Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવારાણસીની હોટલના મેનેજરે ઘૂંટણ પર બેસી તેજ પ્રતાપ યાદવની માફી માંગી? વિડીયો...

    વારાણસીની હોટલના મેનેજરે ઘૂંટણ પર બેસી તેજ પ્રતાપ યાદવની માફી માંગી? વિડીયો સોશિયલ સોશિયલ મીડિયામાં થયો વાયરલ

    વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં વારાણસીની હોટલના મેનેજરે ઘૂંટણ પર બેસી તેજ પ્રતાપ યાદવની માફી માંગી હોવાનું નજરે પડી રહ્યું છે.

    - Advertisement -

    વારાણસીની હોટલના મેનેજરે ઘૂંટણ પર બેસી તેજ પ્રતાપ યાદવની માફી માંગી હોવાના દાવા સાથે એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઘૂંટણ પર બેસી લાલુ પ્રસાદ યાદવના દીકરા અને બિહારના સરકારના મંત્રી તેજ પ્રતાપની માફી માંગી રહ્યો છે. આ વિડીયો વારાણસીની આર્કેડીયા હોટલનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. જ્યાં કેટલાક દિવસો પહેલા તેજ પ્રતાપ રોકાયા હતાં, અને મોડી રાત્રે સમાન બહાર મુકવા બાબતે વિવાદ કર્યો હતો. જોકે હોટલ મેનેજમેન્ટ કે તેજ પ્રતાપ યાદવ તરફથી આ મુદ્દે હજુ સુધી કશું કહેવામાં નથી આવ્યું.

    વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં વારાણસીની હોટલના મેનેજરે ઘૂંટણ પર બેસી તેજ પ્રતાપ યાદવની માફી માંગી હોવાનું નજરે પડી રહ્યું છે. મેનેજરનું નામ સંદીપ પોલીથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમની બાજુમાં જ હોટલ સ્ટાફના અન્ય 2 જણા પણ ઉભેલા દેખાય છે. આ વિડીયો ખુબજ નાનો છે.

    નોંધનીય છે કે વારાણસીના અંગત પ્રવાસે પહોંચેલા તેજ પ્રતાપે આરોપ લગાવ્યો હતો કે તેઓ હોટલ આર્કેડીયામાં રોકાયા હતા, શુક્રવારની (7 એપ્રિલ 2023) રાત્રે જયારે તેઓ પરત હોટલ પર આવ્યાં તે સમયે તેમનો સમાન રૂમની જગ્યાએ રીસેપ્શન પર મૂકી દેવામાં આવ્યો હતો. આરોપ છે કે હોટલના કર્મચારીઓએ કોઈ પણ પ્રકારની સુચના આપ્યા વગર, સુરક્ષામાં રહેલા જવાનોના રૂમનો સમાન બહાર કાઢી નાખ્યો હતો. આ વિષય પર તેજ પ્રતાપના સહાયક મિસાન સિંહાએ વારાણસીના સીગરા પોલીસ સ્ટેશનમાં હોટલ મેનેજમેન્ટ વિરુદ્ધ દુર્વ્યવહારની ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    ત્યાર બાદ 10 એપ્રિલે અર્કેડીયા હોટલના મેનેજરે આ આખા વિવાદ પર સ્પષ્ટતા કરી હતી. અહેવાલો અનુસાર મેનેજરે તેજ પ્રતાપને પ્રથમ દિવસે જ ચેક ઇન અને ચેક આઉટની તારીખ જણાવી દીધી હતી. તે સમયે તેજ પ્રતાપ યાદવને રૂમ 6 એપ્રિલ માટે આપવામાં આવ્યો હતો. કારણકે 7 અને 8 એપ્રિલે તેમાં અન્ય કોઈ વ્યક્તિનું બુકિંગ એડવાન્સમાં થયેલું હતું. હોટલ મેનેજમેન્ટ મુજબ તેજ પ્રતાપે આગલા દિવસે રૂમ ખાલી નહતો કર્યો, જેના કારણે એડવાન્સ બુકિંગ કરાવનાર ગેસ્ટને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

    હોટલના મેનેજરે તે પણ માહિતી આપી હતી કે તેજ પ્રતાપે 2 રૂમ બુક કરાવ્યા હતા, જેમાં એક પોતાના માટે, અને બીજો તેમના સહયોગી માટે હતો. સ્પષ્ટતામાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે જે સમાનને બહાર મુકવામાં આવ્યો હોવાનો આરોપ તેજ પ્રતાપ લગાવી રહ્યાં છે, તે તેમના નહિ પરંતુ તેમના સહયોગીના રૂમનો હતો. મેનેજરના જણાવ્યાં અનુસાર આ કાર્યવાહીનું વિડીયો રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું હતું. આ સિવાય તેજ પ્રતાપ યાદવ પર રૂમ બુક કરવા માટે પોતાનું ઓળખપત્ર ન જમા કરાવવાનું અને બીલ ન ભરવાના આરોપ પણ લગાવવામાં આવ્યાં હતા.

    જોકે હજુ સુધી તે માહિતી સામે નથી આવી શકી કે તેજ પ્રતાપે અત્યાર સુધીમાં બીલની ભરપાઈ કરી છે કે નહી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં