5 નવેમ્બર (મંગળવારે) પશ્ચિમ બંગાળમાં (West Bengal) એક પત્રકારની (Journalist) ધરપકડ કરવામાં આવી. અનન્ય ગુપ્તા નામના પત્રકારે પોતાની યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂક્યો હતો, જેમાં રઝાબજાર અને દક્ષિણદારીમાં કાલી પૂજા પંડાલો પર થયેલા હુમલાના સમાચાર આપવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળ પોલીસે ત્યારબાદ તેમની સામે કેસ નોંધીને ધરપકડ કરી લીધી.
અનન્ય ગુપ્તા એક પત્રકાર છે જેઓ પશ્ચિમ બંગાળ સ્થિત ‘મધ્યોમ’ નામનું ન્યૂઝ પોર્ટલ ચલાવે છે તથા યુટ્યુબ પર પણ તેમની ચેનલ છે. 2 નવેમ્બરના રોજ તેમણે તેમની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે પશ્ચિમ બંગાળના રઝાબજાર અને દક્ષિણદારી વિસ્તારમાં કાલી પૂજા પંડાલો પર થયેલા હુમલાને ઉજાગર કર્યા હતા.
વિડીયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં કાલી પૂજા દરમિયાન હિંદુઓ પર હુમલા અને સાંપ્રદાયિક હિંસા હજુ પણ ચાલુ છે. કોલકાતામાં કાલી પૂજા દરમિયાન ઉપદ્રવની 2 ઘટનાઓ બની છે, એક દક્ષિણદારી ખાતે અને બીજી રઝાબજારમાં.” તેમણે રાજ્યની મમતા બેનર્જી સરકાર પર પ્રહાર કરતાં લખ્યું હતું કે, “હંમેશની જેમ સરકાર કેસોને ઢાંકવા અને મીડિયા બ્લેકઆઉટ લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે.”
ઉલ્લેખનીય છે કે આ મામલે પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પોસ્ટમાં તેમણે વર્ષ 1962માં આર.કે લક્ષ્મણ દ્વારા બનાવાયેલું એક કાર્ટૂન પણ શેર કર્યું હતું જે આ પરિસ્થિતિ સાથે સંપૂર્ણ બંધબેસતું લાગી રહ્યું છે. આ ઉપરાંત તેમણે અનન્ય ગુપ્તાની ધરપકડ કરતો વિડીયો પણ મૂક્યો હતો.
પોસ્ટ કરતાં તેમણે લખ્યું હતું કે, “’મધ્યોમ’ એ પશ્ચિમ બંગાળ આધારિત સમાચાર પોર્ટલ છે જે પશ્ચિમ બંગાળની વર્તમાન પરિસ્થિતિ પર સમાચાર અને મંતવ્યો અને પરિપ્રેક્ષ્યને આવરી લે છે. તાજેતરમાં પોર્ટલે કોલકાતાના દક્ષિણાદ્રી વિસ્તારમાં (ઉલ્ટાડાંગાની બાજુમાં) કાલી પૂજા પંડાલની તોડફોડને ઉજાગર કરતો એક વિડીયો અપલોડ કર્યો હતો.”
Madhyom (https://t.co/pX7YnDWHHK) is a West Bengal based news portal which covers news & views and perspective on the present state of affairs in West Bengal.
— Suvendu Adhikari (@SuvenduWB) November 5, 2024
Recently the portal uploaded a video covering the vandalism at a Kali Puja Pandal at Dakshindari area (adjacent to… pic.twitter.com/Bwob9HmlZU
તેમણે આગળ લખ્યું કે, “આ વિડીયો મોટી સંખ્યામાં જોવામાં આવ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે. કાલી પૂજા પંડાલ અને મા કાલીની મૂર્તિની અપવિત્રતાને રોકવામાં મમતા નિષ્ફળ ગયેલી પોલીસે આજે પત્રકાર અનન્ય ગુપ્તાની ધરપકડ કરી છે. એવું લાગે છે કે તેમની ભૂલ એ છે કે તેઓ સત્યને ઉજાગર કરી રહ્યા હતા.”
તેમણે આગળ લખ્યું કે, “આ માત્ર મીડિયાની સ્વતંત્રતાની વાત નથી, પરંતુ પશ્ચિમ બંગાળમાં સનાતન ધર્મ પર થતા હુમલાના વિરોધમાં ઉઠતા અવાજોને દબાવવાનો આ પ્રયાસ છે.” ઉલ્લેખનીય છે કે આ આગાઉ પણ દુર્ગા પૂજા દરમિયાન પણ પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થાનો પર માતા દુર્ગાના પૂજા પંડાલો પર હુમલા અને મૂર્તિઓ ખંડિત કરી હોવાના મામલા સામે આવ્યા હતા.