Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતવડોદરાના નરાધમોના રિમાન્ડ પૂર્ણ, ફરી કોર્ટમાં રજૂ કરાશે: અગાઉ પોલીસે માંગ્યા હતા...

    વડોદરાના નરાધમોના રિમાન્ડ પૂર્ણ, ફરી કોર્ટમાં રજૂ કરાશે: અગાઉ પોલીસે માંગ્યા હતા મુસ્લિમ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ, જજ એમ.એમ સૈયદે મંજૂર કરી હતી માત્ર 2 દિવસની કસ્ટડી

    આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં જજે આરોપીઓને પૂછ્યું હતું કે શું તેમને પોલીસ સામે કોઈ ફરિયાદ છે, જેનો તમામે ઇનકાર કર્યો હતો. પરંતુ પછી જ્યારે દલીલો ચાલી રહી હતી ત્યારે મુન્નાએ જજની સામે જ ‘જજ સાહબ….મેં જેલ જાના ચાહતા હું. મુજે માર દેંગે સાહબ..’ કહીને બૂમો પાડી હતી.

    - Advertisement -

    વડોદરા ગેંગરેપ કેસમાં (Vadodara Gangrape Case) પકડાયેલા પાંચ આરોપીઓના રિમાન્ડ ગુરુવારે (10 ઑક્ટોબર) પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારબાદ તેમને ફરીથી રજૂ કરવામાં આવશે. ધરપકડ બાદ મંગળવારે વડોદરા પોલીસે તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, જજ એમ. એમ સૈયદે 2 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. 

    પાંચ આરોપીઓમાંથી મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બંજારા, શાહરૂખ બંજારા મુખ્ય આરોપીઓ છે, જેમણે પીડિતાનો ગેંગરેપ કર્યો હતો. જ્યારે બાકીના બે પણ ઘટના પહેલાં તેમની સાથે હતા અને ત્યારબાદ ભાગી છૂટ્યા હતા. તેમની ઓળખ અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદીહસન તરીકે થઈ છે. 

    આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં જજે આરોપીઓને પૂછ્યું હતું કે શું તેમને પોલીસ સામે કોઈ ફરિયાદ છે, જેનો તમામે ઇનકાર કર્યો હતો. પરંતુ પછી જ્યારે દલીલો ચાલી રહી હતી ત્યારે મુન્નાએ જજની સામે જ ‘જજ સાહબ….મેં જેલ જાના ચાહતા હું. મુજે માર દેંગે સાહબ..’ કહીને બૂમો પાડી હતી. ત્યારબાદ કોર્ટરૂમ વકીલોની તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો અને ‘ગુજરાત પોલીસ જિંદાબાદ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    આરોપીઓ તરફે કોઈ વકીલ નહીં 

    કોર્ટમાં આરોપી તરફે કોઈ વકીલ હાજર ન રહેતાં જિલ્લા કાનૂની સહાય સમિતિએ વકીલ પૂરો પાડ્યો હતો. જેણે રિમાન્ડનો વિરોધ કર્યો હતો અને પોલીસ સામે દલીલ કરીને કહ્યું હતું કે, તેઓ વાહન કબજે કરવાનું કહે છે પણ તે પહેલાં જ કબજે કરી લેવાયું છે. 

    પોલીસે માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ 

    મામલો ગંભીર અને સંવેદનશીલ હોઈ અને પૂરતી તપાસ જરૂરી હોઈ કોર્ટમાં પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ ગુના સમયે પહેરેલાં કપડાં કબજે કરવાં જરૂરી છે ઉપરાંત પીડિતાનો મોબાઇલ અને ગુનામાં વપરાયેલ બાઇક પણ કબજે કરવાનાં બાકી છે. આરોપીઓનો મેડિકલ ટેસ્ટ બાકી છે અને ગુના બાદ તેમણે કયા આશ્રય લીધો હતો, UPમાં કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ કે ગુના સમયે નશો કર્યો હતો કે કેમ જેવી બાબતોની પણ તપાસ જરૂરી છે. 

    જોકે, આ દલીલો છતાં પણ જજ એમ. એમ સૈયદે આરોપીઓના માત્ર 2 દિવસના રિમાન્ડ જ મંજૂર રાખ્યા હતા. જેથી ગુરુવારે બપોરે 3 વાગ્યે તેમને કોર્ટમાં ફરીથી રજૂ કરવામાં આવશે. 

    મહિલા જજની કોર્ટમાં કેસ ચલાવાય તેવી માંગ 

    જોકે, આ કેસમાં માંગ એવી પણ થઈ રહી છે કે મામલો મહિલા જજ સમક્ષ ચલાવવામાં આવે. વડોદરા વકીલ મંડળ મેનેજિંગ કમિટીના સભ્ય એડવોકેટ વિરાજ ઠક્કરે લેખિતમાં માંગ કરીને જણાવ્યું હતું કે, પાંચ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. પીડિતા સગીર વયની છે. તે મહિલા જજ સામે વ્યથા જણાવી શકશે અને ન્યાય પ્રત્યે વિશ્વાસ સ્થાપિત થઈ શકશે. જેથી રિમાન્ડના તબક્કે જ કેસને મહિલા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં તબદીલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં