Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટક : ટીપુ સુલતાને મંદિર તોડીને બનાવી હતી મસ્જિદ, હવે ત્યાં હનુમાન...

    કર્ણાટક : ટીપુ સુલતાને મંદિર તોડીને બનાવી હતી મસ્જિદ, હવે ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવાનું હિંદુ કાર્યકરોનું એલાન

    હિંદુ સંગઠનની જાહેરાતને પગલે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળના પદાઅધિકારીઓએ કહ્યું કે તેઓ વિવાદિત મસ્જિદના એક કિલોમીટરના દાયરામાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે.

    - Advertisement -

    કર્ણાટકમાં ટીપુ સુલતાને મંદિર તોડીને જામા મસ્જિદ બનાવી હતી, VHPએ એ જ વિવાદિત માળખામાં પૂજા કરવાની જાહેરાત કર્યા બાદ મસ્જિદ રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર અશ્વતિ એસએ કહ્યું કે, આજે લોકોને મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. સાપ્તાહિક બજાર પણ બંધ છે. હિંદુ સંગઠનોનું કહેવું છે કે કર્ણાટકમાં ટીપુ સુલતાને મંદિર તોડીને જામા મસ્જિદ બનાવી હતી.

    કર્ણાટકના માંડ્યા જિલ્લાના હિંદુ કાર્યકર્તાઓએ જાહેરાત કરી છે કે તેઓ શ્રીરંગપટના નગરની જામા મસ્જિદમાં પ્રવેશ કરશે અને પૂજા અર્ચના કરશે. હિંદુ સંગઠનની જાહેરાતને પગલે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળના પદાઅધિકારીઓએ કહ્યું કે તેઓ વિવાદિત મસ્જિદના એક કિલોમીટરના દાયરામાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે.

    પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે VHP અને બજરંગ દળની જાહેરાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કલમ 144 કોઈપણ પ્રકારની જાહેર સભાને પ્રતિબંધિત કરે છે. 3 જૂને બપોરે 3 વાગ્યાથી 5 જૂને બપોરે 12 વાગ્યા સુધી કલમ 144 અમલમાં રહેશે.

    - Advertisement -

    વાસ્તવમાં, જ્ઞાનવાપી વિવાદિત માળખા મામલે ચાલતા વિવાદની આગ અન્ય રાજ્યોમાં પણ પહોંચી છે. હવે કર્ણાટકના શ્રીરંગપટના સ્થિત જામા મસ્જિદને લઈને વિવાદ ઉભો થયો છે. વિશ્વ હિન્દુ પરિષદનો દાવો છે કે અહીં પહેલા એક મંદિર હતું, જેને ટીપુ સુલતાને તોડીને મસ્જિદ બનાવી હતી. હિંદુ સંગઠનોએ પણ જ્ઞાનવાપીની જેમ જામા મસ્જિદના સરવેની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો છે. VHP અને બજરંગ દળે 20 મેના રોજ માંડ્યા જિલ્લા કમિશ્નરને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે સત્ય જાણવા માટે જ્ઞાનવાપીની જેમ જામા મસ્જિદમાં સર્વે કરવામાં આવે. હવે VHPએ જામા મસ્જિદમાં પ્રવેશ કરીને પૂજા કરવાની જાહેરાત કરી છે.

    જાહેરાત બાદ જિલ્લા પ્રશાસને જામિયા મસ્જિદ અને તેની આસપાસ સુરક્ષા કડક કરી દીધી છે. 500 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને ચાર ચેકપોસ્ટ મૂકવામાં આવી છે. શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે રૂટ માર્ચ પણ કાઢી હતી.

    બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના નેતાઓ ‘શ્રીરંગપટના ચલો’ આંદોલનને તેજ બનાવી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે, રાજ્ય સરકારે તેમના પત્રનો કોઈ જવાબ આપ્યો નથી, તેથી તેઓ તેમની યોજના મુજબ આગળ વધી રહ્યા છે. અહીં જામા મસ્જિદના અધિકારીઓએ રાજ્ય સરકારને મસ્જિદની સુરક્ષા માટે વિનંતી કરી છે.

    VHPના એલાન બાદ મસ્જિદ રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર અશ્વતિ એસએ કહ્યું કે આજે લોકોને મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી નથી. સાપ્તાહિક બજાર પણ બંધ છે. ઉપરાંત, 5 કિમી સુધીના વિસ્તારમાં દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં