નૂંહમાં જળાભિષેક યાત્રા પર થયેલા હુમલાના વિરોધમાં VHP અને બજરંગ દળ 2 ઓગસ્ટ 2023ના રોજ દેશવ્યાપી પ્રદર્શન કરવાના છે. જિલ્લા મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન દરમિયાન જેહાદનું પુતળું ફૂંકવામાં આવશે. જેની ઘોષણા VHPએ 1 ઓગસ્ટે મીડિયામાં જાહેર કરવામાં આવેલા નિવેદન દરમિયાન કરી છે. સાથે જ મેવાતને મીની પાકિસ્તાન જણાવતા સંકલ્પ લેવામાં આવ્યો હતો કે તેને હિંદુઓનું કબ્રસ્તાન નહીં બનવા દેવામાં આવે.
નૂંહમાં હિંદુઓની યાત્રા પર 31 જુલાઈના રોજ ઇસ્લામી ટોળાએ હુમલો કર્યો હતો. જેના વિરોધમાં VHP દેશવ્યાપી પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. આ ઘટનામાં પત્થરમારો, ફાયરીંગ અને આગચંપી પણ કરવામાં આવી હતી. અનેક કલાકો સુધી હિંદુઓ બંધકોની માફક ફસાયેલા રહ્યા હતા. સોમવારની રાત્રે તેમને રેસ્ક્યું કરીને બચાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હિંદુઓ જે નલ્હડ શિવ મંદિરમાં ફસાયા હતા, તેના પર નજીકના ડુંગરાઓ પરથી ફાયરીંગ પણ કરવામાં આવ્યા હતા.
प्रेस वक्तव्य:
— Vishva Hindu Parishad -VHP (@VHPDigital) August 1, 2023
मेवात को नहीं बनने देंगे हिंदुओं का कब्रिस्तान: सुरेन्द्र जैन (@drskj01)
2 अगस्त को बजरंग दल का देशव्यापी प्रदर्शन
नई दिल्ली। अगस्त 1, 2023। हरियाणा के मेवात में कल जो भी हुआ वह बहुत दुर्भाग्यपूर्ण है। विश्व हिंदू परिषद के केंद्रीय संयुक्त महामंत्री डा सुरेंद्र…
જાહેર કરેલા નિવેદનમાં વિહિપના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, “હરિયાણાના મેવાતમાં ગઈકાલે જે પણ થયું તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. યાત્રા શરુ થયે 15 મિનીટ પણ નહોતી થઇ કે ઉપદ્રવીઓએ પત્થરમારો, ફાયરીંગ અને આગચંપી શરુ કરી દીધી હતી. શ્રદ્ધાળુઓએ જયારે માહોલ બગડતા પીછેહઠ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પાછળથી પણ તેમના પર હુમલો કરવામાં આવ્યો. પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા. લોકો મહા મુશ્કેલીથી જીવ બચાવીને મહાદેવ મંદિરમાં પહોંચ્યા, તો હુલ્લડખોરો ત્યાં પણ આવી પહોંચ્યા હતા. જેટલા પણ વાહન હતા તેમાં આગ લગાવી દેવામાં આવી. ગોળીઓ ચલાવવામાં આવી હતી. પોલીસના આવ્યા બાદ પણ ઉપદ્રવીઓએ ત્રણ તરફથી ડુંગરાઓ પરથી ફાયરીંગ કર્યા.”
વધુમાં જૈને જણાવ્યું કે, “નૂંહમાં જે કઈ પણ થયું તે ડાયરેક્ટ એક્શન ડે જેવું લાગી રહ્યું હતું. તેવું લાગી રહ્યું હતું કે મેવાત મીની પાકિસ્તાન બની ગયું છે. ચારેય બાજુથી ઘેરાબંધી કરવામાં આવી હતી. મંદિરો અને પોલીસ ચોકીઓ પર હુમલો કરવામાં આવ્યો.” તેમણે જણાવ્યું કે “આ દુષ્કૃત્યને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે. પ્રશાશન આખા મેવાત ક્ષેત્રને સીલ કરીને એક-એક જેહાદીને પકડે અને હિંદુવિરોધી તથા રાષ્ટ્રવિરોધી આતંકવાદને રોકે.”