Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર સૈફ ઈમરાન મિર્ઝાને 20...

    16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર સૈફ ઈમરાન મિર્ઝાને 20 વર્ષની સખત કેદ: ₹2 લાખનો દંડ ભરવા વાપી કોર્ટનો આદેશ, પીડિતાને પ્રેમજાળમાં ફસાવી કર્યો હતો રેપ

    કોર્ટે ગુનેગારને POCSO એક્ટની કલમ 6ના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને ₹2 લાખનો દંડ અને જો દંડ ન ભરી શકે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ગુનેગાર દ્વારા ભરવામાં આવતા દંડને ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે આપવાનો આદેશ પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો.

    - Advertisement -

    વર્ષ 2020માં વાપી (Vapi) તાલુકાના છીરી વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ (Rape On Minor Girl) આચરી તેને ગર્ભવતી બનાવવાના ગુનામાં સૈફ ઈમરાન મિર્ઝા નામના શખ્સને વાપીની સ્પેશ્યલ POCSO કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ₹2 લાખનો દંડ પણ ફટકાર્યો છે. વર્ષ 2020માં ગુનેગાર ઈમરાન મિર્ઝાએ 16 વર્ષની સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી અને ત્યારબાદ તેને લલચાવી-ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી હતી અને વિશ્વાસમાં લઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી.

    ઘટનાની વધુ વિગતો અનુસાર, વાપી તાલુકાના છીરી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 16 વર્ષની સગીરા ગત 4 જૂન, 2020ના રોજ ખમણ લેવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તે ઘણા સમય સુધી ઘરે પરત ફરી ન હતી. ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ પરિવારજનોએ ખૂબ શોધખોળ કરી હતી, પરંતુ સગીરાની કોઈ ભાળ મળી ન હતી. જે બાદ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં સગીરા અને તેની સાથે ડુંગરા વિસ્તારમાં રહેતા સૈફ ઈમરાન મિર્ઝાને શોધી લેવામાં આવ્યા હતા.

    ત્યારબાદ વાપી પોલીસે ઈમરાન મિર્ઝાની સઘન પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન ઈમરાને કબૂલ્યું હતું કે, તેણે સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી અને ત્યારપછી શાળા તથા અન્ય સ્થળોએ તેઓ મળતા પણ હતા. આ દરમિયાન ઈમરાને સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને ત્રણથી ચાર વખત તેના પર દુષ્કર્મ પણ આચર્યું હતું. ત્યારબાદ મેડિકલ ચેકઅપ દરમિયાન પણ સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. તે પછી પોલીસે POCSO સહિતની વિવિધ કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

    - Advertisement -

    વાપી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

    વાપીની સ્પેશ્યલ POCSO કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન DGP અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિતના લોકોની જુબાની, ટેકનિકલ સર્વેલન્સ, મેડિકલ પુરાવા અને અને અન્ય પુરાવા સાથે અનેક પાસાઓ પરની દલીલો કરી હતી. જસ્ટિસ તરૂણ આહુજાએ દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સૈફ ઈમરાન મિર્ઝાને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે 16 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા માધ્યમથી મિત્રતા કરી તેના પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવનાર ગુનેગાર સૈફ ઈમરાન મિર્ઝાને IPCની કલમ 363ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા અને ₹10 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 2 મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી.

    તે સિવાય કોર્ટે ગુનેગારને POCSO એક્ટની કલમ 6ના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને ₹2 લાખનો દંડ અને જો દંડ ન ભરી શકે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ગુનેગાર દ્વારા ભરવામાં આવતા દંડને ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે આપવાનો આદેશ પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં