Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'રાષ્ટ્ર-ધર્મની રક્ષા માટે હિંસા પણ ધર્મ સંમત': યતિ નરસિંહાનંદ મામલે હિંસક પ્રદર્શન...

    ‘રાષ્ટ્ર-ધર્મની રક્ષા માટે હિંસા પણ ધર્મ સંમત’: યતિ નરસિંહાનંદ મામલે હિંસક પ્રદર્શન કરતા ઉન્માદીઓને CM યોગીની ચેતવણી, કહ્યું- પરિણામ ભોગવવા રહો તૈયાર

    CM યોગીએ કહ્યું છે કે, "હિંદુ ધર્મનો કોઈનો અંત નથી ઈચ્છતો. તે 'અહિંસા પરમો ધર્મ'ની સાથે 'ધર્મ હિંસા તથૈવ ચ'ની પણ વાત કરે છે. તેનો અર્થ છે, સેવા સાથે જોડાયેલા, દીન-દુઃખીયાઓની સેવા માટે જીવન સમર્પિત કરી દો. પરંતુ, રાષ્ટ્ર અને ધર્મની રક્ષા અને નિર્દોષ લોકોને બચાવવા માટે હિંસા કરવી પડે તો તે પણ ધર્મ સંમત છે."

    - Advertisement -

    યતિ નરસિંહાનંદ (Yati Narsinghanand) વિરુદ્ધ હાલ મુસ્લિમ ટોળાંઓ (Muslim Mob) હિંસક પ્રદર્શન (Violent Protests) કરી રહ્યા છે. અનેક જગ્યાઓ પર પોલીસ પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. જાહેરમાં ‘સર તન સે જુદા’ની (Sar Tan Se Juda) ધમકીઓ આપવામાં આવી રહી છે. ત્યારે હવે આ મામલે CM યોગીની (CM Yogi) ચેતવણી પણ સામે આવી છે. તેમણે ઉન્માદીઓ અને અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું છે કે, જે કાયદો હાથમાં લઈ રહ્યા છે, તે પરિણામ ભોગવવા તૈયાર રહે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે, રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે તથા નિર્બળ લોકોના જીવ બચાવવા માટે જો હિંસા આચરવી પડે તો તે પણ ધર્મ સંમત છે.

    સોમવારે (7 ઑક્ટોબર) CM યોગી વારાણસીના (Varanasi) સિગરા સ્થિત ભારત સેવાશ્રમ સંઘમાં દુર્ગાપૂજા સમારોહમાં હાજર રહ્યા હતા. દરમિયાન તેમણે સંબોધન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સમાજનો એક નિશ્ચિત વર્ગ હિંદુ-દેવી દેવતાઓ અને સંતો, મહંતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી અને મૂર્તિઓને તોડવાને પોતાનો ધર્મ માની રહ્યા છે. તે લોકો વિરુદ્ધ કાર્યવાહી થશે. યોગી આદિત્યનાથની આ ટિપ્પણી યતિ નરસિંહાનંદ વિરુદ્ધ ચાલી રહેલા હિંસક પ્રદર્શનને લઈને સામે આવી હોવાનું કહેવાય છે. તેમણે તોડફોડ કરનારા અને ઉન્માદ ફેલાવનારાઓને ચેતવણી આપી હતી કે, તેઓ હવે પરિણામ ભોગવવા તૈયાર રહે.

    CM યોગીની ટિપ્પણીમાં અરાજકતાવાદીઓને કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, “હિંદુ ધર્મનો કોઈનો અંત નથી ઈચ્છતો. તે ‘અહિંસા પરમો ધર્મ’ની સાથે ‘ધર્મ હિંસા તથૈવ ચ’ની પણ વાત કરે છે. તેનો અર્થ છે, સેવા સાથે જોડાયેલા, દીન-દુઃખીયાઓની સેવા માટે જીવન સમર્પિત કરી દો. પરંતુ, રાષ્ટ્ર અને ધર્મની રક્ષા અને નિર્દોષ લોકોને બચાવવા માટે હિંસા કરવી પડે તો તે પણ ધર્મ સંમત છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “દરેક મત, સંપ્રદાય અને પંથની આસ્થાનું સન્માન થવું જ જોઈએ, પરંતુ અરાજકતા અસ્વીકાર્ય છે.” તેમણે હિંસક પ્રદર્શન કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, “કોઈપણ વ્યક્તિ કાયદાને પોતાના હાથમાં લેવાનો સહેજ પણ પ્રયાસ ન કરે અને જો કોઈ વ્યક્તિ આવું કરશે તો તે પરિણામ ભોગવવા પણ તૈયાર રહે. કાયદાને અસ્તવ્યસ્ત કરનારા તમામ પર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.” આ કાર્યક્રમ દરમિયાન CM યોગીએ માતા દુર્ગાની પૂજા પણ કરી હતી અને મહિલાઓને 100 સિલાઈ મશીનોનું પણ વિતરણ કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં