Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમબહરાઈચમાં રામગોપાલ મિશ્રાની હત્યા બાદ પણ શાંતિ ના મળતા કટ્ટરપંથી મુસ્લિમોએ મૃતદેહ...

    બહરાઈચમાં રામગોપાલ મિશ્રાની હત્યા બાદ પણ શાંતિ ના મળતા કટ્ટરપંથી મુસ્લિમોએ મૃતદેહ પર પણ વરસાવી ગોળીઓ અને પથ્થર: CM યોગીએ કહ્યું- કોઈને નહીં છોડાય

    હિંસામાં કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ હિંદુઓ પર પથ્થરમારો અને ગોળીબાર કર્યો. ગોળીબારથી રામગોપાલ મિશ્રા નામના હિંદુ યુવકની છાતીમાં અઢળક ગોળીઓ વાગી અને તેનું કરુણ મોત નીપજ્યું.આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (UP) બહરાઈચમાં (Bahraich) દુર્ગા પૂજા વિસર્જન યાત્રા દરમિયાન ઇસ્લામી ટોળાંએ (Muslim Mob) ભારે હિંસા (Violence) આચરી હતી. આ હિંસામાં કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ હિંદુઓ પર પથ્થરમારો અને ગોળીબાર કર્યો હતો. ગોળીબારથી રામગોપાલ મિશ્રા નામના હિંદુ યુવકની છાતીમાં અઢળક ગોળીઓ વાગી અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે હવે તે ઘટનાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કટ્ટરપંથી મુસ્લિમોની ઉગ્રતા સ્પષ્ટ દેખાઈ રહી છે. જયારે રામગોપાલ મિશ્રાના મૃતદેહને લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે પણ તેમના પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો.

    આ આખી ઘટના કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે પગથિયાં પરથી રામગોપાલ મિશ્રાનો મૃતદેહ નીચે લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બીજી તરફથી ભૂરા પેન્ટ અને કાળા ટીશર્ટ પહેરેલા વ્યક્તિને પથ્થર મારતો જોઈ શકાય છે. આટલું જ નહીં, આ વ્યક્તિની પાછળ અન્ય એક સફેદ કપડા પહેરેલો વ્યક્તિ પણ નજરે પડી રહ્યો છે. તે વ્યક્તિના હાથમાં રાઈફલ પણ નજરે પડી રહી છે.

    આ વીડિયોને લઈને ઑપઇન્ડિયાએ મૃતક રામગોપાલના ભાઈ હરિમિલન મિશ્રા સાથે વાત કરી હતી. હરિમિલને જણાવ્યું કે, તેમના ભાઈની મુસ્લિમોએ તેમના ઘરમાં ખેંચીને હત્યા કરી નાખી હતી. વિસર્જન યાત્રામાં સામેલ કેટલાક યુવાનો કોઈક રીતે ત્યાં પહોંચ્યા અને મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મૃતદેહ લઈને આવેલા યુવાનો પર પણ ગોળીઓ અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. કેટલાક પથ્થરો રામગોપાલના મૃત શરીર પર પણ પડ્યા હતા.

    - Advertisement -

    પ્રખ્યાત X યુઝર Mr. Sinha દ્વારા આ વિડીયો પોતાના હેન્ડલ પર મુકવામાં આવ્યો છે. તેમણે લખ્યું છે કે, “ચોંકાવનારી વાત છે કે રામગોપાલ મિશ્રાના મૃતદેહને લઇ જવામાં આવી રહ્યો હતો તે સમયે પણ પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. તેમને 20થી વધુ વાર ગોળીઓ મારવામાં આવી. આ લોકો માણસ છે કે કોણ છે? આ દુઃખદ હોવાની સાથે-સાથે બિહામણું પણ છે. ISIS આપણી આસપાસ જ છે.”

    સુદર્શન ન્યૂઝના પત્રકાર સાગર કુમારે પણ આ જ વિડીયો શેર કરીને લખ્યું છે કે, “જેહાદીઓએ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કર્યા બાદ પણ તેમના મૃતદેહ પર પથ્થરમારો ચાલુ જ રાખ્યો. તાલીબાનમાં જ આટલી ક્રુરતાથી હત્યા કરવામાં આવે છે.”

    આ તમામ ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વયં સંજ્ઞાન લઈને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. CM યોગીના કડક આદેશ બાદ બેદરકારી દાખવનારા હરદી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને ચોકીના ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

    CM યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “જનપદ બહરાઈચના મહસીમાં માહોલ બગાડનારાઓને બક્ષવામાં નહીં આવે. તમામને સુરક્ષાની ગેરંટી, પરંતુ ઉપદ્રવીઓ અને જેની બેદરકારીના કારણે આ ઘટના ઘટી છે, તેવા લોકોની ઓળખ કરીને સખતમાં સખત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. પ્રતિમા વિસર્જન ચાલુ જ રહેશે. પ્રશાસન અને પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળ પર હાજર રહીને ધાર્મિક સંગઠનો સાથે સંવાદ કરી પ્રતિમા વિસર્જન કરાવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.”

    શું છે આખી ઘટના?

    ઉલ્લેખનીય છે કે, ઘટના બહરાઈચ જિલ્લાના મહારાજગંજના હરદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં રવિવારે (13 ઑક્ટોબર) સાંજે દુર્ગા પૂજા વિસર્જન યાત્રા નીકળી રહી હતી, દરમિયાન યાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પણ પસાર થઈ હતી. જાણકારી અનુસાર, યાત્રા જેવી અબ્દુલ હમીદના ઘર પાસેથી નીકળી કે તરત જ ત્યાં રહેલા મુસ્લિમ ટોળાંએ મૂર્તિઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

    માત્ર પથ્થરમારો જ નહીં, કટ્ટરપંથી મુસ્લિમોએ હિંદુઓ પર ગોળીબાર પણ કર્યો હતો. આ ફાયરિંગમાં રામગોપાલ નામના એક સ્થાનિક હિંદુનું મૃત્યુ પણ થયું છે અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે. પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, મસ્જિદમાંથી એલાન થયા બાદ કટ્ટરપંથી ઇસ્લામી ટોળાં એકઠા થઈ ગયા હતા અને વિસર્જન યાત્રા (Durga Visarjan Yatra) પર હુમલો કરી દીધો હતો.

    બહરાઈચમાં થયેલી હિંસાને લઈને માહોલ તણાવપૂર્ણ છે. આ દરમિયાન મોડી રાત સુધીમાં મુખ્ય આરોપીઓ સલમાન, અબ્દુલ હમીદ સહિતના લોકો પર FIR નોંધવામાં આવી હતી અને જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી છે કે, 25થી 30 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ ઘટનાને લઈને હજુ પણ અજંપાભરી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં