Saturday, November 9, 2024
More
    હોમપેજદુનિયાફાઈનલ પહેલાં વિનેશ ફોગાટ પેરિસ ઓલમ્પિક્સમાંથી ડિસ્કવોલિફાય, નહીં જીતી શકે મેડલ: 50...

    ફાઈનલ પહેલાં વિનેશ ફોગાટ પેરિસ ઓલમ્પિક્સમાંથી ડિસ્કવોલિફાય, નહીં જીતી શકે મેડલ: 50 kgથી વધુ વજન હોવાનું સામે આવતાં અયોગ્ય ઘોષિત

    ભારતના કોચ વીરેન્દ્ર સિંઘ દહિયાએ પણ ઘટનાક્રમની પુષ્ટિ કરી હતી. જેમાં જણાવાયું કે, “100 ગ્રામ વધુ વજનના કારણે વિનેશને અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યાં છે. અમારા અધ્યક્ષ સંજય સિંઘ પણ અહીં છે અને અપીલ માટે પ્રયાસ કરી રહ્યા છે.”

    - Advertisement -

    પેરિસ ઓલમ્પિક્સમાં ભાગ લેવા પહોંચેલાં પહેલવાન વિનેશ ફોગાટે સેમીફાઇનલ જીતી લીધા બાદ મેડલની આશા જગાવી હતી, પરંતુ તાજા સમાચાર અનુસાર તેમને ડિસ્કવોલિફાય કરવામાં આવ્યાં છે. કારણ એ આપવામાં આવ્યું છે કે તેમનું વજન માન્ય વજનથી 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું છે. બહાર થયા બાદ હવે તેઓ ફાઇનલ રમી શકશે નહીં, જેના કારણે હવે મેડલ જીતી શકે તેમ નથી. 

    ભારતીય ઓલમ્પિક્સ એસોશિએશને એક નિવેદનમાં વિનેશના ડિસ્કવોલિફિકેશનની પુષ્ટિ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, “ભારે દુઃખ સાથે વિમેન્સ રેસલિંગ 50 કિલો ક્લાસમાંથી વિનેશ ફોગાટના ડિસ્કવોલિફિકેશનના સમાચાર આપવા પડી રહ્યા છે. ટીમ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો બાદ પણ આજે સવારે તેમનું વજન 50 કિલોથી થોડા ગ્રામ વધી ગયું હતું. આ સમયે કોઇ વધુ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ વિનંતી કરે છે કે વિનેશની ગોપનીયતા જાળવી રાખવામાં આવે. બીજી તરફ, ટીમ બાકીની સ્પર્ધાઓ ઉપર હાલ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.”

    ભારતના કોચ વીરેન્દ્ર સિંઘ દહિયાએ પણ ઘટનાક્રમની પુષ્ટિ કરી હતી. જેમાં જણાવાયું કે, “100 ગ્રામ વધુ વજનના કારણે વિનેશને અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યાં છે. અમારા અધ્યક્ષ સંજય સિંઘ પણ અહીં છે અને અપીલ માટે પ્રયાસ કરી રહ્યા છે.”

    - Advertisement -

    ઓલમ્પિક્સના નિયમો અનુસાર, હવે ફોગટ સિલ્વર મેડલ પણ જીતી શકશે નહીં અને આ સ્પર્ધામાં માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓ જ હશે. નિયમ કહે છે કે, પહેલવાનોએ સ્પર્ધાના બંને દિવસ દરમિયાન તેમનું વજન જે-તે કેટેગરી અનુસાર જાળવી રાખવું પડે છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિનેશ ફોગાટનું વજન મંગળવારે રાત્રે 2 કિલો વધુ હતું. તેઓ આખી રાત ન ઊંઘ્યાં અને જોગિંગ, સ્કિપિંગ, સાયકલિંગ વગેરે થકી ક્રાઇટેરિયા જાળવી રાખવા માટે મહેનત કરી. પરંતુ 100 ગ્રામ માટે નિયમો આડે આવ્યા. ભારતીય પ્રતિનિધિમંડળે ઓલમ્પિક્સ કમિટી સમક્ષ થોડા વધુ સમયની માંગ કરી, પરંતુ તે ફગાવી દેવામાં આવી. 

    નોંધવું જોઈએ કે, મંગળવારે વિનેશ ફોગાટે પહેલાં ક્વાર્ટર ફાઈનલ અને ત્યારબાદ સેમીફાઇનલ જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આમ કરનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા રેસલર બન્યાં હતાં. તેમણે લાસ્ટ-8 સ્ટેજમાં યુક્રેનની મહિલા પહેલવાનને હરાવ્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ચાર વખતની ચેમ્પિયન અને ગોલ્ડ મેડલ વિજેતા મહિલા પહેલવાનને હરાવી હતી. ત્યારબાદ સેમીફાઇનલમાં ક્યુબાની પહેલવાન સામે 5-૦થી જીતીને ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં