Tuesday, April 15, 2025
More
    હોમપેજદેશતમિલનાડુમાં 150 પરિવારોને વક્ફ બોર્ડની નોટિસ: કોંગ્રેસ MLAએ કહ્યું- એક વખત જે...

    તમિલનાડુમાં 150 પરિવારોને વક્ફ બોર્ડની નોટિસ: કોંગ્રેસ MLAએ કહ્યું- એક વખત જે જમીન વક્ફની થઈ, તે વક્ફની જ રહે; 1500 વર્ષ પ્રાચીન મંદિર પર પણ ઠોક્યો હતો દાવો

    મોટાભાગના ગ્રામજનો પાસે સરકાર દ્વારા જારી કરાયેલા દસ્તાવેજો છે. તેમણે DM પાસેથી રક્ષણ અને સ્પષ્ટતાની માંગ કરી છે. ગ્રામજનોમાં ભયનો માહોલ છે. તેમને ડર છે કે તેમની આજીવિકાનું એકમાત્ર સાધન તેમની પાસેથી છીનવાઈ જશે.

    - Advertisement -

    વક્ફ સુધારા બિલ (Waqf Amendment Bill) બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કર્યા પછી કાયદો (Act) બન્યા બાદ પણ એવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જે દર્શાવે છે કે દેશને આ કાયદાની કેટલી જરૂર હતી. હવે વક્ફ બોર્ડે (Waqf Board) તમિલનાડુના (Tamil Nadu) એક ગામના 150 પરિવારોને તેમની જમીન (Land) ખાલી કરવા માટે નોટિસ (Notice) ફટકારી છે. આ ખેતીલાયક જમીન છે, જેની મદદથી આ પરિવારો પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ ઘટના વેલ્લોર જિલ્લાના અનઈકટ્ટુ તાલુકાના કટ્ટુકોલૈ ગામમાં બની હતી. પીડિત પરિવારો આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

    વકફ બોર્ડે તમિલનાડુના આ 150 પરિવારોની જમીનોને વક્ફ મિલકત તરીકે જાહેર કરી છે. પીડિતોએ વેલ્લોર DMને ફરિયાદ સોંપીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. આ નોટિસ સૈયદ અલી સુલતાન શાહના નામે જારી કરવામાં આવી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ જમીન દરગાહની છે – કાં તો ગ્રામીણો જમીન ખાલી કરી દે અથવા દરગાહને ભાડું ચૂકવવાનું શરૂ કરી દે. છેલ્લી 4 પેઢીઓથી ત્યાં રહેતા આ ગ્રામજનોની આજીવિકા ખેતી પર આધારિત છે. તેની પાસે કામનો બીજો કોઈ સ્ત્રોત નથી.

    આ પૈકીના મોટાભાગના ગ્રામજનો પાસે સરકાર દ્વારા જારી કરાયેલા દસ્તાવેજો છે. તેમણે DM પાસેથી રક્ષણ અને સ્પષ્ટતાની માંગ કરી છે. ગ્રામજનોમાં ભયનો માહોલ છે. તેમને ડર છે કે તેમની આજીવિકાનું એકમાત્ર સાધન તેમની પાસેથી છીનવાઈ જશે. ‘હિંદુ મુન્નાની’ સંગઠનના નેતા મહેશે જણાવ્યું હતું કે, સર્વે નંબર 330/1 હેઠળ આવતી જમીનોને વક્ફ મિલકત જાહેર કરવામાં આવી છે. તેમણે વહીવટીતંત્ર પાસે માંગ કરી કે તેઓ તાત્કાલિક આ જમીનોના લીઝ (માલિકીના હકોના પાકા દસ્તાવેજો) ગ્રામજનોને સોંપે.

    - Advertisement -

    કોંગ્રેસે MLAએ કહ્યું- એક વખત વક્ફની જમીન થઈ ગઈ, તે હંમેશા વક્ફની જ રહે

    બીજી તરફ, તમિલનાડુ કોંગ્રેસના ધારાસભ્ય હસન મૌલાનાએ ખાતરી આપી છે કે, તેમની જમીન પરથી કોઈને પણ દૂર કરવામાં આવશે નહીં. જોકે, આ દરમિયાન તેમણે ગ્રામજનોને એમ પણ કહ્યું છે કે, જો તેમની જમીન વક્ફ બોર્ડની હોવાનું સાબિત થાય છે તો તેમણે દરગાહને ભાડું ચૂકવવું પડશે. તેમણે કહ્યું કે, એકવાર જે જમીન વકફ થઈ જાય પછી તે કાયમ માટે વકફ રહે છે. વક્ફે બાલાજી નામના વ્યક્તિના ઘર અને દુકાન પર પણ દાવો કર્યો છે. સૈયદ સદ્દામ સ્થાનિક મસ્જિદ અને દરગાહનો સંભાળ રાખનાર છે. તેણે જ નોટિસ મોકલી છે.

    2021માં સૈયદ સદ્દામના અબ્બાનું અવસાન થયું હતું. તેનું કહેવું છે કે, આ મિલકત 1954થી વક્ફ મિલકત છે અને તેમની પાસે આ સાબિત કરવા માટે સરકારી દસ્તાવેજો છે. તેણે કહ્યું કે, તેના અબ્બુ એટલા શિક્ષિત અને જાગૃત નહોતા, તેથી જ તે ગામલોકો પાસેથી ભાડું લેતા નહોતા. તેણે કહ્યું કે, તે એક જૂની ભૂલ સુધારી રહ્યો છે. સદ્દામે ધમકી આપી હતી કે, વધુ બે નોટિસ મોકલવામાં આવશે અને ત્યારબાદ હાઇકોર્ટનો સંપર્ક કરવામાં આવશે. DMએ ગ્રામીણોને હાલ ભાડું ન ચૂકવવા જણાવ્યું છે.

    1500 વર્ષ પ્રાચીન મંદિર પર પણ ઠોક્યો હતો દાવો

    નોંધનીય છે કે, તમિલનાડુમાં જ વક્ફ બોર્ડ 1500 વર્ષ જૂના મંદિર પર દાવો કરી ચૂક્યું છે. ખાસ વાત એ છે કે, 1500 વર્ષ પહેલાં સુધી ઇસ્લામનું અસ્તિત્વ પણ નહોતું. તમિલનાડુમાં ત્રિચી નજીક આવેલા સમગ્ર તિરુચેન્થુરઈ ગામને વક્ફ મિલકત જાહેર કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે રાજગોપાલ નામના વ્યક્તિએ પોતાની 1 એકર 2 સેન્ટ જમીન રાજરાજેશ્વરી નામના વ્યક્તિને વેચવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે રાજગોપાલ પોતાની જમીન વેચવા માટે રજિસ્ટ્રાર ઑફિસ પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે જે જમીન તેઓ વેચવાનું વિચારી રહ્યા હતા તે તેમની નહીં, પણ તે જમીન વક્ફમાં રૂપાંતરિત થઈ ગઈ હતી અને હવે તેનો માલિક વક્ફ બોર્ડ છે.

    ગામમાં માંઆનેદિયાવલ્લી સમીથા ચંદ્રશેખર સ્વામી મંદિર છે. આ મંદિર 1500 વર્ષ જૂનું છે. તિરુચેન્થુરઈ ગામમાં અને તેની આસપાસ મંદિર 369 એકર મિલકત ધરાવે છે. ગ્રામજનોનો પ્રશ્ન એ હતો કે, શું આ મંદિરની મિલકત પણ વક્ફ બોર્ડની છે અને તેનો આધાર શું છે? ગામના લોકો પાસે જમીનના દસ્તાવેજો પણ હતા. વક્ફે મહેસૂલ વિભાગને એક પત્ર મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગામની જમીનની નોંધણી કરાવવા આવનારા લોકોએ વક્ફ બોર્ડ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું પડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં