કર્ણાટકના (Kanataka) વિજયપુરા (Vijaypura) જિલ્લામાં ખેડૂતોની 1200 એકર જમીન પર વક્ફ બોર્ડે (Waqf Board) દાવો કર્યા બાદ કર્ણાટકમાં હોબાળો મચી ગયો છે. દરમિયાન આ મામલે વક્ફની ભૂમિકા શંકાસ્પદ હોવાની માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ખેડૂતોની જમીનના રેવન્યુ રેકોર્ડમાં વકફનું નામ ઉમેરવાનું કામ રાતોરાત થઈ ગયું છે નહીંતર અગાઉ આ નામ રેકોર્ડમાં નહોતું.
CNNએ પોતાના રિપોર્ટમાં દસ્તાવેજો સાથે છેડછાડનો ખુલાસો કર્યો છે. ન્યૂઝ18ના રિપોર્ટમાં આ અંગેની વિશેષ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ખેડૂતોની 1200 એક્ટ જમીન પર રાતોરાત વક્ફ બોર્ડનો દાવો થઈ ગયો છે અને જમીનના રેકોર્ડ્સમાં વક્ફ બોર્ડનું નામ પણ ઉમેરી દેવામાં આવ્યું છે. જેને લઈને હવે આખા રાજ્યમાં હોબાળો જોવા મળી રહ્યો છે.
તેના સિવાય ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ સોશિયલ મીડિયા પર આ બાબતની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ સપ્તાહમાં વક્ફ બોર્ડનું નામ 44 મિલકતોના લેન્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ફેરફાર રાતોરાત થયો છે અને આ માટે RTC (રેકોર્ડ ઓફ રાઈટ્સ, ટેનન્સી એન્ડ રેકોર્ડ્સ ઓફ ક્રૉપ્સ)માં મ્યુટેશન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં ખેડૂતોને કોઈ માહિતી આપવામાં આવી નથી, જેના કારણે તેઓ હેરાન થઈ રહ્યા છે.
Shocking details emerge in the Vijayapura land grab case in Karnataka.
— Amit Malviya (@amitmalviya) October 28, 2024
Not just notices, Waqf Board name was inserted in revenue records in Vijayapura overnight, RTC (Record of Rights, Tenancy and Crops) mutation done to include Waqf name.
Waqf Board name inserted in land… pic.twitter.com/cbD1bT4oJZ
ખેડૂતોએ આ મામલે અવાજ ઉઠાવ્યા બાદ કર્ણાટક સરકારે પણ આ ઘટનાને લઈને યુ-ટર્ન લીધો છે. રાજ્યના કાયદા મંત્રી એચ.કે. પાટીલે કહ્યું કે, ગેઝેટ નોટિફિકેશનમાં ભૂલને કારણે આવું થયું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂતોની જમીનને વક્ફ મિલકતમાં ફેરવવાનો સરકારનો કોઈ ઈરાદો નથી અને જો કોઈ ભૂલ થઈ હશે તો તેને સુધારવામાં આવશે.
Details on @CNNnews18. https://t.co/d0DBC76Z8x pic.twitter.com/go5pZsfLR6
— Amit Malviya (@amitmalviya) October 28, 2024
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં વિજયપુરાના ખેડૂતોને તેમની જમીન ખાલી કરવાની નોટિસ મળી હતી. જે બાદ તેમણે આ મુદ્દે પ્રદર્શનની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, જો તેમની જમીનો વક્ફને સોંપવામાં આવશે તો તેમની પાસે આજીવિકા માટે કોઈ વિકલ્પ બચશે નહીં. ઘણા ખેડૂત નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ ચોક્કસ સમુદાયના લોકોને ખુશ કરવા માટે આવી કાર્યવાહી કરી રહી છે.