાની શરતે એક સ્થાનિક રહેવાસીએ કહ્યું કે તે સમયે ઘણા હિંદુઓએ રામ પ્રસાદને અપીલ કરી હતી કે તેઓ તેમની જમીન અબ્દુલ હમીદની જગ્યાએ તેમને વેચે. જોકે, અબ્દુલ હમીદે અન્ય ખરીદદારો કરતાં વધુ કિંમત ઑફર કરી અને જમીનનો મોટો હિસ્સો પોતાના નામે કરાવી લીધો. આજે અબ્દુલ હમીદનું ઘર સંતોષ તિવારી અને રામપ્રસાદ જયસ્વાલના ઘરની વચ્ચે છે.

    ‘અમારી પાસેથી જમીન લઈને અમને જ કરી રહ્યો છે પરેશાન’

    રામપ્રસાદ જયસ્વાલનું હવે નિધન થઇ ચૂક્યું છે. તેમને ત્રણ પુત્રો હતા જેમાંથી એકનું અવસાન થયું છે. હવે પપ્પુ અને મૂન જયસ્વાલ ઘરના અલગ-અલગ ભાગમાં રહે છે. આ ભાગો અબ્દુલ હમીદની દીવાલને અડીને આવેલા છે. પપ્પુ ટાયર પંચરનું કામ કરે છે જ્યારે મૂન જયસ્વાલ રેડીમેડ કપડાં અને ફૂટવેરનો બિઝનેસ કરે છે. મૂન જયસ્વાલ હવે સ્વીકારે છે કે ભલે કોઈ મજબૂરીમાં જ કેમ ન હોય પરંતુ તેમના પિતા દ્વારા અબ્દુલ હમીદને જમીન વેચવાનો નિર્ણય ખોટો હતો.

    મૂન જયસ્વાલ જણાવે છે કે તે અને તેના ભાઈઓ તેમની બાકીની જમીનના જુદા જુદા ભાગોમાં રહે છે પરંતુ અબ્દુલ હમીદ દ્વારા બંનેને ઘણી વખત હેરાન કરવામાં આવ્યા છે. અમે પપ્પુ જયસ્વાલની પંચરની દુકાનની સામે ઘણું પાણી એકઠું થયેલું જોયું. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ બધું અબ્દુલ હમીદ અને તેના પુત્રોના કારણે છે. અબ્દુલ હમીદ અને તેના પુત્રો દ્વારા મૂન જયસ્વાલને પણ ઘણી વખત હેરાન કરવામાં આવ્યા છે. તેમણે અમને કહ્યું, “હવે જે થઈ ચૂક્યું છે તેને ફરી સુધારવું આપણા હાથમાં નથી.”

    જયસ્વાલ પરિવારને પણ અતિક્રમણ મામલે નોટિસ      

    છેલ્લા કેટલાક દિવસોથી મેઈનસ્ટ્રીમ મીડિયા મહારાજગંજ બજારના એક હિંદુ પરિવારને બતાવી રહ્યું છે જેમના ઘરને સરકાર તરફથી અબ્દુલ હમીદ અને કેટલાક અન્ય મુસ્લિમોના ઘરો સાથે તોડી પાડવાની નોટિસ મળી છે. આ પરિવાર એ જ મૂન જયસ્વાલનો છે, જેના પિતાએ 3 દાયકા પહેલાં પોતાની જમીન અબ્દુલ હમીદને વેચીને તેને ત્યાં સ્થાયી કર્યો હતો. મૂન ઉપરાંત તેના ભાઈ પપ્પુને પણ નોટિસ મળી છે. આ બંને ભાઈઓએ પોતપોતાની દુકાનોમાંથી સામાન ખાલી કર્યો છે. નોટિસ સંબંધિત વિડીયો લેફ્ટિસ્ટ, સોશ્યલિસ્ટ, ઈસ્લામિક અને કોંગ્રેસના હેન્ડલ્સ દ્વારા વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે.

    વાતે-વાતે બંદૂક કાઢવાની આપતો હતો ધમકી

    અબ્દુલ હમીદના અન્ય એક હિંદુ પાડોશી જેઓ સરકારી નોકરી કરી રહ્યા છે, તેમણે કેમેરામાં ન આવવાની શરતે અમારી સાથે વાત કરી. તેમણે કહ્યું કે અબ્દુલ ઘણી વખત બંદૂક કાઢવાની ધમકીઓ આપતો હતો. તેમણે થોડા વર્ષો પહેલાંનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અબ્દુલ હમીદે તેના વૃદ્ધ પિતાને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. ત્યારે તે હિંદુ વડીલે પણ અબ્દુલને કહી પણ દીધું હતું કે તેઓ આવી ધમકીઓથી ડરતા નથી.

    રામગોપાલ મિશ્રાને પણ અબ્દુલ હમીદના ઘરે સંભવત: એ જ લાયસન્સવાળી બંદૂકથી મારવામાં આવ્યા હતા જેનાથી તે આસપાસના હિંદુઓને ધમકાવતો હતો. પીડિતો એ અંગે પણ તપાસ કરાવવા માંગે છે કે કયા અધિકારીએ અબ્દુલ હમીદને તે બંદૂકનું લાઇસન્સ ક્યારે અને શા માટે આપ્યું હતું. જ કે, લોકો એવો પણ દાવો કરે છે કે અબ્દુલ હમીદ માટે લાયસન્સવાળાં હથિયારો હાથીના દાંત સમાન છે કારણ કે જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો બજારમાં ગેરકાયદેસર હથિયારોનો સંગ્રહ મળી શકે છે.

    અબ્દુલના ઘરે પડી ચૂક્યો છે નેપાળ પોલીસનો દરોડો

    ઑપઇન્ડિયા સાથે વાત કરતાં ઘણા સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે અબ્દુલ હમીદનો મોટો દીકરો આંતરરાષ્ટ્રીય ગુનેગાર છે જે રાષ્ટ્રવિરોધી શક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. લોકોએ એ પણ જણાવ્યું કે છેલ્લાં 10 વર્ષમાં તેમણે પોલીસને અબ્દુલ હમીદના ઘરે ઘણી વખત દરોડા પાડતી જોઈ છે. જેમાં નેપાળની પોલીસ ફોર્સ પણ સામેલ છે. અમને એવું પણ જાણવા મળ્યું હતું કે પોતાને કાયદાકીય મુશ્કેલીઓથી બચાવવા માટે, અબ્દુલ હમીદે દેખાડાના દસ્તાવેજો કરાવીને તેના મોટા પુત્રને બેદખલ કરી નાખ્યો છે.

    લોકોએ કહ્યું કે કથિત બેદખલી છતાં અબ્દુલના પુત્રનું હજુ પણ તેના ઘરે આવન-જાવન ચાલુ છે. તેના નિકાહ પણ નેપાળમાં જ ક્યાંક થયેલા છે. બજારમાં અન્ય સુવર્ણકારોની સરખામણીમાં અબ્દુલ હમીદની સંપત્તિમાં જે ઝડપે વધારો થયો છે તેનાથી પણ લોકોને શંકા થઈ રહી છે કે તેના પુત્રના કાળા નાણાંમાં તેનો પણ હિસ્સો છે. સ્થાનિક રહેવાસીઓ પણ માને છે કે જુગાડ વિના આંતરરાષ્ટ્રીય ગુનેગારના પિતાને બંદૂકનું લાયસન્સ મળવું શક્ય નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં