Friday, October 25, 2024
More
    હોમપેજક્રાઈમભાયલી ગેંગ રેપ કાંડ મામલે ચોંકાવનારો ખુલાસો: એકલી છોકરી મળે તો રેપ...

    ભાયલી ગેંગ રેપ કાંડ મામલે ચોંકાવનારો ખુલાસો: એકલી છોકરી મળે તો રેપ કરવાના ઈરાદે જ નીકળ્યા હતા વડોદરાના આફતાબ, શાહરૂખ, અજમલ સહિતના નરાધમો

    બળાત્કારની ઘટનાને 48 કલાકમાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ પોલીસે કાર્યવાહી કરીને 17 દિવસમાં 6,000 કરતા પણ વધુ પાનની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.

    - Advertisement -

    વડોદરાના ભાયલી-બીલ રોડ પર હિંદુ સગીરા પર ગેંગ રેપ (Vadodara Gang Rape) કરવાની ઘટના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે જે ચાર્જશીટ રજુ કરી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓ ઘટનાની રાત્રે બળાત્કાર કરવાના ઈરાદે જ ઘરેથી નીકળ્યા હતા. તેમણે પહેલાથી જ વિચારીને રાખ્યું હતું કે જો કોઈ એકલી યુવતી રસ્તા પર મળી જાય તો તેનો બળાત્કાર કરી દેશે. ત્યાર બાદ આ આખી ઘટના સામે આવી. આગામી 4 નવેમ્બરના રોજ તમામ આરોપીઓને પોક્સો કોર્ટમાં (Vadodara Pocso Court) રજૂ કરવામાં આવનાર છે.

    પ્રપ્ત માહિતી અનુસાર બળાત્કારની ઘટનાને 48 કલાકમાં જ પોલીસે (Vadodara Police) આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ પોલીસે કાર્યવાહી કરીને 17 દિવસમાં 6,000 કરતા પણ વધુ પાનની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. દિવ્ય ભાસ્કરે આપેલા અહેવાલ અનુસાર આ ચાર્જશીટમાં પોલીસે નોંધ્યું છે કે તમામ આરોપીઓ બળાત્કાર કરવાના ફિરાકમાં જ ઘરેથી નીકળ્યા હતા. આડા-અવળા રખડ્યા બાદ જયારે તેમણે અવાવરું જગ્યાએ સગીરા અને તેના મિત્રને જોયા ત્યારે તેમણે પોતાની બળાત્કારનો કારસો પાર પાડ્યો હતો.

    ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર આરોપીઓ મુન્ના, મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર, શાહરૂખ બનજારા, સૈફઅલી બનજારા અને અજમલ બનજારા ઘટનાની રાત્રે, એટલે કે 4 ઓક્ટોબર, 2024 (બીજા નોરતે) 10:30 વાગ્યે ગોત્રી રોડ ઓશિયામોલ તરફ ગયા હતા. ત્યાં થઈને તેઓ વૃંદાવન ડેરી ફાર્મ ખાતે ભેગા થયા હતા. રસ્તામાં પન્ના ગલ્લે વ્યસન કર્યા બાદ તેમણે રખડવા જવા, તેમજ કોઇ એકલી છોકરી મળે તો તેના પર બળાત્કાર કરવાનું નક્કી કર્યું હતું. આ તમામ આરોપીઓ એકસમાન ઈરાદો પાર પાડવા મોટરસાઈકલ લઈ નીકળી પડ્યા હતા.

    - Advertisement -

    તેઓ અલગ-અલગ વાહન પર ઓશિયા મોલથી મહારાજા ચોકડી થઇ ભાયલી-બીલના નિર્જન રોડ તરફ ગયા હતા. અહીં તેમણે બાળકીને તેના મિત્ર સાથે બેસેલી જોઇને સામુહિક બળાત્કાર કરવાનો ઈરાદો પાર પાડવાનું વિચાર્યું હતું. ત્યાર બાદ તમામે બાળકીના મિત્રને ધમકાવીને બાળકીને રોડની એક તરફ ઢસડી જઈ તેની સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ પોલીસે તમામની ધરપક કરીને કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ તમામ આરોપીઓને આગામી 4 નવેમ્બરે પોક્સો કોર્ટમાં હાજર કરી તેઓને પણ ચાર્જશીટની નકલ આપવામાં આવશે. ત્યારબાદ આરોપીઓ સામે ચાર્જફ્રેમ થતાં જ કેસની સુનાવણીઓ શરૂ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં