રોહિંગ્યા ઘૂસણખોરો પર ATS નો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લખનૌ ATSની યુનિટની તપાસમાં રોહિંગ્યા મુસ્લિમોના નકલી વોટર આઈડી કાર્ડ બનાવવાનો મામલો સામે આવ્યો છે. આ પહેલા બિહાર પોલીસના રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરો ઉપર અહેવાલો સામે આવ્યા હતા. રોહિંગ્યા ઘૂસણખોરો પર ATS મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
હિન્દુસ્તાનના અહેવાલ મુજબ રોહિંગ્યા મુસ્લિમોએ બનાવટી દસ્તાવેજોના આધારે મતદાર કાર્ડ બનાવડાવી લીધા છે, જેના કારણે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. લગભગ એક વર્ષ પહેલાં પકડાયેલા રોહિંગ્યાઓની પૂછપરછ દરમિયાન આ વાતનો ખુલાસો થયો હતો. લખનઉ એટીએસે આ ઘૂસણખોરો પાસેથી ભારતના બનાવટી મતદાર કાર્ડ કબજે કર્યા હતા. આ પછી રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓની શોધખોળ ચાલુ છે. તેમનો રેકોર્ડ તપાસીને ઘૂસણખોરી માટે મદદરૂપ થયેલા તત્વો સુધી પહોંચવાની કોશિશો સુરક્ષા એજન્સીઓ કરી રહી છે.
UP में रोहिंग्या और उनके मददगारों की हो रही तलाश: रिपोर्ट में बताया- नकली दस्तावेजों से बने भारत के वोटर, ATS की पड़ताल से सामने आया फर्जीवाड़ा बाबा के राज कोई देश द्रोही नहीं बचेगा, #Rohingya #UttarPradesh pic.twitter.com/Ff1hhmXxVG
— रणबीर सिंह नेगी (@RanveerNegi19) August 22, 2022
નોંધનીય છે કે જૂન 2021માં રોહિંગ્યા મુસ્લિમોને ભારત લાવનારી ગેંગના માસ્ટરમાઇન્ડ નૂર આલમને યુપી એટીએસ દ્વારા ગાઝિયાબાદના ડાસનાથી તેના મળતિયા સાથે ધરપકડ કરવામાં આવી હતી. નૂર આલમ બનાવટી દસ્તાવેજો પર રોહિંગ્યાઓને ભારત લાવતો હતો. ATSએ આરોપીના કબજામાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ અને 70,000 રૂપિયા જપ્ત કર્યા હતા.
નૂર આલમ પહેલા તેનો સાળો અઝીઝુલ્લા એટીએસ દ્વારા 6 જાન્યુઆરી 2021 ના રોજ પકડાયો હતો. બનાવટી દસ્તાવેજોની મદદથી અઝીઝ છેલ્લા 20 વર્ષથી ભારતમાં રહેતો હતો. બીજી તરફ, 28 ફેબ્રુઆરી 2021 ના રોજ અલીગઢથી મોહમ્મદ ફારૂક અને હસનની ધરપકડ પછી ફારુકના ભાઈની 1 માર્ચે ઉન્નાવથી ધરપકડ કરવામાં આવી હતી. શાહિદ નકલી ભારતીય દસ્તાવેજો અને 5 લાખ રૂપિયા સાથે ઝડપાયો હતો. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘૂસણખોરોને પ્રતિબંધિત SIMI સમર્થિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) દ્વારા ગેરકાયદેસર સંરક્ષણ આપવામાં આવે છે.
તાજેતરમાં બિહારમાંથી પણ પીએફઆઈની સંડોવણી સામે આવી છે. પટના પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને તેમના સંગઠનમાં ભરતી કરવા માટે આધાર બનાવામાં આવ્યા હતાં. પટના પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે PFI આધાર કાર્ડ મેળવવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કરવાની સાથે તેવી રીતો અપનાવી રહી છે જેના કારણે ઘૂસણખોરોની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. ન્યૂઝ18ના અહેવાલમાં બિહારના સીમાંચલ પ્રદેશ, ખાસ કરીને કિશનગંજ, દરભંગા, કટિહાર, મધુબની, સુપૌલ અને પૂર્ણિયા જિલ્લાને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
પાકિસ્તાનમાં આતંકવાદી ટ્રેનીંગ લઈને દુનિયાના 18 દેશોમાં 20 લાખ રોહિંગ્યાઓની ઘૂસણખોરી
રોહિંગ્યા મુસ્લિમોની ઘુસણખોરી માત્ર ભારત જ નહી પરંતુ વિશ્વના 18 જેટલાં દેશો આ સમસ્યાથી પસાર થઇ રહ્યા છે, સનાતન પ્રભાતના એક અહેવાલ મુજબ ભારત અને બાંગ્લાદેશ ઉપરાંત સાઉદી અરેબિયા, મલેશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, કેનેડા, ફિનલેન્ડ સહિત 18 દેશોમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. આવા ઘૂસણખોરોની કુલ સંખ્યા 20 લાખ હોવાનો અંદાજ છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમો પણ પહોંચ્યા છે.
અહેવાલ મુજબ રોહિંગ્યાઓને ભારતમાં ઘૂસણખોરી કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી રહી છે. એશિયાના વિવિધ દેશોમાં ઘૂસેલા રોહિંગ્યાઓ ત્યાંની સરકાર માટે માથાનો દુખાવો બની ગયા છે. તેઓએ ભારતમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે. રોહિંગ્યાઓની હાજરીને કારણે દેશમાં ગુનાહિત ઘટનાઓમાં વધારો થયો છે, સાથે જ તેઓ કાયદો અને વ્યવસ્થા માટે પણ પડકાર રૂપ છે.