Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત‘3 વર્ષીય બાળકી માટે ન્યાય માંગવા રસ્તા પર ઉતર્યા સનાતનીઓ, તો વરસાવાઈ...

    ‘3 વર્ષીય બાળકી માટે ન્યાય માંગવા રસ્તા પર ઉતર્યા સનાતનીઓ, તો વરસાવાઈ લાઠી’: વલસાડ પોલીસ પર આરોપ, રેલીમાં સામેલ હતી મહિલાઓ પણ; સજ્જડ બંધ રહ્યું ઉમરગામ

    હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાનીએ X પર એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં પોલીસ લોકો પર લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે, જેમાં મહિલાઓ પણ દેખાય છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, આક્રોશિત હિંદુ સમાજે પ્રદર્શન કર્યું તો વલસાડ પોલીસે લાઠીચાર્જ કર્યો અને મહિલાઓને પણ માર માર્યો.

    - Advertisement -

    વલસાડના ઉમરગામમાં 3 વર્ષીય હિંદુ બાળકી સાથે મુસ્લિમ યુવકે દુષ્કર્મ આચર્યાના કેસમાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેસ સામે આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં મંગળવારે (27 ઑગસ્ટ) રાત્રે જ લોકોનાં ટોળાં પોલીસ મથક ખાતે એકઠાં થઈ ગયાં હતાં. ત્યારબાદ બીજા દિવસે (28 ઑગસ્ટ) ઉમરગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું. વેપારીઓએ દુકાનો, હોટેલો, લારી-ગલ્લાથી માંડીને ઑટોરિક્ષા વગેરે સેવાઓ પણ બંધ રાખી હતી. બીજી તરફ, પોલીસે આ મામલે કડક અને ઝડપી કાર્યવાહી કરીને પીડિતાને ન્યાય અપાવવા માટે આશ્વાસન આપ્યું છે.

    દરમ્યાન, બુધવારે ઉમરગામ ટાઉનમાંથી મહિલાઓ સહિત હજારો લોકોએ એક વિશાળ રેલી પણ કાઢી હતી અને આરોપીને કડકમાં કડક સજા કરીને પીડિતાને ઝડપી ન્યાય અપાવવા માટે માંગણી કરી હતી. દરમ્યાન પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પર ન્યાય માંગતી મહિલાઓ પર પણ લાઠીઓ વરસાવવાનો આરોપ છે, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે.

    હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાનીએ X પર એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં પોલીસ લોકો પર લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે, જેમાં મહિલાઓ પણ દેખાય છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, આક્રોશિત હિંદુ સમાજે પ્રદર્શન કર્યું તો વલસાડ પોલીસે લાઠીચાર્જ કર્યો અને મહિલાઓને પણ માર માર્યો. તેમણે લખ્યું કે, પોલીસે સગીર બાળકીને પણ એવી રીતે મારી કે એક બાળકી સ્થળ પર બેભાન થઈ ગઈ હતી.

    - Advertisement -

    તેમણે હિંદુ સમાજ વતી લાઠીચાર્જ કરતા જોવા મળતા પોલીસ અધિકારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે SP કરણ વાઘેલા વિરુદ્ધ કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી. 

    પોલીસનું 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાનું આશ્વાસન

    બીજી તરફ, આ મામલે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને આરોપીની ધરપકડની માહિતી આપી હતી અને સાથે જણાવ્યું કે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) તેમજ પોક્સો એક્ટની જુદી-જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મણે જણાવ્યું કે, આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે, જે તપાસ કરીને 15 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે. કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માટે પણ દરખાસ્ત કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

    મામલો મંગળવારે (27 ઑગસ્ટ) સામે આવ્યો હતો. અહીં એક ગુલામ મુસ્તફા નામના ઈસમે તેના હિંદુ મિત્રની માત્ર 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તે ભાગી છૂટ્યો હતો અને મહારાષ્ટ્ર જવાની ફિરાકમાં હતો. પરંતુ ત્યાં સુધીમાં પીડિત પિતાને ખબર પડી જતાં તેમણે ઉમરગામ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી ટ્રેનમાંથી જ પકડી લીધો હતો. આરોપી ટ્રેન દ્વારા ભાગતો હોવાની જાણકારી મળતાં પાલઘર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમણે સ્ટેશન પરથી તેની ધરપકડ કરી હતી. બીજી તરફ, રાત્રે જ લોકટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં